આઇપીઓ ખૂલશે3 જુલાઇ
આઇપીઓ બંધ થશે5 જુલાઇ
પ્રાઇસબેન્ડરૂ.243-256
લોટ સાઇઝ58 શેર્સ
ઇશ્યૂ સાઇઝ29,101,562શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.745 કરોડ
લિસ્ટિંગએનએસઇ, બીએસઇ

અમદાવાદ, 1 જુલાઇઃ બંસલ વાયર શેરદીઠ રૂ. 5ની ફેસ વેલ્યૂ અને રૂ. 243-256ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 29101562 શેર્સના આઇપીઓ સાથે તા. 3 જુલાઇના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 5 જુલાઇના રોજ બંધ થશે. લોટ સાઇઝ 58 શેર્સની રહેશે. કંપની કુલ રૂ. 745 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે.રિટેલ રોકાણકારોએ અરજી સમયે રૂ. 14848 રહેશે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

લીડ મેનેજર્સઃ એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ, ડેમ કેપિટલ એડવાઇઝર્સ

કંપનીની કામગીરી અને ઇતિહાસ

ડિસેમ્બર 1985માં સ્થપાયેલી બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ સ્ટેનલેસ સ્ટીલ વાયર ઉત્પાદન કંપની છે. કંપની ત્રણ મુખ્ય સેગમેન્ટમાં કામ કરે છે: હાઇ કાર્બન સ્ટીલ વાયર, લો કાર્બન સ્ટીલ વાયર અને સ્ટેનલેસ સ્ટીલ વાયર. કંપની 3,000 થી વધુ વિવિધ પ્રકારના સ્ટીલ વાયર ઉત્પાદનો બનાવે છે. કંપની પાસે વિવિધ ઉદ્યોગોમાં 5,000 થી વધુ ગ્રાહકો છે, જે કંપનીના વિકાસમાં મદદ કરે છે. જોખમ ઘટાડવા માટે, કંપની એક જ ગ્રાહક અથવા એક પ્રકારના ગ્રાહક પર વધુ આધાર રાખતી નથી. કંપની કિંમત નિર્ધારણ મોડેલનો પણ ઉપયોગ કરે છે જે તેમને સામગ્રી ખર્ચમાં ફેરફાર સાથે વ્યવહાર કરવામાં મદદ કરે છે. કંપની સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે અને 50 થી વધુ દેશોમાં ઉત્પાદનોની નિકાસ કરે છે. તેમાં બાંગ્લાદેશ, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇટાલી, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિયેતનામને આવરી લેતા 14 વૈશ્વિક પ્રતિનિધિઓ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં અમારું નિકાસ ટર્નઓવર 47.15% ના CAGRથી વધ્યું છે.

કંપનીના મોહન નગર, ગાઝિયાબાદ, લોની ઈન્ડસ્ટ્રીયલ એરિયા, ગાઝિયાબાદ અને બહાદુરગઢ, ઝજ્જર, હરિયાણામાં ચાર ઉત્પાદન એકમો છે. ચારમાંથી બે એકમો લોની ઈન્ડસ્ટ્રીયલ એરિયા, ગાઝિયાબાદમાં આવેલા છે. 2021થી, કંપનીએ ભારતના તમામ પ્રદેશોને આવરી લેવા અને વિવિધ ક્ષેત્રોમાં 5,000+ ગ્રાહકોને સેવા આપવા માટે 50 થી વધુ અનુભવી વ્યાવસાયિકોની સેલ્સ ટીમની સ્થાપના કરી છે.

ઇશ્યૂના હેતુઓઃ કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો ઉપયોગ આ પ્રમાણે કરવા ધારે છેઃ (1) અમારી કંપની દ્વારા લેવાયેલા અંદાજિત રૂ. 4,526.83 મિલિયનના કેટલાક ઉછીના નાણાંની પૂર્વચૂકવણી કે પુનઃચૂકવણી માટે (2) રૂ. 937.08 મિલિયન જેટલા તેના બાકીના દેવા પૈકીની તમામ અથવા આંશિક પુનઃચૂકવણી કે પૂર્વચૂકવણી માટે અમારી પેટાકંપનીમાં રોકાણ (3) અમારી કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને રૂ. 600 મિલિયન જેટલું ફંડ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાન દરખાસ્ત ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)