બેંક ઓફ બરોડાએ GIFT સિટીમાંથી કોર્પોરેટ માટે INR થાપણો સામે વિદેશી ચલણ લોન શરૂ કરી
ગિફ્ટ સિટીમાં આ સુવિધા આપનાર પ્રથમ બેંક
ગાંધીનગર: બેંક ઓફ બરોડાએ GIFT સિટીમાં ભારતીય કંપનીઓની INR થાપણો સામે વિદેશી ચલણ લોન આપવાની પહેલ કરી છે. તેમજ વિદેશી પેટાકંપનીઓ/સંયુક્ત સાહસો માટે પણ આ પ્રકારની સુવિધા GIFT સિટીમાં આપનારી બેંક ઓફ બરોડા પ્રથમ બેંક છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં બેન્કના ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) બેન્કિંગ યુનિટે તાજેતરમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે.
નવી લોન યોજના હેઠળ, બેંક ઓફ બરોડાની GIFT સિટી શાખા ભારતીય કોર્પોરેટ્સની ઓવરસીઝ પેટાકંપનીઓ/જોઈન્ટ વેન્ચર્સને તેમની INR થાપણો સામે નાણાકીય સહાય પૂરી પાડે છે, ભારતીય કંપનીઓને તેમની આંતરરાષ્ટ્રીય કામગીરી માટે તેમની રોકડ પ્રવાહની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે. બેંક પહેલેથી જ NRE/FCNR થાપણો સામે લોન અને IBU ખાતે થાપણો સામે લોન ઓફર કરે છે. 24મી નવેમ્બર, 2017ના રોજ સ્થપાયેલ, બેંક ઓફ બરોડા, ભારતમાં નવા વિકસિત ઓફશોર બેંકિંગ ડિસ્ટ્રિક્ટ અને ઉભરતા વૈશ્વિક સર્વિસ હબ, GIFT સિટીમાં કામગીરી શરૂ કરનાર પ્રારંભિક પ્રવેશકર્તાઓમાંની એક હતી.
બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર શ્રી અનુજ ભાર્ગવે જણાવ્યું હતું કે, “બેંક ઓફ બરોડા તેની GIFT સિટી શાખાને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બિઝનેસ યુનિટ તરીકે ઓળખે છે. 17 દેશોમાં કામગીરી સાથે, અમે અમારા ગ્રાહકોની વિદેશી બેંકિંગ જરૂરિયાતોને પૂર્ણ કરીને ભારતની આંતરરાષ્ટ્રીય બેંક હોવાનો ગર્વ અનુભવીએ છીએ.