ગાંધીનગર: IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી)માં તેમની કામગીરીનો પ્રારંભ કર્યો છે. લાઇસન્સ મળ્યાં બાદ IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડ આઇએફએસસી બેંકિંગ યુનિટ્સને તેમના એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ્સ (ઇસીબી) ટ્રાન્ઝેક્શન, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સને ટ્રસ્ટીશીપ સર્વિસિસ તથા સરહદપાર મર્જર અને એક્વિઝિશન (એમએન્ડએ) ટ્રાન્ઝેક્શન માટે એસક્રો એજન્સી સર્વિસિસ માટે ફેસિલિટી એજન્ટ સર્વિસિસ ઓફર કરશે. ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્રૂપ સીઇઓ તપન રે એ કહ્યું હતું કે, IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડ ગિફ્ટ સિટી દ્વારા ઓફર કરાતી ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે.IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડના એમડી અને સીઇઓ પદ્મા બેતાઇએ કહ્યું હતું કે, ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર ઇન્ડેક્સ દ્વારા ટોચના ઉભરતાં વૈશ્વિક ફાઇનાન્સિયલ સેન્ટરમાં સામેલ ગિફ્ટ સિટીમાં હાલ 38 ફંડ્સ, 23 બેંકો, 23 ઇન્સ્યોરન્સ કંપનીઓ અને મધ્યસ્થીઓ, 2 ઇન્ટરનેશનલ એક્સચેન્જીસ તથા ઘણી આનુષંગિક સંસ્થાઓ તેને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ બનાવે છે.