રૂ. 0.20 (10%) બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યુંપ્રમોટર ગ્રુપના સભ્યો ડિવિડન્ડ અધિકારો જતા કરે છે

સુરત, 24 જાન્યુઆરીઃ  એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકોમાં સ્થાન ધરાવતી બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 8.6 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 14%) નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 7.70 કરોડના ચોખ્ખા નફા (ચોખ્ખા નફાનું માર્જિન 15.5%) કરતાં વાર્ષિક ધોરણે 11.7%નો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથીઆવકરૂ. 61.5 કરોડ નોંધાઈ હતી જે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 49.5 કરોડની કુલ આવકો કરતાં વાર્ષિક ધોરણે 24.2% વધુ હતી. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 16.2 કરોડ (એબિટા માર્જિન 26.34%) રહી હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 13.3 કરોડ (એબિટા માર્જિન 26.87%) કરતાં વધુ હતી. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ઇપીએસ શેરદીઠ રૂ. 1.22 રહી હતી જે વાર્ષિક ધોરણે 12% વધુ હતી.

કંપનીએ નાણાંકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ રૂ. 2ની ફેસ વેલ્યુ પર 10% એટલે કે રૂ. 0.20 પ્રતિ શેરનું બીજું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. ડિવિડન્ડ માટે ઇક્વિટી શેરધારકોની લાયક ઠેરવવાની રેકોર્ડ તારીખ પહેલી ફેબ્રુઆરી, 2024 છે. મોટા ભાગના પ્રમોટર જૂથ અને તેની સંસ્થાઓ (પ્રમોટર જૂથ દ્વારા કુલ 72.27%માંથી 60.03% ઇક્વિટી શેર ધરાવતા)એ તેમના ડિવિડન્ડ હકો જતા કરવાનું ચાલુ રાખ્યું છે અને ચાલુ વિસ્તરણ યોજનાઓને ધ્યાનમાં રાખીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને તેમના નિર્ણયની જાણ કરી છે. અગાઉ પણ તેમણે નાણાંકીય વર્ષ 2022-23 માટે જાહેર કરાયેલા અંતિમ ડિવિડન્ડ તેમજ નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ વચગાળાના ડિવિડન્ડ હકો જતા કર્યા હતા.

વર્ષ 2024માં 20-25%ના તંદુરસ્ત એબિટા માર્જિન સાથે 20-25% વેચાણ વૃદ્ધિ હાંસલ કરવાની અપેક્ષા

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે, “કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાનું ચાલુ રાખ્યું છે અને મજબૂત ઓપરેશનલ તથા નાણાંકીય કામગીરી દર્શાવી છે, જેના પગલે નોંધપાત્ર આવક અને નફો નોંધાયો છે. મહારાષ્ટ્રના વાડામાં વિસ્તરણમાં પ્રગતિ અને એસસીજી ગ્રુપ સાથે સંયુક્ત સાહસ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વ્યૂહાત્મક પહેલ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને નવીન પ્રોડક્ટ્સ માટેના વિઝન સાથે, કંપની ટૂંકાથી મધ્યમ ગાળામાં હિસ્સેદારો માટે સતત વૃદ્ધિ અને મૂલ્ય સર્જનની અપેક્ષા રાખે છે. કંપની નાણાંકીય વર્ષ 2024માં 20-25%ના તંદુરસ્ત એબિટા માર્જિન સાથે 20-25% વેચાણ વૃદ્ધિ હાંસલ કરવાની અપેક્ષા રાખે છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)