સુરત, 29 ઓગસ્ટ: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મોટા ભાગના પ્રમોટર ગ્રૂપ અને તેની એન્ટિટીઓએ કંપનીની ચાલુ વિસ્તરણ યોજનાઓને ધ્યાનમાં રાખીને નાણાંકીય વર્ષ 2022-23 માટે જાહેર કરાયેલા તેમના ડિવિડન્ડ અધિકારને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. બાકીના શેરધારકોને વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં શેરધારકોની મંજૂરીને આધીન ડિવિડન્ડ મળશે. પ્રમોટર ગ્રૂપના કુલ 72.27%માંથી કંપનીના 60.03% ઇક્વિટી શેરનો સમાવેશ કરતી પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઓએ તેમના નિર્ણયની જાણ કરી હતી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાંકીય વર્ષ 2022-24 માટે રૂ.2ના દરેક ઇક્વિટી શેર દીઠ 20%ના દરે રૂ. 0.40/-ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી હતી. કંપનીની વાર્ષિક સામાન્ય સભા 25 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાશે તેવું કંપનીના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું. નાણાંકીય વર્ષ 2022-23 માટે કંપનીએ રૂ. 30.14 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો, રૂ. 200.94 કરોડની કુલ આવક અને રૂ. 50.84 કરોડની એબિટા નોંધાવી છે.