પુણે/મુંબઈ, 25 ઓગસ્ટ: નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની અને બજાજ ફિનસર્વનો ભાગ એવી બજાજ ફાઇનાન્સ લિમિટેડની ફિક્સ્ડ ડિપોઝિટ બુકે રૂ. 50,000 કરોડનું સીમાચિહ્ન પાર કર્યું છે. બજાજ ફાઇનાન્સ પાસે પાંચ લાખ ડિપોઝીટર્સ છે. દરેક ડિપોઝીટરે 2.87 ડિપોઝીટ મૂકી છે અને કુલ 1.4 મિલિયન ડિપોઝીટ છે. બજાજ ફાઇનાન્સ ક્રિસિલ, ઈકરા, કેર અને ઈન્ડિયા રેટિંગ્સ તરફથી તેના લાંબા ગાળાના ડેટ પ્રોગ્રામ માટે એએએ/સ્થિર, ક્રિસિલ, ઈકરા અને ઈન્ડિયા રેટિંગ તરફથી ટૂંકા ગાળાના ડેટ પ્રોગ્રામ માટે એ1+ અને એએએ (સ્થિર) અને ક્રિસિલ તથા ઈકરા તરફથી તેની ફિક્સ્ડ ડિપોઝીટ્સ પ્રોગ્રામ માટે એએએ (સ્થિર)નું સૌથી વધુ ક્રેડિટ રેટિંગ મળેલું છે.

બજાજ ફાઇનાન્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ – ફિક્સ્ડ ડિપોઝિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ સચિન સિક્કાએ જણાવ્યું હતું કે, અમારા ફિક્સ્ડ ડિપોઝિટ પોર્ટફોલિયોની ઝડપી વૃદ્ધિ, જે છેલ્લા બે વર્ષમાં બે ગણી વધી છે. બજાજ ફાઇનાન્સ 44 મહિનાની મુદત માટે એફડી પર સૌથી વધુ વ્યાજ દરોમાં ઓફર કરે છે જે વરિષ્ઠ નાગરિકો માટે 8.60% અને અન્ય માટે 8.35% છે. 10 વર્ષોમાં, કંપનીએ તેની ડિપોઝિટ બુક 60%ના સીએજીઆર અને ડિપોઝીટર્સની સંખ્યા 49%ના સીએજીઆર પર વધારી છે. કંપની 12 મહિનાની મુદત માટે 7.40% અને 24 મહિના માટે 7.55% વ્યાજ દર ઓફર કરે છે. 36થી 60 મહિના માટે, વ્યાજ દરો 8.05% છે. વરિષ્ઠ નાગરિકોને આ દરો પર વધારાના 0.25% ઓફર કરવામાં આવે છે. બજાજ ફાઇનાન્સ પાસે તેની એપ પર 73 મિલિયન ગ્રાહકો અને 40.2 મિલિયન ગ્રાહકો છે.