અનંત નેશનલ યુનિવર્સિટીએ ભારતની પ્રથમ અનંત સ્કૂલ ફોર ક્લાઈમેટ એક્શન શરૂ કરી

આબોહવા અધ્યયન, આબોહવાની અસર અને આબોહવા પરિવર્તન અનુકૂલન અને શમનને સરળ બનાવવા માટેના પગલાં અમલીકરણમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે તાલીમ આપનારી શાળા તેના પ્રકારની પ્રથમ હશે.

Dr. Miniya-Chatterji, Director of the Anant Fellowship for Climate Action at AnantU

અમદાવાદ: અનંત નેશનલ યુનિવર્સિટીએ અનંત સ્કુલ ફોર ક્લાઈમેટ એક્શનના લોન્ચની જાહેરાત કરી હતી, જે એક અનોખી, ભારતમાં તેના પ્રકારની પ્રથમ શાળા છે. આ શાળા અનંત સ્કૂલ ફોર ક્લાઈમેટ એક્શનના નેજા હેઠળ બે પાયાના અભ્યાસક્રમો સાથે શરૂ થશે, 4-વર્ષનો બેચલર ઑફ ટેક્નોલોજી પ્રોગ્રામ ક્લાઈમેટ ચેન્જમાં વિશેષતા અને એક વર્ષની અનંત ફેલોશિપ ફોર ક્લાઈમેટ એક્શન. આ ક્રાંતિકારી કાર્યક્રમોના અનુસંધાનમાં, વિદ્યાર્થીઓ આબોહવા તકનીકોમાં નિષ્ણાત બનશે અને $23 ટ્રિલિયન વૈશ્વિક આબોહવા અર્થતંત્રનો ભાગ બનશે. AnantUniversity એ ભારતની એકમાત્ર સંસ્થા જે આબોહવા અભ્યાસ અને આબોહવા ક્રિયામાં કેન્દ્રિત શૈક્ષણિક અભ્યાસક્રમો ઓફર કરે છે, અને તેથી હવે ભારતીય શૈક્ષણિક લેન્ડસ્કેપમાં મુખ્ય સ્થાન ધરાવે છે.
અનંત સ્કૂલ ફોર ક્લાઈમેટ એક્શનના લોકાર્પણ પ્રસંગે બોલતા, ડૉ. અનુનયા ચૌબે, પ્રોવોસ્ટ, અનંત નેશનલ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ભારતમાં 30 લાખ રિન્યુએબલ એનર્જીની નોકરીઓ અને 2030 સુધીમાં ભારતમાં આબોહવા-સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં $2.5 ટ્રિલિયનની તકો છે. અનંત સ્કૂલ ફોર ક્લાઈમેટ એક્શનના સ્થાપક નિયામક અને સસ્ટેન લેબ્સ પેરિસના સીઈઓ ડૉ. મિનિયા ચેટરજીએ જણાવ્યું હતું કે, અનંત સ્કૂલ ફોર ક્લાઈમેટ એક્શનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આબોહવા પરિવર્તનને ઘટાડવા અને અનુકૂલન કરવા માટે નવીનતમ જ્ઞાનથી સજ્જ કરવાનો છે.


બેચલર ઑફ ટેક્નોલોજી પ્રોગ્રામ પ્રવેશ માટેની છેલ્લી તા.15મી ઑગસ્ટ


એક વર્ષનો ફેલોશિપ પ્રોગ્રામ અનંત ક્લાઈમેટ એક્શન ફેલોને વિશ્વભરના આબોહવા અગ્રણીઓ સાથે કામ કરવાની તક આપે છે. અભ્યાસક્રમ પૂરો થયા પછી, ફેલો બહુ-ક્ષેત્રીય, $3 ટ્રિલિયન ક્લાયમેટ ચેન્જ એરેનામાં નેતૃત્વની સ્થિતિઓ સંભાળવા માટે તૈયાર થશે, અને તેમને અનંત ફેલોશિપ ફોર ક્લાઈમેટ એક્શન સમુદાયના સભ્યો રહેવા માટે પણ આમંત્રિત કરવામાં આવશે.

સ્નાઇડર ઇલેક્ટ્રિકનું સ્નાઇડર ઇલેક્ટ્રિક (એસઇ) રિટેલ પેવેલિયન પ્રસ્તુત

નવી દિલ્હી: ઊર્જા વ્યવસ્થાપન અને ઓટોમેશનના ડિજિટલ પરિવર્તનમાં વૈશ્વિક અગ્રણી સ્નાઇડર ઇલેક્ટ્રિકએ એના ઓમ્નિ-ચેનલ રિટેલ આઉટરિચઃ ‘સ્નાઇડર ઇલેક્ટ્રિક (એસઇ) રિટેલ પેવેલિયન’ની જાહેરાત કરી હતી. કંપનીએ સ્નાઇડર ઇલેક્ટ્રિક રિટેલ પેવેલિયન્સ તરીકે એના બી2સી વ્યવસાય માટે 500+ રિટેલ સ્ટોર્સ સાથે જોડાણ કર્યું છે અને કંપનીનો ઉદ્દેશ વર્ષ 2023ના અંત સુધીમાં સમગ્ર ભારતમાં 2000+ સ્નાઇડર ઇલેક્ટ્રિક રિટેલ પેવેલિયન ફેલાવવાની સાથે વિસ્તરણ કરવાનો છે. સ્નાઇડર ઇલેક્ટ્રિક ઇન્ડિયાના હોમ એન્ડ ડિસ્ટ્રિબ્યુશના વાઇસ પ્રેસિડન્ટ શ્રીનિવાસ શાનભોગુએ કહ્યું હતું કે, “સ્નાઇડર ઇલેક્ટ્રિક રિટેલ પેવેલિયન શરૂ કરવાની સાથે અમારો ઉદ્દેશ ટિઅર 1, 2 અને 3 શહેરો અને નગરોમાં રિટેલર્સ ડિજિટલ પાવર્ડ ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે.

પિરામલ ફાઉડેશને 15 વર્ષ પૂર્ણ કર્યા; 113 મિલિયન ભારતીયોના જીવનમાં સકારાત્મક પરિવર્તન કર્યું

મુંબઈ: પિરામલ ફાઉન્ડેશને એની સ્થાપનાના 15 વર્ષ પૂર્ણ થવા પર સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. ફાઉન્ડેશને છેલ્લાં 15 વર્ષ શિક્ષણ, સ્વાસ્થ્ય, જળ અને સામાજિક ક્ષેત્રની વ્યવસ્થઆમાં નવીનતા લાવવા સમર્પિત કર્યા છે. સેવાભાવના જુસ્સાથી સંચાલિત ફાઉન્ડેશને સમગ્ર ભારતમાં સૌથી વધુ વંચિત સમુદાયના લોકો સુધી પહોંચવા વિવિધ પહેલોનો અમલ કર્યો હતો અને એનાથી 113 મિલિયન લોકોના જીવન પર અસર થઈ છે. ફાઉન્ડેશને ઇનોવેશનને નવી ઊંચાઈ પર લઈ જવા પ્રોજેક્ટ ટૂ પ્લેટફોર્મ અભિગમ અપનાવીને એના 6 મોટા અભિયાનના પોર્ટફોલિયોની તથા વ્યવસ્થિત પરિવર્તન માટે ક્ષમતા વધારવા પાર્ટનરશિપ અભિગમની નવેસરથી કલ્પના કરવાની જાહેરાત કરી હતી. આ દ્વારા છ મોટા અભિયાનનો ઉદ્દેશ સૌથી વધુ જટિલ સમસ્યાઓનું સમાધાન કરવાનો છે, જે ભારતને એની સંભવિતતા હાંસલ કરવાના માર્ગમાં અવરોધરૂપ છે.

આ 6 મોટી પહેલો દ્વારા ફાઉન્ડેશનનો ઉદ્દેશ પરિવર્તનને વેગ આપવાનો છેઃ

અનામયા, આદિવાસી કે જનજાતિ સમુદાયના આરોગ્ય માટે જોડાણવિકાસની આકાંક્ષા ધરાવતા જિલ્લાઓ માટે જોડાણ
ડિજિટલ ભારત માટે જોડાણનો ઉદ્દેશ જાહેર આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની વ્યવસ્થા મજબૂત બનાવવીપિરામલ એકેડેમી ઓફ સેવા યુવા પેઢીની તાકાતનો ઉપયોગ કરશે, ભવિષ્યના આગેવાનોને તૈયાર કરશે.
પિરામલ સેન્ટર ફોર ચિલ્ડ્રન વિથ સ્પેશ્યલ નીડ્સ વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકો માટે ગુણવત્તાયુક્ત સંભાળની ઊણપનું સમાધાન કરશેપીડબલ્યુડી (દિવ્યાંગ વ્યક્તિઓ) માટે  અભ્યાસક્રમ વિકસાવવાના નિષ્ણાતો અને સરકાર સાથે જોડાણ કરવામાં આવ્યું છે

પિરામલ ગ્રૂપના ચેરમેન અજય પિરામલે કહ્યું હતું કે, “સ્થાપના દિવસ પર પિરામલ ફાઉન્ડેશનની ટીમને મારા અભિનંદન. અત્યાર સુધી આ સફર લાભદાયક અને પ્રેરક રહી છે. અમારા ભારતના સૌથી વંચિત નાગરિકોના જીવનને સ્પર્શવાના પ્રયાસો સેવાભાવના ઉત્સાહથી પ્રેરિત છે. અમે સારું કામ કરવામાં અને સ્વસ્થ રહેવામાં માનીએ છીએ, જેનો અર્થ છે કે, આપણી સ ફળતા સમાજ સાથે બારીક રીતે જોડાયેલી છે. જ્યારે આપણે લાખો ભારતીયો સુધી પહોંચવા સક્ષમ બન્યાં છીએ અને તેમને ભારતની વિકાસગાથામાં સામેલ કર્યા છે, ત્યારે ભારતનું ખરું પરિવર્તન થશે. અમે કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહી જાય એવા અમારા લક્ષ્યાંક પ્રત્યે કટિબદ્ધ છીએ અને અમને ખાતરી છે કે, સરકાર, નાગરિક સમાજ અને એનજીઓ વચ્ચે જોડાણ દ્વારા આ લક્ષ્યાંક પાર પાડી શકાશે.”