CORPORATE AND BUSINESS NEWS

એચએફસીએલએ નિકાસની આવકમાં 167 ટકાની વૃદ્ધિ

નવી દિલ્હી: ટેલીકોમ કંપનીઓ, રેલવે અને સંરક્ષણ ક્ષેત્રો માટે હાઇ-એન્ડ ટેલીકોમ ઉપકરણ, ઓપ્ટિકલ ફાઇબર અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક સોલ્યુશન્સના ઉત્પાદનમાં કામગીરી ધરાવતી ટેકનોલોજી એન્ટરપ્રાઇઝ એચએફસીએલ લિમિટેડ (“એચએફસીએલ”)એ 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એના બિનહિસાબી નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે મુજબ આવકો 12.92 ટકા ઘટી રૂ. 1051 કરોડ (રૂ. 1207 કરોડ) અને ચોખ્ખો નફો 41.76 ટકા ઘટી રૂ. 53 કરોડ (રૂ. 91 કરોડ) થયો છે. રૂ. 5300 કરોડથી વધારેની મજબૂત ઓર્ડર બુક, નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસમાં 167 ટકાનો વધારો થયો છે. કુલ માર્જિન વધીને 25.31 ટકા થયું, જે 24.09 ટકા હતું. આવકનો હિસ્સો વધીને 59 ટકા થયો, જે 49 ટકા હતો
નાણાકીય વર્ષ 2022-23નો પ્રથમ ત્રિમાસિક ગાળો (રૂ. કરોડ)
વિગત | June-22 | June-21 | +/- % | March-22 | +/-% |
આવક | 1,051 | 1,207 | -12.92% | 1,183 | -11.16% |
EBIDTA | 130 | 191 | -31.94% | 154 | -15.58% |
EBIDTA (%) | 12.37% | 15.82% | -345Bps | 13.02% | -65Bps |
PAT | 53 | 91 | -41.76% | 68 | -22.06% |
PATમાર્જિન (%) | 5.04% | 7.54% | -250Bps | 5.75% | -71Bps |
જ્યોતિ લેબ્સના ક્યૂ-1 વેચાણોમાં 14 ટકા વૃદ્ધિ
મુંબઈ: એફએમસીજી કંપની જ્યોતિ લેબ્સ લિમિટેડએ 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 597 કરોડનું વેચાણ હાંસલ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 13.7 ટકા વધારે છે. EBITDA માર્જિન 10% રૂ. 59.8 કરોડ રહેવા સાથે ચોખ્ખો નફો 18.7 ટકા વધી રૂ. 47.7 કરોડ થયો છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી એમ આર જ્યોતિએ કહ્યું કે, માગ પક્ષે ટૂંકા ગાળાના કેટલાંક પડકારો હોવા છતાં અને આંતરિક ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થવા છતાં અમારી કાર્યકારી કામગીરી સ્થિર રહી છે. અમે છેલ્લાં થોડાં ત્રિમાસિક ગાળાઓમાં આવકમાં 10 ટકાથી વધારે વૃદ્ધિ કરી છે અને સતત અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું તથા અમારી કામગીરીમાં વધારો કરીને બજારહિસ્સો મેળવવા અગ્રેસર થઈશું.
ગોદરેજ એન્ડ બૉય્સનો વાણિજ્યિક ઉડ્ડયન વ્યવસાયમાં 35% વૃદ્ધિનો લક્ષ્યાંક
મુંબઈ: ગોદરેજ એન્ડ બૉય્સે એના નાગરિક ઉડ્ડયન વ્યવસાયમાં 35 ટકા વૃદ્ધિનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ માટે આ સેગમેન્ટમાં માગમાં જોવા મળેલો 50 ટકા વધારો જવાબદાર છે, જે OEMs અને એન્જિન ઉત્પાદકો સહિત આંતરરાષ્ટ્રીય અગ્રણી કંપનીઓ પાસેથી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે સ્થાનિક પ્રવાસમાં સુધારો થયો છે અને વર્ષ 2025 સુધીમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન કોવિડ-પૂર્વેના સ્તરે પહોંચી જવાની સાથે નાગરિક ઉડ્ડયનમાં માગ વધી છે. એટલે વ્યવસાયો નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં ત્રણ ગણી વૃદ્ધિ પર નજર દોડાવી છે, જે માટે પ્રવાસન પ્રવાહોમાં વધારો થવાથી એરોસ્પેસ ઘટકો અને પાર્ટ્સ માટેની વધતી માગ જવાબદાર છે. ગોદરેજ એરોસ્પેસ વ્યવસાયે જાહેરાત કરી હતી કે, આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરીમાં વધારા સાથે ટેકનોલોજીનું વિસ્તરણ આ વૃદ્ધિને આગળ વધારશે. આ અંદાજિત વૃદ્ધિ મુખ્ય એન્જિન ઉત્પાદકો દ્વારા પણ પ્રેરિત છે અને વૈશ્વિક OEMs ભારતમાં રસ લઈ રહી છે. ગોદરેજ એરોસ્પેસના એવીપી અને બિઝનેસ હેડ માનેક બેહરામકામદિને કહ્યું હતું કે, અમે આગામી ત્રણ વર્ષમાં નાગરિક ઉડ્ડયન સેગમેન્ટમાં ત્રણ ગણી વૃદ્ધિની ધારણા ધરાવીએ છીએ તથા એમાં વધારે સુધારો થશે એવી અપેક્ષા છે.
U GRO Capitalની એયુએમ રૂ. 3,650 કરોડને આંબી ગઈ
એમએસએમઇ ધિરાણ લિસ્ટેડ પ્લેટફોર્મ U GRO Capitalએ 30 જૂન, 2022ના રોજ રૂ. 3,656 કરોડની એયુએમ સાથે (30 જૂન, 2021ની સરખામણીમાં +166%) વૃદ્ધિ જાળવી રાખી છે અને માર્ચ, 2023 સુધીમાં રૂ. 7,000 કરોડની એયુએમનો આંકડો વટાવવાના માર્ગે અગ્રેસર છે. હાલ ઓફ-બુક એયુએમ રૂ. 750 કરોડ (30 જૂન, 2022ના રોજ 21 ટકા) છે. કંપનીનો ઉદ્દેશ માર્ચ, 2023 સુધીમાં સહ-ધિરાણની ભાગીદારી અંતર્ગત એની લોન બુક 3 ગણી વધારીને રૂ. 2,000 કરોડથી વધારે કરવાનો છે.
નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાની મુખ્ય કામગીરીઓ
a) લોન પોર્ટફોલિયો: લોન અને આવકમાં વૃદ્ધિ, પોર્ટફોલિયોની ગુણવત્તા
o એયુએમ રૂ. 3,656 કરોડ (નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં +166% અને નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં +23%)
o નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,359 કરોડની કુલ લોનનું ઓરિજિનેશન (નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં +311% અને નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં +41%)
o કુલ આવક રૂ. 123.8 કરોડ (નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં +141.4% અને નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં +8.4%)
o કરવેરાની ચુકવણી અગાઉનો નફો (PBT) વધીને 10.4 કરોડ (નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં +340.6% અને નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં +29.3%)
o કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) વધીને 7.3 કરોડ (નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં +329.4% અને નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં +20.7%)
o જૂન, 2022માં GNPA/ NNPA t 1.7% /1.2% (કુલ એયુએમની % સ્વરૂપે)
U GRO Capitalના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શચિન્દ્રનાથે કહ્યું કે, “U GRO Capital ધિરાણથી વંચિત એમએસએમઇ સેગમેન્ટને સેવા આપવા ડેટા એનાલીટિક્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મોખરે છે. કંપની વર્ષ 2025 સુધીમાં રૂ. 20,000 કરોડની એયુએમ હાંસલ કરવા અગ્રેસર છે.
ટાટા સંપન્ને અભિયાન JaiseNatureNeBanaya પ્રસ્તુત કર્યું

મુંબઈ: પોલિશ ન કરેલી દાળ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અનાજ-કઠોળ અને કુદરતી તેલ ધરાવતી મરીમસાલા જેવા સંપૂર્ણ, ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો પૂરાં પાડવા કટિબદ્ધ બ્રાન્ડ ટાટા સંપન્ને એનું નવું અભિયાન #JaiseNatureNeBanaya પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. અભિનેતા મનોજ વાજપેયીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ધરાવતી જાહેરાતની વિવિધ ફિલ્મોની શ્રેણી દ્વારા આ માન્યતા જીવંત થઈ છે. ટાટા સંપન્ન પ્રકૃતિ જે ઘટકો આપવા ઇચ્છે છે એ જ ઘટકો સાથે અનાજ-કઠોળ અને મસાલા ઉપભોક્તાઓને પ્રદાન કરે છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના પેકેજ્ડ ફૂડ્સ (ઇન્ડિયા)ના સુશ્રી દીપિકા ભાને કહ્યું હતું કે, અમારા ઉત્પાદનો ઉચ્ચ ગુણવત્તાયુક્ત છે, સ્વાદના ઊંચા મૂલ્યની ખાતરી આપે છે – જેથી ઉપભોક્તાઓને શ્રેષ્ઠ અને સાચો સ્વાદ મળે છે. ટાટા સંપન્ન સર્વગુણ સંપન્ન ઉત્પાદનો પૂરાં પાડે છે.” ટાટા સંપન્ન સાથે પોતાના જોડાણ પર મનોજ વાજપેયીએ કહ્યું હતું કે, “મારું મનપસંદ ભોજન હંમેશા રોજિંદું ભારતીય ભોજન રહ્યું છે, જેનું સેવન હું ઘરે કરું છું. ફિલ્મોમાં મારી ભૂમિકા હોય કે ભોજનમાં મારાં ખાદ્ય પદાર્થો હોય – હું એની ગુણવત્તાને લઈને બહુ કાળજી રાખું છું.