શેરબજારો: આગે કૂઆ પીછે ખાઇઃ સેન્સેક્સ 631 પોઇન્ટ તૂટ્યો
નિફ્ટી ફરી 18000 પોઇન્ટની નીચે, ટીસીએસના પરીણામો બજારને માફક ના આવ્યા
અમદાવાદઃ ભારતીય શેરબજારો ધીરે ધીરે કેસિનો કલ્ચરમાં કન્વર્ટ થઇ રહ્યા હોય તેમ એક દિવસ 700- 800 પોઇન્ટના ઉછાળા પછી 3-4 દિવસમાં 1000- 1200 પોઇન્ટના કરેક્શનનો સિલસિલો શરૂ થયો છે. સોમવારે 847 પોઇન્ટ સુધરેલો સેન્સેક્સ મંગળવારે પાછો 631.83 પોઇન્ટના ઘટાડા સાથે 60115.48 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 187 પોઇન્ટના કડાકા સાથે 18000 પોઇન્ટની નીચે 17914.20 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પેકમાં સૌથી મોટા ગાંબડા નોંધાવનારા શેર્સમાં અદાણી એન્ટરપ્રાઇસ, ભારતી એરટેલ, આઇશર મોટર્સ, અદાણી પોર્ટ્સ, એસબીઆઇ વગેરે રહ્યા હતા. સામે તાતા મોટર્સ, હિન્દાલકો, એપોલો હોસ્પિટલ, પાવરગ્રીડ અને ડિવિઝ લેબ સુધારા સાથે બંધ રહ્યા હતા.
માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ સેન્ટિમેન્ટ સાવચેતીથી પ્રોફીટ બુકિંગનું
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3854 | 1422 | 2099 |
સેન્સેક્સ | 30 | 8 | 22 |
એક ટકાથી વધુ ઘટાડો નોંધાવનારા સેક્ટોરલ્સ
ફાઇનાન્સિયલ સર્વિસિસ, ટેલિકોમ્યુનિકેશન્સ, બેન્કેક્સ, ટેકનોલોજી.
BSE GAINERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Ch. |
CHENNPETRO | 219.50 | +9.70 | +4.62 |
MFSL | 770.45 | +30.40 | +4.11 |
TATAMOTORS | 413.05 | +23.65 | +6.07 |
MARKSANS* | 62.25 | +2.85 | +4.80 |
GMDCLTD | 156.00 | +7.30 | +4.91 |
BSE LOSERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Change |
ADANIENT | 3,647.20 | -207.00 | -5.37 |
IDBI | 55.95 | -2.85 | -4.85 |
HCC | 19.80 | -1.00 | -4.81 |
AIRTELPP | 418.10 | -19.85 | -4.53 |
UCOBANK | 29.65 | -1.35 | -4.35 |
ટીસીએસની આગેવાની હેઠળ આઇટી શેર્સ મંદીની આંટીમાં
ટીસીએસના સોમવારે જાહેર થયેલા પરીણામો બજાર નિષ્ણાતોની અપેક્ષાથી ઊણાં ઉતર્યા હોવાના અહેવાલો વચ્ચે ટીસીએસ 1.01 ટકા ઘટી રૂ. 3286.20 બંધ રહ્યો હતો. તેની સાથે અન્ય આઇટી શેર્સ પૈકી ઇન્ફોસિસ 0.95 ટકા, ટેક મહિન્દ્રા 1.25 ટકા, એચસીએલ 0.24 ટકા ઘટ્યા હતા. જોકે, વીપ્રો 0.34 ટકાના સાધારણ સુધારા સાથે બંધ રહ્યો હતો.