કેડીલા ફાર્મા જૂથની IRM એનર્જીના IPOની પ્રાઇસબેન્ડ રૂ.480-505, ઓફર 18ઓક્ટોબરે ખૂલશે
અમદાવાદ, 13 ઑક્ટોબર: કેડીલા ફાર્મા જૂથ દ્વારા પ્રમોટ કરાયેલી IRM એનર્જી લિમિટેડના IPO માટે પ્રાઇસબેન્ડ શેરદીઠ રૂ.480-505 નક્કી કરાઇ છે. સબસ્ક્રીપ્શન માટે IPO તા.18 ઓક્ટોબરે ખૂલશે અને તા.20 ઓક્ટોબરે બંધ થશે. IPOની એન્કર ઓફર તા. 17 ઓક્ટોબરે યોજાશે. રોકાણકારો લઘુત્તમ 29 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 29 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. ઈક્વિટી શેરદીઠ રૂ. 10ના ફેસ વેલ્યુનો જાહેર ઈશ્યુ સંપૂર્ણપણે 1,08,00,000 સુધીના ઈક્વિટી શેરનો તાજો ઈશ્યુ છે જેમાં કોઈ ઓફર ફોર સેલ કમ્પોનન્ટ નથી. ઓફરમાં પાત્ર કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે રિઝર્વેશનનો પણ સમાવેશ થાય છે અને કર્મચારીઓને શેરદીઠ રૂ.48 ડિસ્કાઉન્ટ ઓફર કરાયું છે. કંપનીના શેર્સ મુંબઇ શેરબજાર અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે.
ઇશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપોયોગ કેવી રીતે થશે
કંપનીના ચેરમેન એમએસ સાહુએ વિગતો આપતાં જણાવ્યું કે, કંપની આગામી વર્ષોમાં નમક્કલ અને તિરુચિરાપલ્લી (તમિલનાડુ)ના ભૌગોલિક વિસ્તારોમાં શહેર ગેસ વિતરણ નેટવર્કના વિકાસ માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે લગભગ રૂ. 307.26 કરોડનો ઉપયોગ કરવા માગે છે, જ્યારે રૂ. 135 કરોડનો ઉપયોગ કંપની દ્વારા મેળવેલ ચોક્કસ બાકી ઉધારના તમામ અથવા અમુક ભાગની પૂર્વચુકવણી અથવા પુન:ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે.
કંપનીની કામગીરી અને મહત્વાકાંક્ષી યોજનાઓ
કંપની બનાસકાંઠા (ગુજરાત), ફતેહગઢ સાહિબ (પંજાબ), દીવ અને ગીર સોમનાથ (દમણ અને દીવ/ગુજરાતનો કેન્દ્રશાસિત પ્રદેશ), અને નમક્કલ અને તિરુચિરાપલ્લી (તામિલનાડુ) ખાતે કામગીરી કરે છે, 30 જૂન, 2023ના રોજથી 184 ઔદ્યોગિક ગ્રાહકો, 269 વ્યાપારી ગ્રાહકો, 52,454 સ્થાનિક ગ્રાહકોને સેવા આપે છે.
ઑક્ટોબર 9, 2023 સુધીમાં, IRMEL પાસે 69 CNG ફિલિંગ સ્ટેશનોનું નેટવર્ક હતું, જેમાં કંપનીની માલિકીના અને સંચાલિત 2 CNG સ્ટેશનો (“COCO સ્ટેશનો”), 36 CNG સ્ટેશનો હતા અને ડીલરો દ્વારા સંચાલિત હતા (“DODO સ્ટેશનો” “), અને 31 CNG સ્ટેશનો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (“OMC સ્ટેશન”) ની માલિકીના અને સંચાલિત છે. કંપની મહત્વાકાંક્ષી વિવિધ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરી રહી છે.
જાપાનની શિઝુઓકા ગેસ કંપની સાથે ટેકનિકલ સહયોગ
IRM એનર્જી લિમિટેડ (IRMEL) તેની વ્યાપાર તકોને સિનર્જેટિક લાભ લેવા માટે, જાપાનની શિઝુઓકા ગેસ કંપની લિમિટેડ (“ShizGas”) સાથે વ્યૂહાત્મક અને તકનીકી ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે, જે IRMELમાં ખાનગી પ્લેસમેન્ટ દ્વારા મૂડી ભેળવીને કુદરતી ગેસના વેચાણની દ્રષ્ટિએ જાપાનની ચોથી સૌથી મોટી ગેસ કંપની છે. બીજી તરફ, બિઝનેસ એકીકરણ હાંસલ કરવા માટે, તેણે ફાર્મ ગેસ પ્રાઈવેટ લિમિટેડ, વેણુકા પોલિમર્સ પ્રાઈવેટ લિમિટેડ ની હોન સિલિન્ડર પ્રાઈવેટ લિમિટેડમાં રોકાણ કર્યું. વધુમાં, તેણે મિન્દ્રા EV પ્રાઇવેટ લિમિટેડ સાથે DODO સ્ટેશનો અને COCO સ્ટેશનો પર પાંચ વર્ષના સમયગાળા માટે ઈલેક્ટ્રિક વ્હીકલ (“EV”) ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે સમજૂતી કરાર (“MoU”) પર હસ્તાક્ષર કર્યા છે. ઊર્જા-લક્ષી કંપની બની રહી છે.
કંપનીની છેલ્લા 3 વર્ષની નાણાકીય કામગીરી
જૂન-23ના અંતે પૂરે થયેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીની આવક 6.51 ટકા વધી રૂ. 245.27 કરોડ (રૂ. 230.27 કરોડ) થઇ છે. મુખ્યત્વે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, પાઈપ્ડ નેચરલ ગેસના વેચાણમાં વધારો અને કનેક્શન આવક અને અન્ય ઓપરેટિંગ આવકમાં વધારો થવા છતાં કર પછીનો નફો 31.01 ટકા વધી રૂ. 26.91 કરોડ (રૂ. 20.54 કરોડ) થયો છે. નાણાકીય વર્ષ 2022માં નફામાં ઘટાડા અંગે કંપનીએ એવી સ્પષ્ટતા કરી છે. કે, યુક્રેન- રશિયા યુદ્ધના કારણે ઇનપુટ ગેસ ખર્ચમાં નોંધપાત્ર વધારો તેમજ સંયુક્ત નિયંત્રણ સંસ્થાઓ દ્વારા મેળવેલા ઓછા નફાને કારણે, નાણાકીય વર્ષ 2023 માટે કંપનીની આવક 90.27% વધી રૂ. 1039.13 કરોડ(રૂ. 546.14 કરોડ) થવા છતાં કંપનીનો ચોખ્ખો નફો 50.68 ટકા ઘટી રૂ. 63.15 કરોડ (રૂ.128.03 કરોડ) થયો છે. કંપનીએ ઇનપૂટ ખર્ચમાં વૃદ્ધિ છતાં ક્લાયન્ટ્સ ઉપર તે પાસ નહિં કરતાં તેના માર્જિનને અસર થઇ હતી. પરંતુ પછીના વર્ષમાં ક્લાયન્ટ બેઝ વધવા સાથે કંપનીએ જૂન-23 માટે વધુ સારી નફાકારકતા નોંધાવી હતી.
આઇપીઓના લીડ મેનેજર્સઃ HDFC બેંક, જ્યારે BOB કેપિટલ માર્કેટ્સ બુક રનિંગ લીડ મેનેજર્સ છે. લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા ઑફરના રજિસ્ટ્રાર છે.