કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાના સર્વેના મુખ્ય તારણો

  • એસી, કાર અને રેફ્રિજરેટર જેવા બિનઆવશ્યક અને વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ 7 ટકા પરિવારો માટે વધ્યો હતો, જે ગયા મહિનાથી 1 ટકા સુધીનો ઘટાડો સૂચવે છે. ગયા મહિને નેટ સ્કોર -1 હતો, જે ચાલુ મહિને વધીને +2 થયો હતો. આ વૃદ્ધિનું સેન્ટિમેન્ટ છે.
  • મોબિલિટી 7 ટકા પરિવાર માટે વધ્યો છે, જે ગયા મહિનાથી 1 ટકાનો વધારો છે. કુલ મોબિલિટી નેટ સ્કોર ગયા મહિને -2 હતો, જે આ મહિને +2 થયો છે
  • 55 ટકા કુટુંબ માટે સંપૂર્ણ ખર્ચ વધ્યો છે, જે ગયા મહિનાથી -1 ટકાનો ઘટાડો છે
  • 41 ટકા પરિવારો માટે આવશ્યક ઉત્પાદનોનો ઉપભોગ વધ્યો છે, જે -5 ટકાનો ઘટાડો છે
  • 39 ટકા પરિવારો માટે સ્વાસ્થ્ય સંબંધિત ચીજવસ્તુઓનો ઉપભોગ વધ્યો છે

મુંબઈ: સ્વાસ્થ્ય સંબંધિત ઉત્પાદનો માટે ખર્ચમાં ઘટાડો થયો છે, જે એક સારો સંકેત છે, ત્યારે ઘરગથ્થું ખર્ચ અને આવશ્યક ચીજવસ્તુઓ પરના ખર્ચમાં પણ આંશિક ઘટાડો થયો છે. 73 ટકા ઉપભોક્તાઓ માને છે કે, ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તેમના ખર્ચમાં વધારો થયો છે અને 50 ટકા માને છે કે, આ માટે મોંઘવારીમાં વધારો જવાબદાર છે. અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ વિવિધ મુદ્દાઓ પર ઉપભોક્તાની વિભાવનાના માસિક વિશ્લેષણ, ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ)ના લેટેસ્ટ તારણો જાહેર કર્યા હતા. એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું કે, વર્ષ 2021થી વધારે સારાં અને વર્ષ 2022થી ઘણા સારાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સાથે વર્ષ 2022 પૂર્ણ થયું છે. બીજા અર્ધવાર્ષિક ગાળામાં સંપૂર્ણ ઉપભોક્તા ખર્ચ યથાવત જળવાઈ રહ્યો છે. વર્ષ 2023માં રોકાણ અને બચત કરવાનો ઇરાદો મજબૂતી અને સાવચેતી સાથે વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.