હાઇડ્રોજન આધારિત કામગીરી માટે એસ્સાર ઓઇલ યુકે દ્વારા ફર્નેસ મગાવાઈ

હાઇડ્રોજન પર ચાલતી બ્રાન્ડ ન્યૂ ફર્નેસનું લિવરપુલ પોર્ટ પર આગમન થયું છે.  એસ્સાર ઓઇલ યુકે (EOUK) દ્વારા મલ્ટીમિલિયન પાઉન્ડ રોકાણનાં ભાગરૂપે લાવવામાં આવેલી આ ફર્નેસ એલેસમેર પોર્ટમાં સ્ટેન્લો તરફ રવાના થઈ ચૂકી છે અને યુકેમાં પ્રથમ હાઇડ્રોજન પાવર્ડ ફર્નેસ બનશે. એસ્સાર સ્ટેન્લોની કામગીરીનાં ડિકાર્બનાઇઝેશનને ટેકો આપવા આ મહત્વનું યંત્ર છે. આ પ્રથમ ફર્નેસ અનોખી હશે કારણ કે તે 2026થી 100 ટકા હાઇડ્રોજન ઇંધણ પર ચાલશે. તે યુકેના અગ્રણી ડિકાર્બનાઇઝેશન ક્લસ્ટર HyNetનાં ભાગરૂપે ઉત્પાદિત થનારા હાઇડ્રોજન પર ચાલશે. આ ફર્નેસ ત્રણ વર્તમાન ફર્નેસનું સ્થાન લેશે, જેનાંથી એસ્સારને તેની કામગીરમાં કાર્બન અને ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળશે. સૌથી મોટું એક મોડ્યુલ 26.5 મીટર લાંબું, 18.5 મીટર ઊંચું છે. ફર્નેસથી ફેક્ટરીમાં ઊર્જા કાર્યક્ષમતા સુધરશે અને હાલમાં થતો મેઇન્ટેનન્સ ખર્ચ પણ ઘટશે. એક વાર તેનો ઇંધણ સ્રોત સંપૂર્ણપણે હાઇડ્રોજન બને પછી ફર્નેસની કાર્બન ડાયોક્સાઇડ ઘટાડાની ક્ષમતા વાર્ષિક 2,42,000 થઈ જશે. ફર્નેસનું સૌથી મોટું મોડ્યુલ આ ઉનાળામાં માન્ચેસ્ટર કેનાલ દ્વારા એસ્સારને પહોંચાડવામાં આવશે અને 2023માં સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ જશે.

એન્જલ વનઃ ધ બેસ્ટ પ્લેસ ટુ વર્ક ઈન ફિનટેક સાથે ટોચનાં 100 કાર્યસ્થળમાં 

ફિનટેક કંપની એન્જલ વન લિમિટેડ કંપનીએ ભારતમાં ટોચનાં 100 ઉત્તમ કાર્યસ્થળમાં અને ઉદ્યોગમાં બેસ્ટ ફિનટેક વર્કપ્લેસનું પણ સ્થાન મેળવ્યું છે. ગ્રેટપ્લેસ ટુ વર્ક® ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેને આ સન્માન અપાયું છે.  એન્જલ વન લાગલગાટ છ વર્ષથી ગ્રેટ પ્લેસ ટુ વર્ક- સર્ટિફાઈડ સંસ્થા બની છે. ધ ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા 2022માં ભારતની બેસ્ટ કંપનીઝ ટુ વર્ક ફોરમાં આ ફિનટેક કંપનીને સ્થાન અપાયું હતું અને ચોથી વાર બીએફએસઆઈ 2022માં ભારતનું ઉત્તમ કાર્યસ્થળ™ તરીકે સન્માનિત કરાઈ છે. એન્જલ વનની ગમે ત્યાંથી કાયમી કામ કરો નીતિ અને સાનુકૂળ કામકાજના કલાકોની નીતિ કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ ક્ષમતામાં કામ કરવાની આઝાદી આપે છે. કંપની ફેલ્યોર ક્લબ સાથે ઈન્ટ્રાપ્રેન્યુરિયલ અને ઈનોવેશન સંસ્કૃતિને પોષે છે, જ્યાં એન્જલાઈટ્સ એકત્ર આવે છે અને તેમની નિષ્ફળતાની વાર્તાઓનું આદાનપ્રદાન કરે છે. ફિનટેક કંપનીએ ડિઝાઈન લેબ જેવી પહેલો શરૂ કરી છે, જેમાં કર્મચારીઓ શાર્કસની પેનલ સામે પોતાના ઈનોવેટિવ આઈડિયાઝ મૂકે છે તેવું એન્જલ વન લિ.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નારાયણ ગંગાધરે જણાવ્યું હતું 

પ્રોટીયન અને પેનીયરબાયે પેપરલેસ પેન સેવાઓ ઓફર કરવા જોડાણ કર્યું

યુનિવર્સલ, નાગરિક કેન્દ્રિત અને મોટી સંખ્યામાં લોકોને ઇ-ગવર્નન્સ સોલ્યુશન્સમાં માર્કેટ લીડર પ્રોટીયન ઇગવ ટેકનોલોજીસ લિમિટેડ (અગાઉ એનએસડીએલ ઇ-ગવર્નન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) તથા ભારતની અગ્રણી ડિજિટલ પેમેન્ટ્સ અને સૌથી મોટું બ્રાન્ચલેસ બેંકિંગ નેટવર્કિંગ પેનીયરબાયએ તેમના ગ્રાહકો માટે આધાર અને બાયોમેટ્રિક કે એસએમએસ-આધારિત ઓટીપી અધિકૃતતા દ્વારા પેનીયરબાયના રિટેલ પાર્ટનર્સ માટે પેન સાથે સંબંધિત સેવાઓ ઓફર કરવા વ્યૂહાત્મક જોડાણની જાહેરાત કરી હતી. આ જોડાણ લાખો નાગરિકો માટે સેવાઓની ડિલિવરી સુધારવામાં મદદ કરશે, કારણ કે તેઓ ઔપચારિક નાણાકીય ક્ષેત્રમાં પ્રવેશ કરશે. આ વાજબી દરે નજીકના સ્ટોર્સમાં ઓનલાઇન પેન સેવાઓની ઝડપી અને સરળ સુલભતા ઊભી કરશે, જેથી ફિઝિકલ અરજીઓ અને જરૂરી ડોક્યુમેન્ટને રજૂ કરવાની પ્રક્રિયા દૂર થશે. એક વાર ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ રજૂ થયા પછી ઇપેનની ડિજિટલ કોપી એકથી બે કલાકોમાં જનરેટ થશે, તો ફિજિકલ કોપી ગ્રાહકોને તેમની પસંદગીના સરનામા પર 4થી 5 કાર્યકારી દિવસોમાં મળશે.

મહિન્દ્રા ઇન્સ્યોરન્સ બ્રોકર્સ- બિગહાટ વચ્ચે ખેડૂત સશક્તિકરણ કરવા જોડાણ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ (મહિન્દ્રા ફાઇનાન્સ)ની પેટાકંપની મહિન્દ્રા ઇન્સ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ (એમઆઇબીએલ)એ ભારતનાં અગ્રણી કૃષિ ડિજિટલ પ્લેટફોર્મ બિગહાટ સાથે એના જોડાણની જાહેરાત કરી છે. આ જોડાણ ભારતના વર્કફોર્સના અનૌપચારિક કૃષિ સેગમેન્ટને નાણાકીય સમાધાનો પૂરાં પાડશે. મહિન્દ્રા ઇન્સ્યોરન્સ બ્રોકર્સ અને બિગહાટ ભારત સરકારના ગ્રામીણ ભારતમાં વીમાની પહોંચ વધારવાના લક્ષ્યાંકને સંયુક્તપણે પ્રોત્સાહન આપશે. આ જોડાણ અંતર્ગત મહિન્દ્રા ઇન્સ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ હેલ્થ અને મોટર વીમા પોલિસીઓ પૂરી પાડશે. આ હેલ્થ વીમાપોલિસીનું વેચાણ બિગહાટની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન મારફતે બિગહાટના ગ્રાહકોને થશે. આ પોલિસી વિવિધ કોમ્બિનેશન (પોતાના માટે/જીવનસાથી માટે/બાળકો/માતાપિતાઓ માટે)માં રૂ. 5 લાખ સુધીની વીમાકૃત રકમ પૂરી પાડશે. ઉપરાંત વીમાપોલિસીના ભાગરૂપે વર્ષ 15 દિવસ માટે દરરોજ રૂ. 1000ની હોસ્પિટલ કેશ પણ આપશે. એમઆઇબીએલના એમડી અને પ્રિન્સિપલ ઓફિસર વેદનારાયણન સેષાદ્રીએ કહ્યું હતું કે, “ભારતની 70 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી હોવાથી આ વર્ગ મોટા પાયે વણખેડાયેલું બજાર છે, ખાસ કરીને વીમાની સ્વીકાર્યતાની દ્રષ્ટિએ.