રૂચિ સોયાના IPOમાં સકસેસ પછી રામદેવ બાબા 4 IPO માટે સજ્જ

એફએમસીજી કંપની પતંજલી તેની 4 ગ્રૂપ કંપનીઓના આઇપીઓ માટે તૈયારી કરી રહ્યું હોવાનું બજાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. 2016માં પતંજલી એફએમસીજી કંપનીઓની વેલ્યૂ રૂ. 3000 કરોડ આસપાસ અંદાજવામાં આવી હતી. પતંજલીના પ્રવેશ સાથે માર્કેટમાં પહેલેથી અસ્તિત્વ ધરાવતી 12 લિસ્ટેડ કંપનીઓના માર્કેટશેર ઉપર અસર પડી હતી. રૂચિ સોયાના આઇપીઓની સફળતા બાદ ગ્રૂપ હવે આગામી પાંચ વર્ષમાં 4 ગ્રૂપ કંપનીઓના આઇપીઓ યોજવા માટે સજ્જ બન્યું છે.

2019માં પતંજલી આયુર્વેદા એ રૂચી સોયાનો રૂ. 4350 કરોડનો આઇપીઓ યોજ્યો હતો. ત્યારબાદ ધડાધડ એક્વિઝિશન અને ખરીદીઓ શરૂ થઇ છે. નિષ્ણાતોના મંતવ્ય અનુસાર પતંજલી બ્રાન્ડને વધુ વેગ આપવા અને વિકાસ માટે ગ્રૂપ હવે સજ્જ બન્યું છે. ગ્રૂપનો ફુડ બિઝનેસ 20 ટકા, ઓઇલ બિઝનેસ 14 ટકાના વાર્ષિક દરે ગ્રોથ કરી રહ્યા છે. હરદ્વારના ઔદ્યોગિક વિસ્તારોમાં ઉત્પાદન એકમો અને હેડક્વાર્ટર ધરાવતું ગ્રૂપ નોઇડા, નાગપુર અને ઇન્દોરમાં પણ ઉત્પાદન વ્યવસ્થા સ્થાપવા જઇ રહ્યું છે. માર્ચ-22ના અંતે ગ્રૂપની આવકો 9 ટકા વધી રૂ. 10664.46 કરોડ (રૂ. 9811 કરોડ) થવા સાથે ચોખ્ખો નફો 0.6 ટકા ઘટી રૂ. 740.38 કરોડ (રૂ. 745.03 કરોડ) થયો છે.

કઇ કંપનીઓના સૂચિત IPO

ક્રમકંપનીનું નામ
1પતંજલી આયુર્વેદ
2પતંજલી વેલનેસ
3પતંજલી મેડિસિન
4પતંજલી લાઇફ સ્ટાઇલ

રૂચિ સોયા (PATANJALI FOODS) એફપીઓ પરફોર્મન્સ એક નજરે

ઇશ્યૂ પ્રાઇસ650
છેલ્લો બંધ1344
રિટર્ન ટકા107