નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ જો હવે લોનની સંપૂર્ણ ભરપાઈ કર્યા બાદ મોર્ગેજ દસ્તાવેજો પરત કરવામાં બેન્કો વિલંબ કરશે, તો બેન્કે રોજિંદા રૂ. 5 હજાર ચૂકવવા પડશે. આરબીઆઈએ લોન લેનારાઓની પર્સનલ લોન સેટલ કર્યાના 30 દિવસની અંદર પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવા આદેશ આપ્યો છે.

પર્સનલ લોનની ચૂકવણી કર્યા પછી તેમની મિલકતના દસ્તાવેજો પરત મેળવતી વખતે કેટલીક બેંકો અને ધિરાણ આપતી કંપનીઓ દ્વારા થતી હેરાનગતિ અંગે ઉધાર લેનારાઓના પ્રતિસાદને આધારે, ભારતીય રિઝર્વ બેંકે પગલું ભર્યું છે.

સેન્ટ્રલ બેંકે 13 સપ્ટેમ્બરના રોજ બેંકોને એક નિર્દેશ જારી કર્યો હતો, જેમાં તેમને સંપૂર્ણ ચુકવણી અને પર્સનલ લોન એકાઉન્ટ બંધ થવા પર તમામ જંગમ અથવા સ્થાવર મિલકતના દસ્તાવેજો જાહેર કરવા જણાવ્યું હતું. નવો નિર્ણય 1 ડિસેમ્બર-23થી અમલી બનશે. અને જો બેન્કો દસ્તાવેજો પરત કરવામાં વિલંબ કરશે તો તેણે લોનધારકોને રોજિંદા રૂ. 5 હજાર ચૂકવવા પડશે.

રોકાણ સલાહકાર અને સ્ટેબલઇન્વેસ્ટરના સ્થાપક દેવ આશિષે જણાવ્યું હતું કે, “લોન પછીના પતાવટ પછી પ્રોપર્ટીના દસ્તાવેજો ઝડપથી બહાર પાડવા પર ભાર મૂકતી આરબીઆઈની માર્ગદર્શિકા વાસ્તવિક ઉધાર લેનારાઓના હિતોનું રક્ષણ કરવામાં મદદ કરશે.” તેમણે કહ્યું કે ઋણધારકો સમયસર લોનની ચુકવણી કરે છે પરંતુ લોન-બંધ થયા પછીના તબક્કામાં ધિરાણકર્તાઓ તરફથી ગેરવાજબી વિલંબનો સામનો કરવો પડે છે.

  • લોનધારકને પોતાના મોર્ગેજ દસ્તાવેજો બેન્કિંગ આઉટલેટ/બ્રાન્ચ કે જ્યાં લોન એકાઉન્ટ સર્વિસ આપવામાં આવી હોય અથવા આરઇની અન્ય ઑફિસમાંથી એકત્રિત કરવાનો વિકલ્પ મળશે.
  • અસરકારક તારીખે અથવા તે પછી જારી કરાયેલા લોન મંજૂરી પત્રોમાં મૂળ જંગમ/અચલ મિલકતના દસ્તાવેજો પરત કરવાની સમયરેખા અને સ્થળનો ઉલ્લેખ કરવામાં આવશે.
  • RBIનો નિર્દેશ તમામ કોમર્શિયલ બેન્કોને લાગુ પડે છે જેમાં નાની ફાઇનાન્સ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, તમામ પ્રાથમિક (શહેરી) સહકારી બેન્કો, તમામ રાજ્ય સહકારી બેન્કો અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેન્કો, તમામ NBFCને લાગૂ થશે.

“ લોન ક્લોઝર એ એક ક્ષેત્ર છે જેના પર મોટાભાગના લોન લેનારાઓ વધુ ધ્યાન આપવાનું ચૂકી જાય છે. RBI તરફથી આ સૂચના ધ્યાન દોરી રહી છે, અને ધિરાણકર્તાઓને નિર્ધારિત સમયની અંદર તમામ દસ્તાવેજો પૂરા પાડવા માટે દબાણ કરે છે,” – પારિજાત ગર્ગ, ડિજિટલ લોન એડવાઈઝર