સ્વિચ મોબિલિટીએ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ-સ્વિચ EiV22 લોંચ કરી

  • એડવાન્સ્ડ અને ઇલેક્ટ્રિક ટેકનોલોજીથી બનેલી આઇકોનિક ડબલ ડેકરની યાદ તાજી થઈ
  • ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ ડેકર એસી બસ- આરામદાયક અને શહેરી મુસાફરી માટે યોગ્ય
  • સ્ટાઇલ, ટેકનોલોજી, સલામતી, સગવડમાં લેટેસ્ટ અને પર્યાવરણને અનુકુળ
  • મજબૂત અને ટકાઉ એનએમસી કેમિસ્ટ્રી બેટરીઝ, વધુ રેન્જ અને કાર્યક્ષમતા
  • છેલ્લાં સાત દાયકાથી ભારતમાં અત્યંત વિશિષ્ટ બસ ઓપરેટર બેસ્ટ (મુંબઇ) તરફથી 200 ડબલ ડેકર બસનો ઓર્ડર મળ્યો

મુંબઇ: નેક્સ્ટ જનરેશન, કાર્બન ન્યુટ્રલ ઇલેક્ટ્રિક બસ અને લાઇટ કમર્શિયલ વ્હિકલ કંપની સ્વિચ મોબિલિટી લિમિટેડ (‘Switch’)એ આજે ભારતની પ્રથમ અને અનોખી ઇલેક્ટ્રિક ડબલ ડેકર એર કન્ડીશન્ડ બસ- Switch EiV 22 લોંચ કરી હતી. ભારતમાં ડિઝાઇન થયેલી, વિક્સેલી અને ઉત્પાદિત તથા સ્વિચના વૈશ્વિક ઇલેક્ટ્રિક બસ અનુભવનાં આધારે બનેલી સ્વિચ EiV 22 લેટેસ્ટ ટેકનોલોજી, અલ્ટ્રા મોડર્ન ડિઝાઇન, ઊચ્ચ સલામતી અને બેસ્ટ-ઇન-ક્લાસ કમ્ફર્ટ ફીચર્સ ધરાવે છે. નવી આઇકોનિક બસ દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ક્રાંતિ લાવશે અને ઇન્ટ્રા-સિટી બસ માર્કેટમાં નવાં માપદંડો પ્રસ્થાપિત કરશે. સ્વિચ EiV 22 પેકેજિંગની રીતે પણ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તે વિશ્વની પ્રથમ સ્ટાન્ડર્ડ ફ્લોર, એર કન્ડીશન્ડ, ઇલેક્ટ્રિક ડબલ ડેકર છે. હિન્દુજા ગ્રુપ ઓફ કંપનીઝ (ઇન્ડિયા)ના ચેરમેન અશોક હિન્દુજાએ લોંચ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, મુંબઇમાં સ્વિચ EiV 22 લોંચ કરવી અમારા માટે ગૌરવની ક્ષણ છે. અક્ષય ઊર્જા, ધિરાણ અને ઝીરો એમિશન ટ્રાન્સપોર્ટેશન દ્વારા નેટ ઝીરો લક્ષ્યાંક હાંસલ કરવા અર્થતંત્રને ટેકો આપવાનું ગ્રૂપનું સ્પષ્ટ વિઝન છે. અમને વિશ્વાસ છે કે અમારી નવી ઝીરો એમિશન ડબલ-ડેકર બસ સ્વચ્છ અને વધુ સાતત્યપૂર્ણ ભાવિનું નિર્માણ કરશે અને ભારત તથા વિશ્વ પ્રત્યે અમારી પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરશે.

યસ બેંક વેન્ચર કેટાલિસ્ટ્સ ગ્રૂપ ફંડ્સમાં રોકાણ કર્યું

ડાબેથી જમણે – શ્રી વિનોદ લ્યુન્ડ (યસ બેંક), શ્રી ગૌરવ ગોયલ (યસ બેંક), શ્રી નવીન સૂર્યા, શ્રી ગૌરવ જૈન, ડો. અપૂર્વ રંજન શર્મા, શ્રી પ્રશાંત કુમાર (યસ બેંક), શ્રી અમિત સુરેખા (યસ બેંક), અનુજ ગોલેચા, સાગર અગ્રવાલ અને શ્રી અજય રાજન (યસ બેંક)

મુંબઈ: યસ બેંકે વેન્ચર કેટાલિસ્ટ્સ ગ્રૂપ ફંડ્સ (વેન્ચર કેટાલિસ્ટ્સ)માં રોકાણ કર્યું છે, જે સ્ટાર્ટઅપ સ્થાપકોને વિચારની વિભાવનાના તબક્કાથી સ્ટાર્ટઅપની સફરના વૃદ્ધિના તબક્કાઓમાં ફંડિંગ, માર્ગદર્શન અને નેટવર્ક ઓફર કરતું ઇન્ટિગ્રેટેડ ઇન્ક્યુબેટર છે. ફંડે બે પ્લેટફોર્મ – બીમ્સ ફિનટેક ફંડ અને 9 યુનિકોર્ન એક્સલરેટરને સ્પોન્સર પણ કર્યા છે. તેમાં બીમ્સ ફિનટેક ફંડ નાણઆકીય સેવાઓ અને ટેકનોલોજીના ઇન્ટરસેક્શન પર કામ કરતી વૃદ્ધિના તબક્કામાં હોય એવી કંપનીઓમાં રોકાણ કરે છે તેમજ 9 યુનિકોર્ન્સ એક્સલરેટર ફંડ એક પ્રાથમિક તબક્કામાં રોકાણ કરતી સેક્ટર એગ્નોસ્ટિક રોકાણકાર છે. બીમ્સ ફિનટેક ફંડ (બીમ્સ) એક CAT II AIF છે, જે વર્ષ 2022ની શરૂઆતમાં ભારતની સૌથી મોટી ફિનટેક ઇકોસિસ્ટમ ઊભી કરવાના સાથે શરૂ થયું હતું. આ ભારતમાં ફિનટેક ક્ષેત્રમાં વૃદ્ધિના તબક્કાઓમાં નવીન ટેકનોલોજી કંપનીઓમાં સક્રિયપણે રોકાણ કરશે, જેમાં એમ્બેડેડ ફાઇનાન્સ, બેંકો અને એફઆઇ માટે SAAS, વ્યવસાયો માટે SAAS, ગ્લોબલ એન્ટરપ્રાઇઝ SAAS, પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ અને નીયો બેંકિંગ સ્પેસ સામેલ છે.

EDII, અમદાવાદે ઇનોવેશન કાઉન્સિલની વર્ષ 2022ની પ્રાદેશિક બેઠક યોજી

અમદાવાદ: ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ અને એઆઇસીટીઇના સાથસહકાર સાથે આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદે 18 ઓગસ્ટના રોજ EDIIના કેમ્પસમાં 14મી પ્રાદેશિક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ વચ્ચે ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમ અને ઇનોવેશનને વેગ આપવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ એમ ડિંડોર હતા અને ગેસ્ટ ઓફ ઑનર ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર, આઇએએસ, શ્રી એમ નાગરાજન હતા. કાર્યક્રમમાં અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ અને એઆઇસીટીઇના ઇનોવેશન ડિરેક્ટર શ્રી દિપાન સાહુ, એઆઇસીટીઇ, ભોપાલના સીઆરઓ ડો. સી એસ વર્મા, આઇહબના સીઇઓ શ્રી હિરણ્મય મહંતા, EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લા અને EDIIના આંતરપ્રિન્યોરશિપ એજ્યુકેશન વિભાગના ડિરેક્ટર ડો. સત્ય રંજન આચાર્ય હતા. આ એક દિવસ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત અને આસપાસની 185 સંસ્થાઓમાં 400થી વધારે લોકો સહભાગી થયા હતા અને 75થી વધારે સ્ટોલમાં તેમના ઇનોવેટિવ સ્ટાર્ટઅપ આઇડિયા પ્રસ્તુત કર્યા હતા.