અમદાવાદના ઓફિસ બજારમાં 2022માં 88 ટકા વૃદ્ધિ સાથે 22 લાખ ચો. ફીટના વ્યવહાર

અમદાવાદ: અમદાવાદે પ્રવર્તમાન અનિશ્ચિત આર્થિક સંજોગોને લીધે વૈશ્વિક સમસ્યાઓ છતાં વર્ષ 2022માં ઓફિસની જગ્યામાં તેના આજ સુધીના સૌથી વધુ વાર્ષિક વ્યવહારો નોંધાવ્યા હતા. શહેરમાં ઓફિસની જગ્યાના સરેરાશ વ્યવહારનું વોલ્યુમ 10 લાખ ચો.ફીટ રહ્યું હતું, જેમાં મહામારી પછી માગણીમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે અને વર્ષ દરમિયાન તે 22 લાખ ચો.ફીટ સુધી વધ્યું છે. વાર્ષિક વ્યવહારમાં આ 88 ટકાનો વધારા સાથે ભારતની અવ્વલ આઠ કમર્શિયલ બજારમાં તેણે સર્વોચ્ચ ટકાવારી પણ નોંધાવી છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના જુલાઈ- ડિસેમ્બર 2022 (2022નું બીજું અર્ધવાર્ષિક) માટેના નવીનતમ રિપોર્ટ ઈન્ડિયા રિયલ એસ્ટેટ- રેસિડેન્શિયલ એન્ડ કમર્શિયલમાં એવી નોંધ કરાઈ છે કે નિવાસી બજારમાં 2022માં 14,062 હાઉસિંગ યુનિટ્સનું વાર્ષિક વેચાણ નોંધાવીને તેના વેચાણના વોલ્યુમમાં 58 ટકાનો વર્ષ દર વર્ષ વધારો નોંધાવ્યો છે. અમદાવાદમાં 2022માં 20,809 નિવાસી એકમનો મજબૂત પુરવઠો જોવા મળ્યો હતો.

માઈક્રો- માર્કેટ વ્યવહારોના વિભાજન અનુસાર, સીબીડી વેસ્ટમાં 83 ટકા ઓક્યુપાયરો આકર્ષાયા હતા. બોપલ- આંબલી રોડ, જોધપુર ક્રોસ રોડ અને વસ્ત્રપુર પરનાં સ્થળોમાં સૌથી વધુ વ્યવહારો થયા હતા. જોધપુર ક્રોસ રોડ પર 2022ના બીજા અર્ધવાર્ષિકમાં સૌથી વધુ વ્યવહારો થયા હતા. આ 0.11 મિલિયન ચો.ફીટના લીઝ કરાર કો-વર્કિંગ અગ્રણી સ્માર્ટવર્કસ દ્વારા કરાયા હતા. 2022ના બીજા અર્ધવાર્ષિક દરમિયાન પીબીડીનું યોગદાન 15 ટકા રહ્યું હતું, જ્યારે સીબીડીમાં 2 ટકાથી ઓછા વ્યવહારો થયા હતા.

કો-વર્કિંગ ક્ષેત્રએ ઓફિસ બજારમાં વોલ્યુમ પ્રેરિત કરવાનું ચાલુ રાખ્યું છે અને 2022ના બીજા અર્ધવાર્ષિક દરમિયાન વ્યાપક 42 ટકા જગ્યાના વ્યવહારનું યોગદાન આપ્યું હતું.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા ખાતે એક્ઝિક્યુટિવ ડાયરેકટર અને અમદાવાદના બ્રાન્ચ ડાયરેક્ટર બલબીર સિંહ ખાલસાએ જણાવ્યું હતું કે,  નિવાસી બજારમાં 2022ના બીજા અર્ધવાર્ષિકમાં 10,424 એકમ લોન્ચ કરાયાં હતાં, જે વર્ષ દર વર્ષ 24 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં માગણીમાં રૂ. 5-10 મિલિયન ટિકિટ આકારનો ફરક જોવા મળ્યો છે, જે 2018ના પ્રથમ અર્ધવાર્ષિકમાં 15 ટકા પરથી 2022ના બીજા અર્ધવાર્ષિકમાં 30 ટકાએ પહોંચ્યો છે, જે નોંધપાત્ર છે. રૂ. 10 મિલિયનથી વધુ હોમ યુનિટ્સે વેચાણમાં 2021ના બીજા અર્ધવાર્ષિકમાં 8 ટકા પરથી 2022ના બીજા અર્ધવાર્ષિકમાં 10 ટકાનો હિસ્સો જોવા મળ્યો હતો.