અમદાવાદ, 5 ઓક્ટોબરઃ BCL ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બુધવારે તેની બેઠક બાદ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ જાહેર કરતાં આજે શેરમાં તેજી જોવા મળી છે. કંપનીના બોર્ડે 27મી ઑક્ટોબર 2023ના રોજ સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. સ્મોલ-કેપ કંપનીએ કંપની રૂ. 10ની ફેસવેલ્યૂ ધરાવતા 1 શેરનું 1 રૂપિયામાં વિભાજિત કરશે.

બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો શેર બીએસઈ ખાતે આજે અંતે 6.15 ટકા ઉછાળા સાથે રૂ. 525.40 પર બંધ રહ્યો હતો. જેનો વાર્ષિક ટોચ રૂ. 588 અને બોટમ 276.15 છે.

સવારના ટ્રેડિંગ સેશન દરમિયાન BCL ઇન્ડસ્ટ્રીઝના શેરમાં મજબૂત ખરીદીનો રસ જોવા મળ્યો હતો. આજે શેરબજારની શરૂઆતની થોડી જ ક્ષણોમાં ઈન્ટ્રા ડે 529.50ની ટોચે પહોંચ્યો હતો.

બીસીએલ ઇન્ડસ્ટ્રીઝે બુધવારે ભારતીય શેરબજાર એક્સચેન્જોને સ્ટોક સ્પ્લિટ રેકોર્ડ ડેટ વિશે માહિતી આપી હતી કે, “સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2015ના રેગ્યુલેશન 42 અનુસાર, આજે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નજીવી/ફેસ મૂલ્ય ધરાવતા દરેક 1 (એક) ઇક્વિટી શેરનું 27 ઓક્ટોબર, 2023ના રોજ “રેકોર્ડ તારીખ”પર વિભાજન કરવાનો જરૂરી ઠરાવ પસાર કર્યો છે.”

બીસીએલ ઇન્ડસ્ટ્રીઝ શેર ભાવ

સ્મોલ-કેપ સ્ટોક એ 2023માં મલ્ટીબેગર શેરોની યાદીમાં સામેલ થયો છે. છેલ્લા એક વર્ષમાં બીસીએલ ઈન્ડસ્ટ્રીઝનો શેર ₹324થી વધી ₹517ના સ્તરે પહોંચ્યો છે, જે લગભગ 60 ટકા વધ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ સ્ટોક 325 ટકા ઉછળ્યો છે, જેનો અર્થ એ છે કે તે ભારતીય શેરબજારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મલ્ટિબેગર શેરોમાં સામેલ છે.