Bearish scenario in stock market

અમદાવાદ: સપ્ટેમ્બરની 60676 પોઇન્ટની ટોચેથી ગબડી રહેલાં બીએસઇ સેન્સેક્સે છેલ્લા સાત ટ્રેડિંગ દિવસ દરમિયાન 3638 પોઇન્ટ (સોમવારે બપોરે 1 કલાક સુધીમાં) ગુમાવ્યા છે. ખાસ કરીને છેલ્લા ચાર દિવસમાં તેજીએ કરેલાં શિર્ષાસનના કારણે સેન્સેક્સ 2682 પોઇન્ટ અને રોકાણકારોની મૂડી રૂ. 7 લાખ કરોડનું વજન ગુમાવી ચૂક્યાછે. તેના કારણે મોટાભાગના બજાર નિષ્ણાતો, ટેકનિકલ ડોક્ટર્સ અને એનાલિસિસ કરનારાં એન્જિનિયર્સ માથા ખંજવાળી રહ્યા છે કે, શિર્ષાસન કેટલું લાંબુ ચાલશે. વૈશ્વિક સ્તરે મેક્રો-ઇકોનોમિક પરિસ્થિતિ અનુકુળ ન હોવાને કારણે સોમવારે સ્થાનિક શેરબજારો સતત ચોથા સત્રમાં ઘટ્યા હતા. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 900 પોઈન્ટ સુધી ગબડી ગયો હતો, જ્યારે નિફ્ટી 17,000ની આસપાસ પહોંચ્યો હતો. માર્કેટમાં નોંધાયેલા મોટા કડાકા સાથે રોકાણકારોની મૂડી રૂ. 7 લાખ કરોડ ઘટી હતી. 900 પોઈન્ટના બ્રેકડાઉન પછી BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપ ઘટી રૂ. 269.86 લાખ કરોડ થઈ હતી. 12.25 વાગ્યે સેન્સેક્સ ઘટ્યા મથાળે 200 પોઈન્ટ સુધર્યો હતો. પરિણામે માર્કેટ કેપ રૂ. 270.98 લાખ કરોડ થઈ હતી.

કરેક્શન માટેના મુખ્ય ચાર પરિબળો

1.    ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં 125 બેઝિસ પોઈન્ટના વધારાન ભીતિ: યુએસ ફેડ રિઝર્વે સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કરી વર્તમાન માર્કેટમાં રાહત તો આપી પરંતુ સાથે સાથે ડિસેમ્બર સુધીની બે પોલિસી બેઠકોમાં વ્યાજદરમાં 125 બેસિસ પોઈન્ટ્સ સુધીના વધારાની જાહેરાત કરતાં માર્કેટમાં ભયનો માહોલ સર્જાયો છે. જેનાથી રૂપિયો, સોના-ચાંદી, અને શેરબજારને નુકસાન થવાની ભીતિ છે. એટલું જ નહિં મોટાભાગની સેન્ટ્રલ બેન્ક્સ વ્યાજદરમાં વધારો કરી રહી છે. તા. 30 સપ્ટેમ્બરે મળી રહેલી આરબીઆઇની બેઠક બાદ સ્થાનિકમાં પણ વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો તોળાઇ રહ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

2.   ડૉલર ઇન્ડેક્સ: યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં તીવ્ર વધારાની આગાહીને કારણે યુએસમાં મંદીની આશંકા મજબૂત બની છે. આ સમાચારની સાથે જ સુરક્ષિત સ્થાન ગણાતા યુએસ ડૉલરમાં મજબૂતી આવી છે અને ડૉલર ઇન્ડેક્સ બે દાયકાની ટોચે 114ના સ્તરે પહોંચ્યો છે. જેના કારણે અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે અને 81.55 ના સ્તર પર આવી ગયો છે. ઘટતા રૂપિયાએ ભારતીય બજાર વિદેશી રોકાણકારો માટે ઓછું આકર્ષક બનાવ્યું છે.

3.   બોન્ડ યીલ્ડઃ યુએસ બોન્ડ યીલ્ડમાં તેજીના પગલે ડોમેસ્ટિક બોન્ડ યીલ્ડમાં મજબૂત વધારો જોવા મળ્યો છે અને 2-વર્ષની બોન્ડ યીલ્ડ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે.

4.   વૈશ્વિક બજાર: ગયા શુક્રવારે, ડાઉ જોન્સ નવેમ્બર 2020ના સૌથી નીચા સ્તરે બંધ થયો. છેલ્લા સપ્તાહ દરમિયાન ડાઉમાં ચાર ટકા, S&P 500માં 4.6 ટકા અને Nasdaqમાં 5.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે એશિયન માર્કેટમાં પણ બ્રેકડાઉન જોવા મળ્યું હતું. તેનો ઓછાયો ભારતીય શેરબજારો ઉપર પણ જોવા મળ્યો હતો.

ટોપ ગેઇનર્સ ઓન બીએસઇ

SecurityLTP ()Change% Ch.
INGERRAND2,070.00+44.85+2.21
ASIANPAINT3,467.75+74.00+2.18
JBCHEPHARM1,915.00+63.50+3.43
IPCALAB896.30+22.45+2.57
HESTERBIO2,147.00+180.50+9.18

(બપોરે 13.16 કલાકની સ્થિતિ, સ્રોતઃ બીએસઇ)

ટોપ લૂઝર્સ ઓન બીએસઇ)

SecurityLTP ()Change% Change
MOREPENLAB28.80-2.55-8.13
THERMAX2,212.50-184.60-7.70
GESHIP486.85-37.45-7.14
TATACHEM1,060.90-73.30-6.46
STLTECH160.50-12.10-7.01

(બપોરે 13.16 કલાકની સ્થિતિ, સ્રોતઃ બીએસઇ)