અમદાવાદ, 1 જાન્યુઆરીઃ વોડાફોન આઈડિયાનો શેર આજે વધુ 15 ટકા ઉછાળા સાથે 52 વીકની ટોચે 18.42 પહોંચ્યો હતો. અગાઉ ગત શુક્રવારે વોડાફોન આઈડિયાનો શેર 20 ટકા ઉછળ્યો હતો. એકંદરે છેલ્લા છ માસમાં વોડાફોન આઈડિયાનો શેર 114 ટકા વધ્યો છે. 11.50 વાગ્યે બીએસઈ ખાતે વોડાફોન આઈડિયાનો શેર 8.11 ટકા ઉછાળે 17.32 પર કારોબાર થઈ રહ્યો હતો.

વોડાફોન આઈડિયાનું ટ્રેડિંગ વોલ્યુમ આજે 1 જાન્યુઆરીએ તેના એક સપ્તાહની સરેરાશ 69 કરોડ શેર અને માસિક સરેરાશ 42 કરોડ શેરની સરખામણીએ વધીને 76 કરોડ શેર થયું હતું. અગાઉના સત્રમાં ટ્રેડિંગ વોલ્યુમ 199 કરોડ શેર હતું.

રોકડની કટોકટીનો સામનો કરતી વોડાઆઈડિયાના પ્રમોટર્સ દ્વારા કંપનીમાં ઈક્વિટી ફાળવણી કરવાના

અહેવાલોના પગલે શેરમાં વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બરમાં વોડાફોન આઈડિયાએ 7.5 લાખ મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સ ગુમાવ્યા હતા. જો કે, કંપની પોતાના દેવામાં ઘટાડો કરવા સતત પ્રયત્ન કરી રહી છે. ટેલિકોમ ઓપરેટરે આ વર્ષે સપ્ટેમ્બરમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT)ને ₹1,701 કરોડની ચુકવણી કરી હતી. મેનેજમેન્ટ 5G રોલઆઉટ માટે વિક્રેતાઓ સાથે પણ વાતચીત કરી રહ્યું છે.

વાયરલેસ માર્કેટ રિપેર (ટેરિફમાં વધારો), IUC શાસનમાં ફેરફાર, SUC ચાર્જીસ, ઓપરેટિંગ લીવરેજ લાભો અને સૌથી અગત્યનું, Ind AS 116 અમલીકરણ દ્વારા સંચાલિત, FY2019-23માં ભારતીય ટેલિકોસના અહેવાલ EBITDA માર્જિનમાં તીવ્ર વધારો થયો છે.

Vodafone Idea Stock 2023માં 7.91ના સ્તરે ખૂલ્યા બાદ બમણાથી વધુ ઉછાળા સાથે 16.02ના લેવલે બંધ રહ્યો હતો.