AJIO એ ઓનલાઇન વિસ્તરણ જાળવી રાખવા એ H&Mનો ઉમેરો કર્યો
મુંબઈ, 26 સપ્ટેમ્બર, 2024: AJIOએ એના પ્લેટફોર્મ પર સસ્ટેઇનેબ્લ રીતે શ્રેષ્ઠ કિંમત પર ફેશન અને ગુણવત્તા માટે પ્રસિદ્ધ બ્રાન્ડ H&M લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ ભાગીદારીનો ઉદ્દેશ H&Mની ઓનલાઇન હાજરી વધારવાનો છે,આ રીતે AJIOએ એના મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ટોચની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઉમેરી છે.
H&M પોતાના આકર્ષક કલેક્શનને AJIO પર લોંચ કરશે, જેમાં વિમેન્સવેર, મેન્સવેર, કિડ્સવેર અને હોમ ડિકોરમાં 10,000થી વધારે સ્ટાઇલ સામેલ છે. રૂ. 399ની અતિ વાજબી કિંમતથી શરૂ H&Mનું કલેક્શન અગાઉ કરતાં વધારે સુલભ, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ફેશન પ્રસ્તુત કરશે. આ કલેક્શન વિશાળ, આધુનિક અને વિગતવાર સિઝનલ સાથે પાનખર અને શિયાળા માટે અનુકૂળ છે. સુંદર, આકર્ષક ધાગા અને સિવેલા સ્યૂટથી લઈને લેધર અને એક્સેસરીઝ સુધી આ કલેક્શનમાં ક્લાસિક સાથે આધુનિક શૈલીનો સમન્વય થયો છે, જે વાજબી કિંમતો પર તમારા વોર્ડરોબની વિવિધતામાં વધારો કરે છે.H&M હવે AJIOની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની રેન્જમાં સામેલ થઈ છે.તમામ બ્રાન્ડ ભારત અને દેશવિદેશમાં ફેશન ક્ષેત્રની સફળતા અને ભવિષ્યને નવી દિશા આપવા સજ્જ છે.
AJIO વિશે :
રિલાયન્સ રિટેલનો અભિન્ન ભાગ AJIO એક ફેશન-ફર્સ્ટ પ્લેટફોર્મ છે, જે 6000થી વધારે બ્રાન્ડ અને 2 મિલિયનથી વધારે સ્ટાઇલ ઓફર કરે છે, જે વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની બહોળી વિવિધતા, પોતાના લેબલ્સ અને સ્વદેશી બ્રાન્ડ્સ ધરાવે છે. ખરીદીના વિશિષ્ટ અનુભવ સાથે AJIO ગ્રાહકો માટે શ્રેષ્ઠ સુવિધા, વિવિધતા અને ડિલ્સ પ્રસ્તુત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)