અમદાવાદ, 1 જાન્યુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન યોજાયેલા 98 ટકા આઈપીઓમાં રોકાણકારોને પોઝિટીવ રિટર્ન પ્રાપ્ત થયું છે. જેમાં સૌથી વધુ કમાણી ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)માં થઈ છે. જ્યારે HMA Agro Industriesના આઈપીઓએ નેગેટીવ લિસ્ટિંગથી માંડી વર્ષના અંત સુધી 85.64 ટકા નુકસાન કરાવ્યું છે.

 ઉલ્લેખનીય છે કે, 2023માં કુલ 60 આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે, જેમાંથી માત્ર 5 આઈપીઓમાં જ રોકાણકારોને નુકસાન થયું છે. તે સિવાયના 55 આઈપીઓએ પોઝિટીવ રિટર્ન આપી રોકાણકારોનો ઉત્સાહ જાળવ્યો છે.

2023: ટોચના શ્રેષ્ઠ આઈપીઓ

આઈપીઓઈશ્યૂ પ્રાઈસલિસ્ટિંગ ગેઈનબંધરિટર્ન
IREDA3287.47%102.7220.94%
Cyient DLM26558.77%675.05154.74%
Netweb Technologies50082.1%1187.3137.46%
Tata Technologies500162.85%1180.45136.09%
Signatureglobal38519.06%877.1127.82%
Vishnu Prakash R Punglia9947.4%215.9118.08%
Utkarsh SFB2591.76%53.87115.48%
EMS Limited21132.58%424.65101.26%

રિટર્ન આપવામાં નિષ્ફળ આઈપીઓ

આઈપીઓIPછેલ્લો બંધનુકસાન
HMA Agro5858485.64%
Muthoot Microfin291251.213.68%
Suraj Estate360330.68.17%
Radiant Cash9489.025.3%
Fedbank Financial140136.32.64%

50 હજાર કરોડના 57 આઈપીઓ યોજાયા

ગત કેલેન્ડર વર્ષમાં 49434.15 કરોડના 57 આઈપીઓ યોજાયા હતા. જે અગાઉના વર્ષની સંખ્યાની તુલનાએ વધુ અને ફંડિંગની તુલનાએ ઓછા છે. 2022માં 40 આઈપીઓએ 59301.71 કરોડનું ફંડ આઈપીઓ હેઠળ એકત્ર કર્યું હતું. 2022માં પણ મોટાભાગના આઈપીઓએ પોઝિટીવ લિસ્ટિંગ સાથે આકર્ષક રિટર્ન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોના બાદથી યોજાયેલા 70 ટકા આઈપીઓમાં રોકાણકારોને મબલક કમાણી થઈ છે.

શોર્ટ ટર્મ કમાણી માટે આઈપીઓમાં રોકાણ કરી શકાય

કલ્યાણ માયાભાઈ બ્રોકર્સના હરેન શેઠના જણાવ્યા અનુસાર, છેલ્લા મોટાભાગના આઈપીઓમાં લિસ્ટિંગ સમયે જ આકર્ષક 50 ટકાથી વધુ રિટર્ન પ્રાપ્ત થયું છે. જે રોકાણકારોને શોર્ટ ટર્મમાં મબલક કમાણી કરાવી આપે છે. મજબૂત ફંડામેન્ટલ્સ અને ફેન્સીના આધારે આઈપીઓમાં રોકાણ કરી ટૂંકાગાળામાં ઓછામાં ઓછું 10 ટકા રિટર્ન મેળવી શકે છે. જેમાં પણ સેબીએ આઈપીઓ લોન્ચ થયાના 3 દિવસમાં લિસ્ટિંગ કરાવવાનો નિર્દેશનો લાભ પણ મળી રહ્યો છે.

નવ આઈપીઓને સેબીએ મંજૂરી આપી

માર્કેટ રેગ્યુલેટર સેબીએ વધુ નવ આઈપીઓને મંજૂરી આપી છે. જેમાં એક્મે ફિનટ્રેડ, આર્કેડ ડેવલપર્સ, કેપિટલ સ્મોલ ફઆઈન્નસ બેન્ક, ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ, કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ડી ડેવલપમેન્ટ એન્જિનિયર્સ, વિભોર સ્ટીલ, એક્સિકોમ ટેલે-સિસ્ટમ્સ, પોલિમટેક્ ઈલેક્ટોનિક્સ, એસઆરએમ કોન્ટ્રાક્ટર્સ સામેલ છે. અંદાજિત 18 આઈપીઓ સેબીની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.