અમદાવાદ, ૧૨ જૂલાઇ: અદાણી ગ્રુપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિ.(ATL) એ પાવર ટ્રાન્સમિશન ક્ષેત્રમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ (IOD) તરફથી પર્યાવરણ વ્યવસ્થાપન માટે એનાયત થતો ગોલ્ડન પિકોક મેનેજમેન્ટ એવોર્ડ (GPEMA) જીત્યો છે. પર્યાવરણ, આરોગ્ય અને સલામતી, ઉર્જા અને ક્લાયમેટ ચેન્જને આવરી લેતા એક મૂલ્યાંકન જૂથેે આ વર્ષે ૫૨૦ અરજીઓનું મૂલ્યાંકન કર્યું હતું. અદાણી ટ્રાન્સમિશન લિ.ના ઝીરો વેસ્ટ ટુ લેન્ડ ફિલ, સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી, વોટર-પોઝિટિવ ઓપરેશન્સ, રિન્યુએબલ એનર્જી ઈન્ટીગ્રેશનના પ્રમોશન અને પર્યાવરણ  વ્યવસ્થાપનની વ્યુહરચનાઓ જેવા કાર્યક્રમોનું પૂર્તતાથી ઉપરવટ રહીને અમલીકરણ  મારફત તેના ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે આગળ વધી રહેલ કંપનીના અડગ સમર્પણને ‘ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ’એ સ્વીકાર્યા છે