અમદાવાદ, 4 જાન્યુઆરીઃ બજાજ ફાઇનાન્સનો શેર આજે સેન્સેક્સ પેકનો ટોપ ગેઈનર રહ્યો હતો. જે 4.4 ટકા ઉછળી 7709.95 પર બંધ રહ્યો હતો. શેરમાં ઉછાળા પાછળનું કારણ કંપની દ્વારા આકર્ષક ત્રિમાસિક પરિણામો છે. કંપનીની ડિસેમ્બર ક્વાર્ટર માટે એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) 35 ટકા વધીને રૂ. 3.11 લાખ કરોડની સપાટી ક્રોસ થઈ છે.

બજાજ ફાઇનાન્સની ડિપોઝિટ બુક પણ 35 ટકા વધીને રૂ. 58,000 કરોડ થઈ છે. ક્વાર્ટર દરમિયાન, તેણે 98.6 લાખ નવી લોન બુક કરી, જે 26 ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે.

બજાજ ફાઇનાન્સની કુલ ફ્રેન્ચાઇઝી વાર્ષિક ધોરણે 22 ટકા વધીને 8.4 કરોડ હતી. એનબીએફસીએ વર્ષ અગાઉના ગાળામાં 31 લાખની સરખામણીએ 38 લાખ નવા ગ્રાહકો મેળવ્યા સાથે નવા ગ્રાહકોની સંખ્યા પણ વધી છે.

મોતીલાલ ઓસ્વાલના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે બજાજ ફાઇનાન્સના ગ્રાહકની સંખ્યામાં વધારો મોટે ભાગે અગાઉના તહેવારોના ત્રિમાસિક ગાળાને અનુરૂપ વલણ સૂચવે છે. તે હકીકત સૂચવે છે કે તેની બે પ્રોડક્ટ્સ પર આરબીઆઈના પ્રતિબંધની કોઈ મોટી અસર થઈ નથી.”

નવેમ્બરમાં, ભારતીય રિઝર્વ બેન્કે બજાજ ફાઇનાન્સને તેના “eCOM” અને “Insta EMI કાર્ડ” દ્વારા ડિજિટલ ધિરાણ માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ નવી લોન આપવાનું બંધ કરવા જણાવ્યું હતું.

કંપનીએ નવા ગ્રાહક એક્વિઝિશન માટે પરંપરાગત ચેનલો (ડિજીટલ/ઈ-કોમર્સ સિવાય) સફળતાપૂર્વક લીવરેજ કરી છે, બ્રોકરેજ શેર પર બાય રેટિંગ ધરાવે છે.

બજાજ ફાઇનાન્સે તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેની લિક્વિડિટીની સ્થિતિ રૂ. 11,600 કરોડ પર મજબૂત છે. નવેમ્બરમાં, કંપનીએ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) ઇશ્યૂ દ્વારા રૂ. 8,800 કરોડ ઊભા કર્યા હતા.

QIP હેઠળ કંપનીએ રૂ. 10,000 કરોડનું ભંડોળ ઊભું કર્યું, જેને બોર્ડે ઓક્ટોબરમાં મંજૂરી આપી હતી. અગાઉ, તેણે પ્રમોટર બજાજ ફિનસર્વને શેરના પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા રૂ. 1,200 કરોડ એકત્ર કર્યા હતા.

3 જાન્યુઆરીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર બજાજ ફાઇનાન્સના શેર અડધા ટકાના ઘટાડા સાથે રૂ. 7,381.20 પર બંધ થયા હતા. પાછલા વર્ષમાં, સ્ટોક લગભગ 12 ટકા વધ્યો છે.