અમદાવાદ, 25 ઓગસ્ટઃ UTI મ્યુચ્યુઅલ ફંડે (UTI એમએફ) ગુજરાતના ગાંધીધામ ખાતે નવું UTI ફાઇનાન્શિયલ સેન્ટર (યુએફસી) ખોલવાની જાહેરાત કરી છે. તે 23 ઓગસ્ટ 2023ના રોજ ખૂલશે. UTI એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના સેલ્સ હેડ પેશોતન દસ્તૂરે જણાવ્યું હતું કે, રોકાણકારોની સુવિધાને પ્રાથમિકતા તરીકે, UTI એમએફ નાના શહેરો અને નોન-મેટ્રો વિસ્તારોને આવરી લેવા માટે તેના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં વધારો કરી રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય અંતર ભરવાનો અને અમારા રોકાણકારોને તેમના ઘરઆંગણે અમારી પ્રોડક્ટ્સ તથા સર્વિસીસની સરળ એક્સેસ પ્રદાન કરવાનો છે. UTI મ્યુચ્યુઅલ ફંડ ફાઇનાન્શિયલ સેન્ટર્સ (યુએફસી), બિઝનેસ ડેવલપમેન્ટ એસોસિએટ્સ, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ (એમએફડી)ને સમાવતા તેના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તથા બેન્કો સાથે જોડાણ થકી તેના રોકાણકારો સુધી પહોંચે છે.