એટીપીલના નવા સોલ્યુશન્સ મુખ્યત્વે પાંચ પિલ્લર્સ ઉપર કેન્દ્રિત છેઃ ઇનોવેશન અને સ્ટ્રેટેજી, પ્રોસેસ ઓરિએન્ટેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, પીપલ મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશનલ ગ્રોથદેશમાં 10માં થી 8 MSMEs  નિષ્ફળ થઇ રહ્યા છે, ઘણી નાની મોટી કંપનીઓ બજારમાં આવે છે અને અદ્રશ્ય થઇ જાય છે પરંતુ કોઈ નિષ્ફ્ળતા પર ધ્યાન આપતું નથી

અમદાવાદ, 1 માર્ચ: બિઝનેસ કન્સલ્ટિંગ કંપની ઓરોક્રિપા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (એટીપીલ)એ ભારતીય ઉદ્યોગસાહસિકો માટે વિશિષ્ટરૂપે તૈયાર કરાયેલા સોલ્યુશન્સ લોંચ કરવાની જાહેરાત કરી છે.  આ એક વિશિષ્ટ બિઝનેસ સર્વિસ છે જે ભારતીય પ્રોમોટર્સને ગ્રોથ આપવા માટે અનોખું સોલ્યુશન રજુ કરી રહી છે

 દેશમાં 10માં થી 8 MSMEs  નિષ્ફળ થઇ રહ્યા છે, ઘણી નાની મોટી કંપનીઓ બજારમાં આવે છે  અને અદ્રશ્ય થઇ જાય છે પરંતુ કોઈ નિષ્ફ્ળતા પર ધ્યાન આપતું  નથી . પરંતુ એટિપિલ આ બાબત પર  વધારે ફોક્સ કરવા માંગે છે . એટીપીલ, જે કંપનીઓ બિઝનેસ ચેલેન્જ નો સામનો કરી રહી છે તેને ફ્રી અસેસમેન્ટ  કરી આપશે અને કંપનીને ફક્ત માર્ગદર્શન જ નહિ પરંતુ ખભેથી ખભા મિલાવીને ગ્રોથ આપવાનું કામ કરશે.  કંપનીનું મુખ્ય ફોક્સ સ્ટ્રેટેજી  સાથે વધારે  ઈમ્પ્લીમેન્ટશનું છે. એટીપીલના નવા સોલ્યુશન્સ મુખ્યત્વે પાંચ પિલ્લર્સ ઉપર કેન્દ્રિત છેઃ ઇનોવેશન અને સ્ટ્રેટેજી, પ્રોસેસ ઓરિએન્ટેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, પીપલ મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશનલ ગ્રોથ. ભારતના ગતિશીલ વ્યવસાયિક લેન્ડસ્કેપમાં ઉદ્યોગસાહસિકો સમક્ષ સર્જાતાં વિશિષ્ટ પડકારોના ઉકેલ માટે ડિઝાઇન કરાયેલા આ સોલ્યુશન્સ કંપનીની  કાર્યક્ષમતામાં વધારો કરવા, ડિજિટલ ઇનોવેશનને બળ આપવા, પ્રતિભાને પોષવા તથા સંસ્થાકીય વિકાસને પ્રોત્સાહન આપતા એક વ્યાપક માળખું પ્રદાન કરે છે.

કંપની હાલમાં મેન્યુફેક્ચરીંગ, રિટેલ, એફએમસીજી સેક્ટર્સ ઉપર વિશેષ ફોકસ રાખશે       2025ના અંત સુધીમાં નવાં 100-125 ક્લાયન્ટ્સ સાથે વ્યાપ વધારવાની ધારણા   એક વર્ષમાં કંપની મુંબઇ અને બેંગ્લોરમાં પણ પોતાની બ્રાન્ચ ખોલવા પ્લાન કરે છે    20 નિષ્ણાતોની ટીમ સાથે કંપની 50-500 કરોડના એમએસએમઇને સપોર્ટ કરે છે

કંપની ટૂંક સમયમાં સ્ટાર્ટઅપ એજ્યુકેશન પ્રોગ્રામ પણ હાથ ધરશેશરૂઆતમાં 25 સ્ટાર્ટઅપ્સને મેન્ટર કરવાની કંપનીની જાહેરાત

 આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં ઓરોક્રિપા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશ શાહે, વ્યવસાયિક વૃદ્ધિને વેગ આપાવામાં  માળખાકીય સિદ્ધાંતોની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ભારતીય પ્રમોટર્સ બેજોડ વૃદ્ધિની આશા રાખે છે તથા વ્યવસાયિક કામગીરીમાંથી મુક્ત થવા ઇચ્છે છે, પરંતુ મોટાભાગે ઘણા ખરા જમીની હકીકતોથી દૂર હોય છે. જરૂરી બન્યું છે કે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન,પ્રોસેસ  ડ્રિવન ઓર્ગેનાઇઝેશન, ડેટા એનાલિટિક્સ  તેમજ ટીમની યોગ્યતાના મૂલ્યાંકન દ્વારા પર્ફોર્મન્સ ડ્રિવન ઓર્ગેનાઇઝએશનનું સર્જન કરવું. એટીપીલ  કર્મચારીના કૌશલ્યોમાં વધારો  કરવા   તેમજ સંસ્થાનના દરેક સ્તરે ઇનોવેશનની મહત્વતા વગેરે પર વધુ ધ્યાન આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)