સાયન્ટ DLM લિમિટેડએ સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદઃ ઇલેક્ટ્રોનિક મેનુફેક્ચરિંગ સર્વિસીસ (EMS – ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સેવાઓ) તથા ઉત્પાદનના સંપૂર્ણ વેલ્યુ ચેઇન ધરાવતી સોલ્યુશન પ્રોવાઇડર્સ સાયન્ટ DLMએ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીનો IPO (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ)માં કુલ ₹ 7,40 કરોડનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.

સાયન્ટ DLM રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યા અગાઉ ચોક્કસ સીક્યોરિટીઝનો વધારે ઇશ્યૂ લાવવા વિચારી શકે છે, જેમાં મંજૂરી મળવાને આધિન, ₹ 1,480 મિલિયન સુધીના મૂલ્ય સુધીની પ્રાઇવેટ પ્લેસમેન્ટ, રાઇટ્સ ઇશ્યૂ, પ્રેફરેન્શિયલ ઓફર કે અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા સીક્યોરિટીઝ ઓફર સામેલ છે.

આઇપીઓ યોજવાનો હેતુઃ IPO મારફતે પ્રાપ્ત ફંડનો ઉપયોગ સંવર્ધક મૂડી જરૂરિયાતો, મૂડીગત ખર્ચ, ઋણની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી, એક્વિઝિશન્સ મારફતે ઇનઓર્ગેનિક વૃદ્ધિ હાંસલ કરવા તેમજ સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે કરવાનો પ્રસ્તાવ છે.

કંપનીની કામગીરી અંગેઃ સાયન્ટ DLM બે દાયકાથી વધારે સમયથી ઉત્પાદક પાર્ટનર અને સિસ્ટમ્સ સપ્લાયર છે, જે એરોસ્પેસ અને સંરક્ષણ, મેડિકલ ટેકનોલોજી અને ઔદ્યોગિ ક્ષેત્રોમાં વૈશ્વિક ઓઇએમ માટે હાઈ મિક્સ, ઓછાથી મધ્યમ વોલ્યુમ ધરાવતી અતિ જટિલ સિસ્ટમ્સ વિકસાવે છે. સાયન્ટ DLM પ્રમોટર સાયન્ટ લિમિટેડની ડિઝાઇન ક્ષમતાઓનો ઉપયોગ કરે છે, જે વિવિધ ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે દુનિયામાં એન્જિનીયરિંગ અને ડિઝાઇન સોલ્યુશન્સ પ્રદાન કરવામાં ત્રણ દાયકાથી વધારેનો બહોળો અનુભવ અને કુશળતા ધરાવે છે.

ગ્રાહકોને ડિઝાઇન સંચાલિત ઉત્પાદન (DLM) પ્રદાન કરતી સંકલિત ઉત્પાદક પાર્ટનર તરીકે કંપની ડિઝાઇન, ઉત્પાદન, પરીક્ષણ અને સર્ટિફિકેશન સપોર્ટની જવાબદારી લે છે. ગ્રાહકોમાં હનીવેલ ઇન્ટરનેશનલ ઇન્ક. (હનીવેલ), થેલ્સ ગ્લોબલ સર્વિસીસ એસ.એ.એસ (થેલ્સ), એબીબી ઇન્ક, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને મોલ્બાયો ડાઇગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે.

કંપનીના પ્લાન્ટ્સની વિગતોઃ સાયન્ટ DLM કુલ 229,061 ચોરસ ફીટના ઉત્પાદન ક્ષેત્ર સાથે હૈદરાબાદ, બેંગાલુરુ અને મૈસૂરમાં ત્રણ અદ્યતન ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ: એક્સિસ કેપિટલ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ.