મુંબઇ: પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રદાતા અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટ પ્રાયવેટ લિમીટેડએ 4 વર્ષના સમયગાળાની અને રૂ. 500 કરોડ અને તેનાથી વધુ ભંડોળને લક્ષ્યાંક બનાવતા નવી CAT III AIF સ્કીમ ‘અલ્કેમી ઇમર્જિંગ લિડર્સ ઓફ ટુમોરો’ લોન્ચ કરી છે. આ નવુ ફંડ અગ્રણી તરીકે ઉભરતી સ્મોલ અને મિડકેપ કંપનીઓની પુષ્કળ વૃદ્ધિ સંભાવના પર મદાર રાખવા માટે રોકાણકારોને સક્ષમ બનાવવાના હેતુથી લોન્ચ કરવામાં આવી છે.

20-25 શેરોના ક્ષેત્રમાં આગળ પડતા હોય તેના પોર્ટફોલિયો સાથે આ ફંડ મોટે ભાગે સ્મોલ અને મિડકેપ કંપનીઓમાં આશરે ઓછામાં ઓછી 65% ફાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પોર્ટફોલિયોમાં લાર્જ કેપ્સ અને 10% આઇપીઓંમાં તેમજ લાગુ પડતા કાયદા અનુસાર મંજૂર અન્ય સાધનોમાં રોકાણ કરવાનો સમાવેશ થાય છે. મજબૂત વૃદ્ધિ સંજોગો ધરાવતી ઉચ્ચ ગુણવત્તાવાળી કંપનીઓને ઓળખી કાઢી  ઓછામાં ઓછા રૂ. 1 કરોડના રોકાણ દ્વારા લાંબા ગાળાના મૂડી વધારાને પેદા કરવાનો ફંડની વ્યૂહરચનામાં સમાવેશ થાય છે.

રોકાણકારો અને ફેમિલી રોકાણકારોને પ્લેટફોર્મ આપવા માગીએ છીએ

સ્પર્ધાત્મક અને આકર્ષક હોય તેવા સ્મોલ અને મિડકેપ ક્ષેત્રના વિજેતાઓમાંથી પસંદ કરીને અમે રોકાણકારોને અને ફેમિલી ઓફિસોને બહોળા ક્ષેત્રોમાં અગ્રણીઓના હવે પછીના સમૂહ પર દાવ લગાવવા માટે પ્લેટફોર્મ આપવા માગીએ છીએ.”

– હિરેન વેદ, અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટના સહ-સ્થાપક, ડિરેક્ટર, CEO અને CIO

સ્મોલ- મિડકેપ સેક્ટરમાં સારા રિટર્ન્સની તક મળી રહેશે

સ્મોલ અને મિડકેપ ક્ષેત્ર ભારતમાં આકર્ષક રિટર્ન્સ (વળતર)નું સર્જન કરવાની તક ઓફર કરે છે. તેમજ સ્મોલ અને મિડકેપ કદના બિઝનેસીસ છેલ્લા થોડા વર્ષમાં અસંખ્ય તણાવમાંથી પસાર થયા છે છતા પણ મજબૂત રીતે ઊભરી આવ્યા છે અને વર્તમાન માગ પર્યાવરણનો લાભ ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે. અમારો હેતુ આવા બિઝનેસીસને શોધી કાઢવાનો અને લાંબા ગાળાની મૂડી વધારા માટે તેમનામાં રોકાણ કરવાનો છે.”

– મૈથીલી બાલાક્રિશ્નન, કો-ફંડ મેનેજરઅલ્કેમી કેપિટલ મેનેજમેન્ટને બે દાયકા ઉપરાંતનો અનુભવ છે

PMS ના મિડ અને સ્મોલ કેપમાં નિવેશ બે દાયકાના અનુભવનો અને અગાઉની AIF સ્કીમ્સ જેમ કે અલ્કેમી લિડર્સ ઓફ ટુમોરો – ક્લોઝ્ડ એન્ડેડ ફંડ જે 29 નવેમ્બર 2021ના રોજ મેચ્યોર થયા હતા તેના અનુભવનો લાભ ઉઠાવશે. જેણે પ્રારંભથી (એટલે કે 29 નવેમ્બર 2018) જ તેના બેન્ચમાર્ક એસએન્ડપી બીએસઇ 500ના 17.4% સામે 22.1% સીએજીઆર દરે અને અલકેમિ લિડર્સ ઓફ ટુમોરો (ઓપન-એન્ડેડ સ્કીમ) જેણે તેના બેન્ચમાર્ક એસએન્ડપી બીએસઇ 500ના 5.4% સામે 14.4%નું અને 11.1% બેન્ચમાર્ક સામે પ્રારંભથી જ (એટલે કે 3 જાન્યુઆરી, 2018)થી 13.1% સીએજીઆરનું વળતર આપ્યુ છે.