ઓગસ્ટ: 19 IPOમાંથી 18 IPO ઇશ્યૂ કિંમતથી ઉપર ટ્રેડ કરે છે
અમદાવાદ, 13 ઓગસ્ટઃ સેકન્ડરી માર્કેટની હાલત સુસ્ત હોવા સામે પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓનો ધમધમાટ જારી રહ્યો છે. એટલું જ નહિં, ઓગસ્ટમાં અત્યારસુધીમાં યોજાયેલા 19 આઇપીઓ પૈકી 18 આઇપીઓ ઇશ્યૂ કિંમતથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તેના કારણે પ્રાઇમરી માર્કેટમાં મૂડીરોકાણ પ્રવાહ વધી રહ્યો છે.
વૈશ્વિક આઇપીઓ માર્કેટના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, ભારતે IPO પ્રવૃત્તિમાં વિશ્વનું નેતૃત્વ કર્યું હતું, જે વર્ષના ઉત્તરાર્ધમાં પણ ચાલુ રહ્યું છે. એકલા જુલાઈમાં, 31 કંપનીઓએ આઇપીઓ યોજીને શેર્સ લિસ્ટ કર્યા હતા. તેની સામે ઓગસ્ટના પ્રથમ બે અઠવાડિયામાં, 19 કંપનીઓએ પ્રાઈમરી માર્કેટમાંથી ભંડોળ એકત્ર કર્યું છે, જેમાં 18 આઇપીઓ તેમની ઇશ્યૂ પ્રાઇસ કરતાં પ્રિમિયમ સાથે ટ્રેડિંગ કરે છે.
મેઈનબોર્ડ સેગમેન્ટમાં, પાંચ કંપનીઓએ કુલ ₹13,725 કરોડ એકત્ર કર્યા છે, જેમાં Ola ઈલેક્ટ્રિક મોબિલિટી ₹6,145.6 કરોડ એકત્ર કરીને પેકમાં આગળ છે, ત્યારબાદ બ્રેઈનબીસ સોલ્યુશન્સ ₹4,193.7 કરોડ અને Ceigall India ₹1,252.7 કરોડ એકત્ર કરે છે.
SME સેગમેન્ટમાં 14 કંપનીઓએ ચાલુ મહિનાના પ્રથમ 2 સપ્તાહમાં કુલ ₹522.8 કરોડ એકત્ર કર્યા હતા. જ્યારે મેઇનબોર્ડ સેગમેન્ટ સાથે જોડવામાં આવે ત્યારે, બંને સેગમેન્ટમાં એકત્ર કરાયેલ કુલ ભંડોળ ₹14,247 કરોડે પહોંચ્યું હતું.
ટોપ સબસ્ક્રાઇબ્ડ ઓફ ધ મન્થ
આમાંના મોટા ભાગના IPO ને રોકાણકારોનો સારો પ્રતિસાદ સાંપડ્યો છે. જેમાં 19માંથી 13 ઇપીઓને સબ્સ્ક્રિપ્શન રેટ 100% કરતા વધારે મળ્યો છે. SA ટેક સોફ્ટવેરનો IPO 558 વખત સબસ્ક્રાઇબ થયો હતો, ત્યારબાદ ટ્રોમ ઇન્ડસ્ટ્રીઝ 430 વખત સબસ્ક્રાઇબ થયો હતો.
ટોપ પર્ફોર્મર ઓફ ધ મન્થ
ટોચના પર્ફોર્મર્સમાં, રાજપૂતાના ઇન્ડસ્ટ્રીઝના શેર તેમની ઇશ્યૂ કિંમત કરતાં 142% ઉપર ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે Afcom હોલ્ડિંગ્સનો શેર તેની IPO કિંમત કરતાં 109% વધુ ટ્રેડ કરી રહ્યો છે.
આગામી સંભવિત આઇપીઓ એક નજરે
હ્યુન્ડાઈ ઈન્ડિયા તેના IPO દ્વારા $3 બિલિયન એકત્ર કરવાની યોજના ધરાવે છે, જે સંભવિતપણે $30 બિલિયન સુધીના મૂલ્યાંકનમાં ભારતમાં સૌથી મોટી બની જશે. એ જ રીતે, એલજી અને અન્ય કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ભારતમાં લિસ્ટિંગ કરાવવા માટે સજ્જ બની છે.
દરમિયાન, રોકાણકારો નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) આઈપીઓમાં નોંધપાત્ર રસ દાખવી રહ્યા છે. FY24 ના પ્રથમ છ મહિનામાં 153 કંપનીઓના આઇપીઓ SME સેગમેન્ટમાંથી આવ્યા છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ 67% નો વધારો દર્શાવે છે, જ્યારે 70 SME કંપનીઓએ મૂડીબજારમાંથી ભંડોળ એકત્ર કર્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. રોકાણ નિષ્ણાતો/બ્રોકિંગ હાઉસ/રેટિંગ એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો અને રોકાણની ટીપ્સ તેમના પોતાના છે, અને તે વેબસાઇટ અથવા તેના મેનેજમેન્ટના નથી. કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતો સાથે તપાસ કરવાની સલાહ આપે છે.)