સેન્સેક્સે છેલ્લા દિવસે વાર્ષિક સુધારાની ચાલ જાળવીને બાજી સુધારી લીધી

સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું આઇટી ઇન્ડેક્સનું જે 7924 પોઇન્ટ તૂટ્યો

સ્મોલકેપ અને મિડકેપ્સમાં પણ જોવા મળી નેગેટિવ ચાલ

ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી સેક્ટરમાં રહી જમાવટ

અમદાવાદ, 31 માર્ચઃ 1 ડિસેમ્બર-22ના રોજ સેન્સેક્સે 63,583.07 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી સર કરી ત્યારે મોટાભાગના નિષ્ણાતો અને એનાલિસ્ટ્સ એવી આગાહીઓ કરવામાં પડ્યા હતા કે, સેન્સેક્સ 70000- 75000 ક્રોસ થઇ જશે.  કોઇને પણ કલ્પના નહોતી કે ભારતીય શેરબજારોમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સંકડાઇ રહ્યા છે અને સેન્સેક્સ 61,343.96 અને 58,795.97 પોઇન્ટની સાકંડી રેન્જમાં ફસાઇ જશે. એની વે… સેન્સેક્સ તા. 31 માર્ચ-2022ના 58568 બંધ લેવલની સરખામણીએ તા.30 માર્ચ-2023ના રોજ 57,960.09 પોઇન્ટની બંધ સપાટી જોતાં તો નેગેટિવ બંધ રહેવાની ધારણા સેવાતી હતી. પરંતુ તા. 31 માર્ચના રોજ એટલેકે ફાઇનાન્સિયલ યર 2022-23ના છેલ્લા દિવસે જ અચાનક 1000+ પોઇન્ટના જમ્પ સાથે સેન્સેક્સે વાર્ષિક 424 પોઇન્ટના ગેઇન સાથે સરવૈયું સરભર કર્યું છે.

સ્મોલકેપ અને મિડકેપ્સમાં પણ જોવા મળી નેગેટિવ ચાલ

સ્મોલકેપ ઇન્ડેક્સે 1259 પોઇન્ટના ઘટાડા સાથે 26957 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. તો મિડકેપ ઇન્ડેક્સે 42 પોઇન્ટના ઘટાડા સાથે 24066 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. પરંતુ માત્ર ઇન્ડેક્સ જોઇને અનુમાન બાંધતાં સામાન્ય રોકાણકારો સામે લાલબત્તી ધરવાની કે, માર્કેટમાં વર્ષ દરમિયાન ઇન્ડેક્સ નહિં, બલ્કે સ્ટોક સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન એપ્રોચ વિશેષ જોવા મળ્યો હતો.

સેન્સેક્સે 424 પોઇન્ટના સુધારા સાથે મોમેન્ટમ જાળવવા કરેલી કોશિશ

INDEX31 MARCH-2231 MARCH-23DIFF. +/-
SENSEX5856858992+424
MIDCAP2410824066-42
SMALLCAP2821626957-1259

ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી સેક્ટરમાં રહી જમાવટ

વર્ષાન્તે 4200 પોઇન્ટના સુધારા સાથે ઓટો ઇન્ડેક્સે 28247 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. તો બેન્કેક્સમાં પણ છેલ્લા બે માસની પીછહટને બાદ કરતાં વર્ષ દરમિયાન સતત સુધારાની ચાલ રહી હતી. જેમાં વર્ષાન્તે બેન્કેક્સે 4278 પોઇન્ટનો આકર્ષક સુધારો નોઁધાવ્યો હતો. તેજ રીતે કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સે પણ 6864 પોઇન્ટનો સ્માર્ટ સુધારાની ચાલ નોંધાવીને આકર્ષક પ્રદર્શન કર્યું છે.

સુધારા તરફી રહેલાં સેક્ટોરલ્સ એટ એ ગ્લાન્સ

INDEX31 MARCH-2231 MARCH-23DIFF. +/-
AUTO2405028247+4197
BANKEX4175446032+4278
CG2750634370+6864
FMCG1333516487+3152
FINANCE79678424+457
PSU86079497+890

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને મેટલ, ઓઇલ સેક્ટર્સમાં જોવા મળી મંદી

કોવિડ-19 પછી પ્રજાની હેલ્થ સુધરવા સામે હેલ્થકેર શેર્સની હેલ્થ સતત કથળી રહી છે. તેના પ્રતિબિંબરૂપે હેલ્થકેર ઇન્ડેક્સ 2421 પોઇન્ટ ઘટવા સાથે સંખ્યાબંધ હેલ્થકેર કંપનીઓના શેર્સમાં સતત ઘટાડાની ચાલ રહી હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ – 4643 પોઇન્ટ્સ અને એનર્જી -653 પોઇન્ટ્સ તો મેટલ ઇન્ડેક્સ માઇનસ 3182 પોઇન્ટ, ઓઇલ ઇન્ડેક્સ 1358 પોઇન્ટ ડાઉન અને ટેકોનોલોજી ઇન્ડેક્સ 3270 પોઇન્ટ ઘટ્યા હતા. પરંતુ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું આઇટી ઇન્ડેક્સનું જે 7924 પોઇન્ટ તૂટ્યો હતો.

ઘટાડા તરફી રહેલા સેક્ટોરલ્સ એટ એ ગ્લાન્સ

ઘટાડા તરફી રહેલા સેક્ટોરલ્સ એટ એ ગ્લાન્સ

INDEX31 MARCH-2231 MARCH-23DIFF. +/-
CD4227237629-4643
ENERGY81027449-653
HC2430421883-2421
IT3640328479-7924
METAL2236819186-3182
OIL1874117383-1358
POWER40443606-438
REALTY36823101-581
TECK1624812978-3270
TELECOM18391501-338

છેલ્લા 10 કેલેન્ડર વર્ષમાંથી સળંગ 8 કેલેન્ડર વર્ષ દરમિયાન સેન્સેક્સમાં સુધારાની ચાલ

2014માં ભાજપની મોદી સરકાર રચાયા બાદ ભારતીય શેરબજારોનું પ્રતિનિધિત્વ કરતાં સેન્સેક્સ- નિફ્ટીમાં સતત સુધારાની ચાલ જોવા મળી છે. અપવાદરૂપ 2015માં ઘટાડાને બાદ કરતાં તમામ કેલેન્ડર વર્ષાન્તે સેન્સેક્સે સુધારા સાથે બંધ આપ્યું છે. આ વર્ષે નાણાકીય વર્ષાન્ત એટલેકે એપ્રિલ-22થી માર્ચ-23 દરમિયાન સુધારાની ચાલ નોંધાવી છે. પરંતુ જોવાનું એ રહેશે કે, જાન્યુઆરી-23ની શરૂઆતમાં 60871 પોઇન્ટની સપાટીએ ખુલેલો અને તા. 31 માર્ચના રોજ 58991.52 પોઇન્ટની સપાટીએ બંધ રહેલો સેન્સેક્સ ડિસેમ્બર-23નાં અંતે ફરી બાઉન્સબેક થાય છે કે, 2015નું પુનરાવર્તન કરે છે તે તો આવનારો સમય જ કહેશે.

YearOpenHighLowClose
201421,222.1928,822.3719,963.1227,499.42
201527,485.7730,024.7424,833.5426,117.54
201626,101.5029,077.2822,494.6126,626.46
201726,711.1534,137.9726,447.0634,056.83
201834,059.9938,989.6532,483.8436,068.33
201936,161.8041,809.9635,287.1641,253.74
202041,349.3647,896.9725,638.9047,751.33
202147,785.2862,245.4346,160.4658,253.82
202258,310.0963,583.0750,921.2260,840.74
202360,871.2461,682.2557,084.9158,991.52