અમદાવાદ, 15 માર્ચઃ પ્રોક્સી એડવાઇઝરી કંપનીઓ ઇનગવર્ન અને એસઈએસે ICICI સિક્યોરિટીઝના શેરધારકોને તેની પેરેન્ટ કંપની ICICI બેંકના ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરીને ICICI સિક્યોરિટીઝના ઇક્વિટી શેર્સના સૂચિત ડિલિસ્ટિંગ માટેની સ્કીમ ઓફ અરેન્જમેન્ટની તરફેણ કરી છે. ડિલિસ્ટિંગના પગલે ICICI સિક્યોરિટીઝ ICICI બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બનશે. અલગ અલગ નોટ્સમાં આ એડવાઇઝરી કંપનીઓએ ICICI સિક્યોરિટીઝના શેર્સના સૂચિત ડિલિસ્ટિંગ સૂચવતા સ્પેશિયલ રિસોલ્યુશનની તરફેણમાં ભલામણ કરી છે. ICICI બેંક અને ICICI સિક્યોરિટીઝના શેરધારકો સૂચિત સ્કીમના સોદા માટે અલગ રીતે 27 માર્ચ, 2024ના રોજ મળશે.

સૂચિત સ્કીમ હેઠળ ICICI સિક્યોરિટીઝના પબ્લિક શેરહોલ્ડર્સ ICICI સિક્યોરિટીઝમાં રહેલા દરેક 100 ઇક્વિટી શેર્સ માટે ICICI બેંકના 67 ઇક્વિટી શેર્સ મળશે. સૂચિત સ્કીમ ઓફ અરેન્જમેન્ટને બંને કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા શેરબજારો દ્વારા મંજૂરી મળી ગઈ છે.

ઇનગવર્નના મતે 28 ડિસેમ્બર, 2022થી 28 જૂન, 2023 સુધી ડિલિસ્ટિંગની જાહેરાતની તારીખના છ મહિના પહેલના ગાળામાં ICICI બેંકના વીડબ્લ્યુએપીને ICICI સિક્યોરિટીઝના સ્ટોક પ્રાઇઝની વીડબ્લ્યુએપી (વોલ્યુમ-વેઇટેડ એવરેજ પ્રાઇઝ)નો એવરેજ રેશિયો 0.54 છે. 0.67નો સૂચિત સ્વેસ રેશિયો આના 24.07 ટકાનું પ્રિમિયમ દર્શાવે છે. 28 જૂન, 2023થી 9 માર્ચ, 2024 સુધીના ગાળા દરમિયાન વીડબ્લ્યુએપી રેશિયો 0.70 છે જે તેના શેરધારકોને કંપની દ્વારા ઓફર કરવામાં આવતા સ્વેપ રેશિયોને નજીકથી અનુસરે છે.

એક્સચેન્જ રેશિયોના વાજબીપણાનો અંદાજ નક્કી કરવા માટે એસઈએસે સ્કીમની સૂચનાની તારીખના એક વર્ષ પહેલા બંને કંપનીઓના અનડિસ્ટર્બ્ડ શેર પ્રાઇઝ ડેટાને ધ્યાનમાં લીધો છે.

આથી અગાઉના વર્ષ માટે ICICI સિક્યોરિટીઝ અને ICICI બેંકના બજાર હિસ્સાના ભાવનો સરેરાશ રેશિયો 0.56 ગણો હતો જ્યારે સૂચિત શેર સ્વેપ ગુણોત્તર 0.67:1 છે. આથી, એમ લાગે છે કે ICICI સિક્યોરિટીઝના શેરધારકોને બજાર કિંમતના તફાવતની સરખામણીમાં થોડું પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. એસઈએસ મુજબ સરેરાશ કિંમત પર આધારિત નજીવા તફાવતને બાજુ પર રાખીને અનડિસ્ટર્બ્ડ પ્રાઇઝને ધ્યાનમાં રાખીને વેલ્યુએશન રિપોર્ટની તારીખે કિંમતનો રેશિયો 0.67ની નજીક હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)