અમદાવાદ, 15 માર્ચઃ ઈલેક્શન કમિશન દ્વારા જારી આંકડાઓ અનુસાર, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ઈલેક્ટોરલ બોન્ડ્સનો સૌથી વધુ લાભ મેળવ્યો છે. 12 એપ્રિલ-2019થી 24 જાન્યુઆરી-24 દરમિયાન કુલ રૂ. 6060.5 કરોડનું ફંડ એકત્ર કરનારી ટોચનો રાજકીય પક્ષ રહ્યો છે. તૃણમુલ કોંગ્રેસે આ સમયગાળામાં ઈલેક્ટોરલ બોન્ડ મારફત રૂ. 1609.50 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. જ્યારે કોંગ્રેસે રૂ. 1421.9 કરોડના ફંડ સાથે ત્રીજા સ્થાને રહી હતી.

આ કંપનીઓએ રાજકીય પક્ષોને મોટાપાયે ફંડ આપ્યું

ઈલેક્ટોરલ બોન્ડ મારફત રાજકીય પક્ષોને સૌથી વધુ ફંડ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસિઝ પીઆર કંપનીએ કર્યું છે. તેણે કુલ રૂ. 1368 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.એ રૂ. 966 કરોડની ખરીદી સાથે ટોચની બીજી ખરીદદાર રહી હતી. આ સિવાય ક્વિક સપ્લાય ચેઈન પ્રા.લિ., વેદાંતા, હલદિયા એનર્જી, ભારતી ગ્રુપ (ભારતી એરટેલ લિ., ભારતી ઈન્ફ્રાટેલ, ભારતી ટેલિમીડિયા, ભારતી એરટેલ કરંટ એસી જીસીઓ સહિત), એસ્સેલ માઈનિંગ એન્ડ ઈન્ડ.લિ., વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપની, કેવેન્ટર ફુડપાર્ક ઈન્ફ્રા, મદનલાલ લિ. ટોચની 10 ખરીદદાર રહી હતી.

ઈલેક્શન કમિશને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા મારફત ઈલેક્ટોરલ બોન્ડ હેઠળ ફંડિંગના આંકડાઓ પોતાની સત્તાવાર વેબસાઈટ પર પ્રકાશિત કર્યા છે. જો કે, આ આંકડાઓ દાનવીરો અને લાભાર્થીઓ વચ્ચે કોઈ સહસંબંધ હોવાનો પુરાવો આપી શક્યા નથી. સુપ્રિમ કોર્ટના નિર્દેશ બાદ ઈલેક્શન કમિશને એસબીઆઈ પાસેથી આ આંકડાઓ હાંસલ કર્યા છે. 15 ફેબ્રુઆરી, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષો માટે ફંડિંગ એકત્રિત કરવાનો મામલો બિન-બંધારણીય ગણાવતા એસબીઆઈને બોન્ડ ઈશ્યૂ બંધ કરવા સૂચન કર્યુ હતું. તેમજ તે અંગેનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.

લિસ્ટેડ કંપનીઓ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી

એપોલો ટાયર્સ, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, સિપ્લા લિ., ડીએલએફ કોમર્શિયલ, ડો. રેડ્ડીઝ, એડલવાઈસ, ફિનોલેક્સ કેબલ્સ, ફોર્સ મોટર્સ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, આઈનોક્સ એર પ્રોડક્ટ્સ, ઈન્ટરગ્લોબ રિયલ એસ્ટેટ, જેકે સિમેન્ટ, લક્ષ્મી મિત્તલ, મુથુટ ફાઈનાન્સ, કેવેન્ટર, પીવીઆર, રેડિકો ખૈતાન, સુલા વાઈનયાર્ડ્સ, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા અને વેલ્સપન એન્ટરપ્રાઈઝ…