CORPORATE/ BUSINES NEWS
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સે ABSL અક્ષય પ્લાન પ્રસ્તુત કર્યો
મુંબઈ: આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ (એબીએસએલઆઇ)એ આધુનિક બચત સમાધાન એબીએસએલઆઈ અક્ષય પ્લાન પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જે નોન-લિન્ક્ડ પાર્ટસિપેટિંગ વ્યક્તિગત બચત જીવન વીમાયોજના છે. આ યોજના કેશ બોનસ (જો જાહેર થયું હોય તો) સુવિધા મારફતે તાત્કાલિક પ્રવાહિતતાનો વિકલ્પ ઓફર કરે છે. આ પ્લાન સંપૂર્ણ જીવન વીમાકવચ અને આવકના નિયમિત સ્તોત્રનો બેનિફિટ પ્રદાન કરે છે, જેથી તમારા પરિવારની વધતી જરૂરિયાત પૂર્ણ થવાની ખાતરી મળે છે. બીએસએલઆઈ અક્ષય પ્લાન પોલિસીધારકને પોલિસીના પ્રથમ વર્ષના અંતથી કેશ બોનસ ઉપાડવા સક્ષમ બનાવે છે, જે આવકનો નિયમિત સ્તોત્ર પ્રદાન કરે છે. ઉપરાંત પોલિસીધારકો વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક કે માસિક ધોરણે કેશ બોનસ (જો જાહેર થયું હોય તો) મેળવવાનો વિકલ્પ ધરાવે છે અને આ કેશ બોનસ વર્ષના અંતે, અર્ધવાર્ષિક, ત્રિમાસિક કે માસિક ધોરણે ચુકવવાપાત્ર થશે, જે ગ્રાહકે પસંદ કરેલા વિકલ્પને આધારે ચુકવાશે તેવું આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ કમલેશ રાવે કહ્યું હતું. એબીએસએલઆઈ અક્ષય પ્લાનનો લાભ લેવા મહત્તમ પ્રવેશ વયમર્યાદા 55 વર્ષ છે, તો લઘુતમ વયમર્યાદા 30 દિવસ છે. ઉપરાંત લઘુતમ એન્યૂલાઇઝ પ્રીમિયમ રૂ. 24,000 છે. પોલિસીધારકો 6, 8, 10, 12 અને 15 વર્ષમાંથી એકથી વધારે પ્રીમિયમની ચુકવણી કરવાની મુદ્તના વિકલ્પોમાંથી પસંદ કરી શકે છે. સાથે સાથે જીવન વીમાધારકના મૃત્યુ પર કે સરન્ડર કરવા પર કે મેચ્યોરિટી પર, જે વહેલા હોય તે સમયે કેશ બોનસ (જો જાહેર થયું હોય તો), ટર્મિનલ બોનસ (જો જાહેર થયું હોય તો) ચુકવવાપાત્ર બની શકે છે.
વોર્ડવિઝાર્ડે નેપાળમાં સૌપ્રથમ ડિલરશિપ સાથે જોડાણ કર્યું
વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ ‘જૉય ઇ-બાઇક’ની ઉત્પાદક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે નેપાળના સૌથી જૂનાં અને અગ્રણી ઓટોમોબાઇલ્સ વિતરક પૈકીના એક મહાબીર ઓટોમોબાઇલ્સ સાથે સમજૂતી કરી છે. સૂચિત ડિલરશિપ 2,000 ચોરસ ફીટ એરિયામાં ફેલાયેલી છે ડિલરશિપ ટેકુ, કાઠમંડુમાં વ્યૂહાત્મક રીતે સ્થિત હશે. મહાબીર ઓટોમોબાઇલ્સ નેપાળના બિરાટનગરમાં એક ડિલરશિપ શોરૂમ સાથે જૉય ઇ-બાઇકના વિતરણ માટે જોડાણ શરૂ કરવા સજ્જ છે. વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી સીએમડી યતિન ગુપ્તેએ કહ્યું કે, નેપાળ પણ ભારતની જેમ ગ્રીન મોબિલિટી મજબૂત કરવા કામ કરી રહ્યો છે. જૉય ઇ-બાઇક વિસ્તારમાં સંપૂર્ણ પ્રોડક્ટ રેન્જ છે, જેમં ટૂ-વ્હીલર્સથી લૉ ટૂ હાઈ-સ્પીડ સેગમેન્ટ્સ સામેલ છે, જેમાં વોલ્ફ, વોલ્ફ+, જેન નેક્સ્ટ નેનુ, જેન નેક્સ્ટ નેનુ+, ગ્લોબ વગેરે સામેલ છે.
ભારતમાં ઓનલાઇન સ્કિલ ગેમિંગ ઉદ્યોગનું કદ રૂ. 5000 કરોડે આંબશે
નવી દિલ્હી: ભારતમાં ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગે સરકારની આવકમાં મોટું પ્રદાન કરવાની સાથે રૂ. 20,000 કરોડથી વધારેનું એફડીઆઈ પણ મેળવ્યું છે, જેણે ભારતના વિદેશી હૂંડિયામણ અને ચલણમાં વધારો કર્યો છે. આ આંકડો આગામી ત્રણ વર્ષમં રૂ. 50,000 કરોડનો આંબી જવાની અપેક્ષા છે. કેપીએમજીએ વર્ષની શરૂઆતમાં જાહેર કરેલા એક રિપોર્ટ મુજબ, આ ક્ષેત્ર અંદાજે 420 મિલિયન ઓનલાઇન ગેમર્સ ધરાવે છે તથા એના યુઝરની સંખ્યા નજીકના ભવિષ્યમાં પાંચ ગણી વધશે. ડિજટિલ ટ્રાન્સફોર્મેશન, એઆઈ, બ્લોકચેઇન, ફ્યુચર ઓફ વર્કના લેખક, થોટ લીડર અને સલાહકાર જસપ્રીત બિન્દ્રાએ તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા લેખમાં જણાવ્યું હતું કે ઓનલાઇન સ્કિલ ગેમિંગ ઉદ્યોગ લોકોમાં મૂંઝવણનો સામનો કરી રહ્યો છે, જેને કેટલીક વાર ઓનગાઇન ગેમ્બ્લિંગ સાથે સરખાવવામાં આવે છે. તેમણે સમજાવ્યું હતું કેઃ “આ સરખામણી કદાચ અસ્થાને છે, કારણ કે આ શક્યતાની રમત સાથે કૌશલ્યની રમતને સરખાવવાનો પ્રયાસ છે. આ ક્ષેત્રનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 150,000 કરોડ છે અને નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં બમણું થવાની અપેક્ષા છે. ગેમિંગ ઉદ્યોગની વાર્ષિક આવક નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં રૂ. 40,000 કરોડથી વધી જશે એવી ધારણા છે, જે જીએસટીમાં રૂ. 6,000 કરોડનું પ્રદાન કરે છે. ભારતમાં ઓનલાઇન ગેમિંગ ક્ષેત્રનું નિયમન કરવા નીતિઓની ભલામણ કરવા સૂચિત આંતર-મંત્રાલય કાર્યજૂથ પર તેમના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે, આ એક સારું પગલું છે.
મહિન્દ્રા લોજિસ્ટિક્સના લોજિસ્ટિક્સ ઇન્ક્યુબેટર પ્રોગ્રામ ‘કેટાપલ્ટ’માં કોહોર્ટ્સ સાથે MOU
બેંગાલુરુ: થર્ડ-પાર્ટી લોજિસ્ટિક્સ (3પીએલ) સોલ્યુશન પ્રોવાઇડર્સ મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (એમએલએલ)એ બેંગલોરમાં કેટાપલ્ટ પ્રીમિયમ દિવસ દરમિયાન 10 ઇનોવેટિવ ટેકનોલોજી સ્ટાર્ટ-અપ સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. કેટાપલ્ટ ઇન્ક્યુબેટર પ્રોગ્રામ મહિન્દ્રા લોજિસ્ટિક્સની સૌથી મહત્વાકાંક્ષી ટેકનોલોજી-આધારિત પહેલ છે. કેટાપલ્ટ 2.0ના છ કોહોર્ટે છેલ્લાં નવ મહિનામાં એમએલએલ સાથે જોડાણ કર્યું છે. કેટાપલ્ટ કોહોર્ટ 2.0માં વિઝન ટેક, એડવાન્સ્ડ એનાલીટિક્સ, એઆઈ આધારિત ઓપ્ટિમાઇઝર, લોકેશન-આધારિત મોનિટરિંગ ટેક અને સસ્ટેઇનેબ્લ લાસ્ટ માઇલ ડિલિવરી સમાધાનો જેવા બહોળા ટેકનોલોજી ક્ષેત્રને આવરી લેવામાં આવ્યાં છે. કોહોર્ટ 2.0નો છ સ્ટાર્ટઅપ ભાગ હતા – એશિયો રોબોટિક્સ, લિન્કડડોટ્સ, કન્સ્ટેમ્સ – એઆઈ, સેન્સજિઝ, જિડોકા ટેકનોલોજીસ અને ઓરિટા બાઇક્સ. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, આ એક પહેલ છે, જે યોગ્ય સમયે અને ઉચિત સ્થાને શરૂ થઈ છે – કારણ કે લોજિસ્ટિક્સ ક્ષેત્રને શ્રેણીબદ્ધ નીતિગત પહેલોથી વેગ મળ્યો છે અને ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાંથી માગ વધી છે.