મુંબઈ, 13 સપ્ટેમ્બર: ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સે નવી પ્રોડક્ટ ભારતી અક્સા લાઇફ ઇન્કમ  લાભ રજૂ કરી છે. આ પ્લાનમાં ગ્રાહકને તેણે પસંદ કરેલી પોલિસીની મુદતને આધારે 10-12 વર્ષ માટે નિશ્ચિત આવકનો નિયમિત પ્રવાહ ચાલુ રહે છે. પ્રારંભિક આવક ચૂકવણી વાર્ષિક પ્રિમીયમનાં 100 ટકા હોય છે, 10 વર્ષની પોલિસી મુદત હોય તો પાંચ વર્ષ બાદ તે વધીને 150 ટકા થાય છે અને 12 વર્ષની ટર્મ હોય તો આવક છ વર્ષ બાદ 200 ટકા વધી જાય છે. આ ઉપરાંત, નોમિનીનાં પોલિસીધારકને ઇનકમ પિરિયડનાં છેલ્લાં  વર્ષમાં ગેરન્ટેડ ઉચ્ચક રકમ મળશે, જેનાંથી તેમને જીવનનાં મહત્વનાં લક્ષ્યો હાંસલ કરવામાં મદદ મળશે. ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ પરાગ રાજાએ જણાવ્યું હતું કે, વીમાને સરળ અને તમામ માટે સુગમ કરવાની અમારી પ્રતિબધ્ધતા સાથે અમે સરળ અને અનોખી પ્રોડક્ટ્સ ડિઝાઇન કરી રહ્યા છીએ, જે ગ્રાહકની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડશે.