BASF ઇન્ડિયાનો Q4 ચોખ્ખો નફો 96% વધી રૂ. 161.5 કરોડ, ડિવિડન્ડ રૂ.15
અમદાવાદ, 14 મેઃ BASF ઈન્ડિયા લિમિટેડે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 96 ટકા વધી રૂ. 161.5 કરોડ (YoY) નોંધાવ્યો હતો. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં, BASF ઇન્ડિયાએ રૂ. 82.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કોન્સોલિડેટેડ ધોરણે, નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 140 કરોડથી QoQ 15 ટકા વધ્યો છે. કામગીરીમાંથી કંપનીની આવક અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 3,249.9 કરોડની સામે 2.4 ટકા વધીને રૂ. 3,328.1 કરોડ થઈ છે. ઓપરેટિંગ સ્તરે, EBITDA આ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 88 ટકા વધીને રૂ. 245 કરોડ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 130 કરોડ હતો. રિપોર્ટિંગ ક્વાર્ટરમાં EBITDA માર્જિન 7.31 ટકા હતું.
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વર્ષ માટે ઇક્વિટી શેર પર 150 ટકા (રૂ. 15) ના અંતિમ ડિવિડન્ડની ચૂકવણીની ભલામણ કરી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)