રિલાયન્સ રિટેલે AJIO બિઝનેસ પ્લેટફોર્મ પર એથ્લિઝર બ્રાન્ડ એક્સિલરેટ લોન્ચ કરી

મુંબઈ: રિલાયન્સ રિટેલે તેના ન્યૂકોમર્સ પ્લેટફોર્મ AJIO બિઝનેસ પર એથ્લિઝર બ્રાન્ડ એક્સિલરેટ લોન્ચ કરી છે. એક્સિલરેટ ₹699થી શરૂ થતી ઑફર સાથે દરેક કિંમત સેગમેન્ટ માટે કંઈક ને કંઈક ઓફર કરે છે. આ માટે ભારતીય ક્રિકેટ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા છે. એક્સિલરેટ દ્વારા ઓફર કરવામાં આવતી સ્પોર્ટ્સ યુટિલિટીઝમાં સ્પોર્ટ શૂઝ, એથ્લેટિક અને લાઈફસ્ટાઈલ ફૂટવેર, ટ્રેક પેન્ટ, ટી-શર્ટ, શોર્ટ્સ અને અન્ય એક્સેસરીઝનો સમાવેશ થાય છે. એક્સિલરેટ પ્રોડક્ટ્સ ભારતના અગ્રણી B2B ઈ-કોમર્સ પ્લેટફોર્મ AJIO બિઝનેસ પર વિશેષરૂપે ઉપલબ્ધ છે. નાના-કદના સ્પોર્ટ્સ સ્ટોર્સ અને ફેશન રિટેલ આઉટલેટ્સ સહિત ભારતમાં કોઈપણ રિટેલર AJIO બિઝનેસ પર નોંધણી કરીને એક્સિલરેટ ઉત્પાદનો માટે ઓર્ડર આપી શકે છે. AJIO બિઝનેસ નાના તથા મધ્યમ રિટેલરોની વૃદ્ધિ અને સુખાકારીને ટેકો આપવાની અને તેમનું ડિજિટલી સશક્તીકરણ કરવાની રિલાયન્સની મુખ્ય પ્રતિબદ્ધતાને આગળ ધપાવે છે. રિલાયન્સ રિટેલની ન્યૂ-કોમર્સ શાખા AJIO બિઝનેસ દેશભરના રિટેલરો અને વેપારીઓ સાથે ફેશન અને લાઇફસ્ટાઇલની 5000થી વધુ બ્રાન્ડના વ્યાપક પોર્ટફોલિયો સાથે તેમને સશક્ત બનાવવામાં ભાગીદાર છે.

અદાણી પોર્ટસ અને સેઝે Q2માં PATમાં 65% વૃધ્ધિ નોંધાવી

અમદાવાદ: ભારતની પરિવહન યુટીલીટીની સૌથી મોટી અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ), એ નાણાકીય વર્ષ ૨૦૨૩ના તેના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળા દરમિયાનચોખ્ખો નફો 65 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1738 કરોડ (રૂ. 1050 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 33 ટકા વધી રૂ. 5211 કરોડ (રૂ. 3923 કરોડ) થઇ છે. પરીણામો અંગે કંપનીના પૂર્ણકાલિન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૩નો અર્ધ વાર્ષિક સમયગાળો એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના ઇતિહાસમાં સૌથી વધુ કાર્ગો વોલ્યુમ, આવક અને EBITDA સાથે વિક્રમજનક રહ્યો છે. આ સંગીન કામગીરી ઓક્ટોબર સુધી જારી રાખીને, કંપનીએ સાત મહિનામાં ૨૦૦ મિલિઅન મેટ્રિક ટન કાર્ગો થ્રુ-પુટ હાંસલ કર્યો છે જે વધુ એક નવા સીમાચિહ્નરૂપ છે. વિક્રમરુપ કાર્ગો વોલ્યુમના પરિણામે પોર્ટ EBITDA માં Y-o-Y 24%નો  ઉછાળો આવ્યો છે, જ્યારે લોજિસ્ટિક્સ બિઝનેસના EBITDA Y-o-Y 57%ની છલાંગ ભરી છે. અસ્કયામતોના બહેતર ઉપયોગ અને GPWIS આવકના પ્રવાહના હિસ્સામાં વધારો થવાને કારણે લોજિસ્ટિક્સ સેગમેન્ટના માર્જિનનું વિસ્તરણ 470 bps Y-o-Yની છલાંગ સાથે સતત ચાલુ રહ્યું છે.

GHCLનો Q-2 ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 212 ટકા વધ્યો

GHCLની નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખી આવક 73 ટકા વધીને રૂ. 1389 કરોડ થઇ છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામાં રૂ. 805 કરોડ હતી. કંપનીનો EBIDTA 159 ટકા વધીને રૂ. 442 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિકગાળામાં રૂ. 171 કરોડ હતો. ચોખ્ખો નફો 212 ટકા વધીને રૂ. 289 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિકગાળામા રૂ. 93 કરોડ હતો. નાણાકીય પ્રદર્શન અંગે પ્રતિક્રિયા આપતાં GHCLના મેનેજિંગ ડાયરેક્ટર આર એસ જાલાને જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકગાળામાં અમારું મજબૂત પ્રદર્શન સંચાલકીય શ્રેષ્ઠતા અને ટકાઉ વ્યવસાયિક કાર્યપદ્ધતિ ઉપર અમારું ધ્યાન કેન્દ્રિત હોવાનો પુરાવો છે.

બેંક ઓફ ઇન્ડિયાની 7.75% વ્યાજ સાથે સ્ટાર સુપર ટ્રિપલ સેવન ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ

અમદાવાદઃ બેંક ઓફ ઇન્ડિયાએ ‘સ્ટાર સુપર ટ્રિપલ સેવન ફિક્સ્ડ ડિપોઝિટ’ સ્કીમ જાહેર કરી છે, આ મર્યાદિત સમયગાળા માટેની ઓફર છે. નામ મુજબ, નવી પ્રસ્તુત થયેલી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત ડિપોઝટર્સ કે થાપણદારોને 777 દિવસ માટે ડિપોઝિટ પર 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા વ્યાજ મળી શકે છે. જ્યારે પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, કે આરબીઆઈ બોન્ડ જેવા રોકાણના અન્ય વિકલ્પોની સરખામણી કરવામાં આવે છે, ત્યારે બેંક ઓફ ઇન્ડિયાની 777 દિવસની એફડી સ્કીમ સૌથી વધુ આકર્ષક અને સ્માર્ટ રોકાણનો વિકલ્પ છે. આ નવી ઓફર ઉપરાંત બેંકે એની હાલની 555-દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજદર વધારીને 6.30 ટકા કર્યા છે. 180 દિવસથી 5 વર્ષથી ઓછા ગાળાની અન્ય સમયમર્યાદા પર બેંકે વ્યાજદરમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે.

વેત્સા રામા ક્રિષ્ના ગુપ્તાએ BPCLના CMDની વધારાની જવાબદારી સંભાળી

મુંબઈઃ વેત્સા રામા ક્રિષ્ના ગુપ્તાએ ‘મહારત્ન’ અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની – ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે વધારાની જવાબદારી સંભાળી છે. વિવિધ ફાઇનાન્સ ભૂમિકામાં બીપીસીએલમાં 24 વર્ષથી વધારે ગાળાની ઉત્કૃષ્ટ કારકિર્દી સાથે વી આર કે ગુપ્તા કંપનીમાં ડિરેક્ટર (FINANCE) છે અને ડિરેક્ટર (HR) વધારાની જવાબદારી ધરાવે છે.