CORPORATE/ BUSINESS NEWS
કોવિડ નિયંત્રણો દૂર થતાં તહેવારોની મંડપ ડેકોરેટર્સ, કેટરર્સ અને મૂર્તિ કારીગરોની માગમાં વધારોઃ જસ્ટડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ
- તમામ 1000 ભારતીય શહેરો અને નગરોમાં તહેવાર સાથે સંબંધિત સેવાઓ માટેની માગમાં 55 ટકા સુધીનો વધારો થયો
- ટિઅર-1 શહેરોની સરખામણીમાં ટિઅર-2 શહેરોમાં તહેવાર સાથે સંબંધિત સેવાઓ માટેની માગ 2X જોવા મળી
- મૂર્તિના કારીગરો અને મંડપ ડેકોરેટર્સ માટેની સૌથી વધુ માગ કોલકાતામાં જોવા મળી
મુંબઈઃ કોવિડ નિયંત્રણોને કારણે બે વર્ષ નવરાત્રિ અને દુર્ગા પૂજાની સાદગી સાથે ઉજવણી કર્યા બાદ ચાલુ વર્ષે નવરાત્રિ અને દુર્ગા પૂજા માટે મંડપ ડેકોરેટર્સ, મૂર્તિના કારીગરો અને કેટરર્સ જેવી સેવાઓ માટેની માગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પગલે ભારતના ગિગ અર્થતંત્રને અતિજરૂરી વેગ મળ્યો છે એવું તારણ જસ્ટડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સના રિપોર્ટમાં બહાર આવ્યું છે. સમગ્ર ભારતના 100 શહેરો અને નગરોમાં નવરાત્રિ અને દુર્ગા પૂજા માટે મૂર્તિના કારીગરો, મંડપ ડેકોરેટર્સ, મીઠાઈ દુકાનો, ફ્લાવર ડેકોરેટર્સ, પૂજાની ચીજવસ્તુઓના ડિલર્સ અને કેટરર્સ જેવી તહેવારની સેવાઓની બહોળી રેન્જ માટેની માગમાં વાર્ષિક ધોરણે 29 ટકાનો વધારો થયો છે. માગ ટિઅર-1 શહેરોમાં 33 ટકા અને ટિઅર-2 શહેરોમાં 60 ટકા સુધી વધી છે.
આ ટ્રેન્ડ પર જસ્ટ ડાયલના સીએમઓ પ્રસૂન કુમારે કહ્યું કે જસ્ટ ડાયલ પર નવરાત્રિ અને દુર્ગા પૂજા માટે તહેવારની સેવાઓની બહોળી રેન્જ માટે એની માગમાં વધારામાં પ્રતિબિંબિત થાય છે. સમગ્ર દેશમાં મંડપ ડેકોરેટર્સ માટેની માગમાં 124 ટકા સુધીનો વધારો થયો હતો, કેટરર્સ માટેની માગમાં 55 ટકા સુધીનો અને મૂર્તિના કારીગરો માટેની માગમાં 23 ટકા સુધીનો વધારો થયો હતો. ભારતમાં તહેવારની સિઝન અગાઉ પૂજાની ચીજવસ્તુઓના ડિલર્સ, ફ્લાવર ડેકોરેટર્સ અને મીઠાઈની દુકાનો માટે માગમાં પણ વધારો થયો હતો. પૂજાની ચીજવસ્તુઓના ડિલર્સ માટે સર્ચમાં 16 ટકાનોસ, મીઠાઈની દુકાનો માટે 18 ટકાનો અને ફ્લાવર ડેકોરેટર્સ માટે 8 ટકા સુધીનો વધારો થયો હતો. ટિઅર-1 શહેરોમાં મંડપ ડેકોરેટર્સ માટેની માગમાં 118 ટકાનો, મૂર્તિના કારીગરો માટે 29 ટકાનો, કેટરર્સ માટે 36 ટકાનો, પૂજાની ચીજવસ્તુઓના ડિલર્સ માટે 21 ટકાનો, મીઠાઈની દુકાનો માટે 13 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.