હાલ MSMEની ધિરાણ માગ કોવિડ-પૂર્વેના તબક્કાથી 1.6 ગણી છેકોવિડ-પૂર્વેના તબક્કાની સરખામણીમાં પીએસબીપૂછપરછમાં 1.6 ગણો વધારો
NBFCની પૂછપરછમાં કોવિડ-પૂર્વેની સરખામણીમાં 1.4 ગણો વધારોMSME એનપીએના સંપૂર્ણ સ્તર સાથે આંશિક વધારા સાથે 12.8 ટકા

મુંબઈ: MSME ક્ષેત્રને ધિરાણની વહેંચણી મહામારી-પૂર્વેના સ્તરની સરખામણીમાં તમામ સેગમેન્ટમાં લગભગ બમણી થઈ છે, જે ધિરાણકારો ધિરાણની વધતી માગને પૂરી કરવાની સ્થિતિમાં હોવાનો સંકેત આપે છે. સંપૂર્ણપણે MSMEને માર્ચ, 2022 સુધીમાં 23.12 લાખ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું, જે વર્ષ-દર-વર્ષ (વાર્ષિક ધોરણે) 6.3 ટકાની વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે. સક્રિય MSME ઋણધારકોની કુલ સંખ્યા માર્ચ, 2022માં વાર્ષિક ધોરણે 6 ટકા સુધી વધી હોવાનું ટ્રાન્સયુનિયન સિબિલ-સિડબી MSME પલ્સ રિપોર્ટની લેટેસ્ટ એડિશનના તારણોએ સંકેત આપ્યો છે.

રિપોર્ટનું વિશ્લેષણ દર્શાવે છે કે, મહામારીની બીજી લહેર પછી MSME ધિરાણની માગ સતત વધી છે અને હાલ માગ કોવિડ-પૂર્વેના તબક્કાથી 1.6 ગણી છે. જ્યારે કોવિડ-પૂર્વેના તબક્કાની સરખામણીમાં સરકારી બેંકો (PSB)માં પૂછપરછમાં 1.6 ગણો વધારો થયો છે, ત્યારે ખાનગી બેંકો (PVT)માં 1.7 ગણો વધારો થયો છે. 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મહામારીની બીજી લહેર પછી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ (NBFC)ની પૂછપરછમાં કોવિડ-પૂર્વેના તબક્કાની સરખામણીમાં 1.4 ગણો વધારો થયો હતો.

MSME પલ્સની આ એડિશનના તારણો પર સિડબીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સિવાસુબ્રમનિયમન રામને કહ્યું કે, MSME પલ્સની આ એડિશનમાંથી ધિરાણની માગ અને પુરવઠા પર ઉપયોગી જાણકારી પુરવાર કરે છે કે, ઇસીએલજીએસ દ્વારા સમયસર નાણાકીય પ્રવાહિતતાથી MSME ક્ષેત્ર ફરી મજબૂત થયું છે.

ટ્રાન્સયુનિયન સિબિલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રાજેશ કુમારે કહ્યું હતું કે, તમામ સેગમેન્ટમાં MSME ધિરાણમાં વધારો આર્થિક સુધારા માટે ફળદાયક પુરવાર થયો છે.

ટેબલ 1. MSME પલ્સ લેન્સ દ્વારા ભારતના એમએમએસઇ ધિરાણનો ચિતાર

માગ (વાણિજ્યિક ધિરાણની પૂછપરછનું વોલ્યુમ)
2020-21નો Q-42021-22નો Q-4 વૃદ્ધિ (%)
13.2 લાખ16.5 લાખ25%
પુરવઠો (MSMEને વિતરણની રકમ ( લાખ કરોડમાં )
2020-21નો Q-42021-22નો Q-4વૃદ્ધિ (%)
2.283.2543%
વૃદ્ધિ (બેલેન્સ-શીટ MSME ધિરાણ ( લાખ કરોડમાં)
2020-212021-22વૃદ્ધિ (%)
21.823.16%
કામગીરી (એનપીએ દર)
માર્ચ, 2021માર્ચ, 2022ફેરફાર (%)
12.0%12.8%12.6%

વર્ષ 2021-22ના Q-4માં MSMEના કુલ ધિરાણ વિતરણમાં વાર્ષિક ધોરણે 43 ટકાની વૃદ્ધિ થઈ છે. કોવિડ-પૂર્વેના તબક્કાની સરખામણીમાં (2019-20ના Q-4) MSMEના તમામ ત્રણ સેગમેન્ટમાં વિતરણ 2021-22ના Q-4ની સરખામણીમાં લગભગ બમણું છે. 2020-21થી 2021-22 સુધી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સેગમેન્ટમાં વિતરણમાં વાર્ષિક ધોરણે વધારો અનુક્રમે 19 ટકા, 33 ટકા અને 38 ટકા થયું હતું.

MSME એનપીએના સંપૂર્ણ સ્તર સાથે આંશિક વધારા  સાથે 12.8 ટકા

માર્ચ, 2022માં MSME એનપીએના સંપૂર્ણ સ્તર સાથે આંશિક વધારા 12.8 ટકાનો સંકેત આપે છે. એનપીએનું સ્તર ઊંચી ટકાવારીને પ્રતિબિંબિત કરે છે, જે માટે ઐતિહાસિક સંચય જવાબદાર છે. એનપીએનું વિશ્લેષણ દર્શાવે છે કે, 90+ દિવસ-પછી-બાકી નીકળતી રકમ (ડીપીડી)માં કુલ બેલેન્સમાં 70 ટકાનો સંબંધ માર્ચ, 2017 સુધી ઓરિજિનેટ થયેલા બેલેન્સ સાથે છે. MSME સેગમેન્ટમાં એનપીએમાં માર્ચ, 2021થી અત્યાર સુધી વધારાનો પ્રવાહ જોવા મળે છે. 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધી માઇક્રો સેગમેન્ટ (2019-20ના Q4માં 9 ટકા) એ સ્મોલ સેગમેન્ટ (2019-20ના Q-4માં 9 ટકા) જેટલો એનપીએ રેટ ધરાવતું હતું. જોકે આ ટ્રેન્ડ હવે બદલાઈ રહેવાનો સંકેત મળે છે કે, કોવિડથી માઇક્રો સેગમેન્ટને સૌથી વધુ અસર થઈ છે. ધિરાણકારના ટાઇપ એનાલીસિસમાં ખુલાસો થયો છે કે, 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધી ખાનગી બેંકોનો એનપીએ દર (2021-22ના Q-4માં 5.6 ટકા) સ્થિર જળવાઈ રહ્યો હતો. જોકે સરકારી બેંકો (2021-22ના Q-4માં 20.8 ટકા) અને NBFC (2021-22ના Q-4માં 9.6 ટકા)એ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળા પછી એનપીએ દરમાં વધારો દર્શાવ્યો છે. NBFC સેગમેન્ટ માટે એનપીએ દરમાં છેલ્લાં 2 વર્ષથી સતત સ્થિર દરથી વૃદ્ધિ થઈ હતી.

સરકારી બેંકોએ મહત્તમ પુનર્ગઠિત ખાતાઓ રિપોર્ટ કર્યા

પુનર્ગઠિત ખાતાઓ પર આધારિત અભ્યાસ દર્શાવે છે કે, માર્ચ, 2022 સુધી MSME સેગમેન્ટમાં 2.7 લાખ લોન ખાતાને કોવિડ-19ને કારણે પુનર્ગઠિત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે (કુલ બાકી નીકળતી રકમ 50 કરોડથી ઓછી), જે સમાન ગાળામાં કુલ લાઇવ એકાઉન્ટના આશરે 2.3 ટકા હતા. બેલેન્સના પરિપ્રેક્ષ્યથી આ રૂ. 0.35 લાખ કરોડ ધરાવે છે, જે માર્ચ, 2022 સુધી MSMEની કુલ બાકી નીકળતી રકમનો આશરે 1.5 ટકા હિસ્સો છે.

ટેબલ 2: રિસ્ક ટિઅર દ્વારા પુનર્ગઠન