CORPORATE/ BUSINESS NEWS
વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ સિંગાપોરમાં international R&D હેડક્વાર્ટર સ્થાપશે
વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ ‘જૉય ઇ-બાઇક’ની ઉત્પાદક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડએ સિંગાપોરમાં એનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સંશોધન અને વિકાસ (R&D) હેડક્વાર્ટર સ્થાપિત કરવાની યોજના બનાવી છે. કંપની સિંગાપોરમાં એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વોર્ડવિઝાર્ડ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ અંતર્ગત આ સેન્ટર અને ગ્લોબલ સેલ્સ ઓફિસ સ્થાપિત કરશે. આ અદ્યતન સુવિધા ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન ઇવી ઉત્પાદનો વિકસાવવાની સાથે ટૂ, થ્રી અને ફોર-વ્હીલર્સના સંશોધન અને વિકાસ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરશે. કંપની સેલ કેમિસ્ટ્રી, પેક એસેમ્બલી, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ, મોટર્સ અને ઇવીના અન્ય ઘટકો પર સંશોધનની એની કામગીરીનું વધારે વિસ્તરણ કરશે. આ સેન્ટર સલામતીના સંવર્ધિત પગલાં અને સંવર્ધિત સલામતી માટે અગ્રણી સર્ટિફિકેશન એજન્સીઓ સાથે સંયુક્તપણે બેટરીના નવા ધારાધોરણો વિકસાવવા પર ભાર પણ મૂકશે.
વિશ્વના 30થી વધુ અગ્રણી વિજ્ઞાનીઓ- ઇજનેરોની ટીમ જોડાશે
અમે ઇલેક્ટ્રિક પરિવહનના ક્ષેત્રના પરિવર્તનને સુવિધા આપવા ખરાં અર્થમાં કટિબદ્ધ છીએ. અમારું સિંગાપોરમાં નવું આકાર લેનાર આરએન્ડડી સેન્ટર વિશિષ્ટ સંશોધન અને નવીનતાની ક્ષમતા સાથે ક્ષેત્રના પરિવર્તનમાં આવશ્યક ભૂમિકા ભજવશે. સિંગાપોરની સનકોનેક્ટ સેન્ટરમાં ટેકનિકલ નૉલેજ પાર્ટનર બનશે. કંપની દુનિયાભરના 30થી વધારે વૈજ્ઞાનિકો અને ઇજનેરોની ટીમ રોકશે, જેથી ઇવી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણોની ડિઝાઇન તૈયાર થશે અને ડેવલપમેન્ટ જોવા મળશે.
– યતિન ગુપ્તે, CMD, વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ
————————————