વી બિઝનેસએ MSMEને તેમની ડિજિટલ સફરમાં વૃદ્ધિ કરવામાં મદદરૂપ થવા રેડી ફોર નેકસ્ટપ્રોગ્રામની જાહેરાત કરી

અમદાવાદઃ મહામારી પછી વ્યવસાયોને થયેલી અસર, નાણાકીય પ્રવાહિતતાની ખેંચ અને મોટા પાયે પરિવર્તનથી MSMEની કામગીરી જોખમકારક બની ગઈ છે. વર્લ્ડ MSME દિવસ પર આ પડકારોને ધ્યાનમાં રાખીને ભારતની અગ્રણી ટેલીકોમ ઓપરેટર વોડાફોન આઇડિયા (Vi)ની એન્ટરપ્રાઇઝ કંપની વી બિઝનેસએ MSMEની વૃદ્ધિની સંભવિતતાને વેગ આપવામાં મદદરૂપ થવા ખાસ બનાવેલા પ્રોગ્રામ રેડી ફોર નેક્સ્ટની જાહેરાત કરી હતી. ડિજિટલ સ્વીકાર્યતા વ્યવસાયની નવી સંભવિતતા ઊભી કરવા સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળો પૈકીનું એક બની ગયું છે. એટલે વી બિઝનેસ રેડી ફોર નેક્સ્ટ પ્રોગ્રામ MSMEને તેમની સંપૂર્ણ ડિજિટલ સફરમાં ઉપયોગી થવાની ફિલોસોફી પર નિર્મિત છે. આ પહેલ પર વોડાફોન આઇડિયાના ચીફ એન્ટરપ્રાઇઝીસ બિઝનેસ ઓફિસર અરવિંદ નેવાતિયાએ કહ્યું હતું કે, MSME ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, જે જીડીપીમાં 30 ટકા પ્રદાન કરે છે. અમે નવા વિચારોને પ્રોત્સાહન આપવામાં અને ડિજિટલ ઇન્ડિયાને સક્ષમ બનાવવામાં લઘુ વ્યવસાયોની ચાવીરૂપ ભૂમિકા છે. અમને આ પ્રોગ્રામ ગેમચેન્જર બનશે એવી અપેક્ષા છે, જે 250,000 MSMEને ઝડપથી વૃદ્ધિ કરવા સક્ષમ બનાવશે. વી બિઝનેસ રેડીફોરનેક્સ્ટ પ્રોગ્રામ બે પાસાં ધરાવે છેઃ ડિજિટલ સ્વમૂલ્યાંકન અને MSME માટે વિવિધ વિશિષ્ટ ઓફર. MSME આ મર્યાદિત ગાળાની ઓફરોનો લાભ વેબસાઇટ પર સાઇન ઇન કરીને કે પછી પાર્ટનર સાથે કોન્ટ્રાક્ટ કરીને અથવા નજીકના વી રિટેલ સ્ટોરની મુલાકાત લઈને લઈ શકે છે. આ વિવિધ ઓફર મર્યાદિત ગાળા માટે છે અને 31 જુલાઈ, 2022 સુધી માન્ય છે.

જીએચસીએલએ તમિલનાડુ ખાતેના નવા સ્પિનિંગ યુનિટનું ઉદ્ધાટન કર્યું

અમદાવાદઃ ભારતની અગ્રણી કેમિકલ અને ટેક્સટાઈલ કંપની જીએચસીએલ એ તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં મનપરાઈ ખાતે રૂપિયા 200 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવેલા તેના નવા સ્પિનિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે.આ યુનિટ કૃત્રિમ અને કૃત્રિમ મિશ્રણ કોમ્પેકટ યાર્નનું ઉત્પાદન કરવા માટે 39,600 રિંગ સ્પિન્ડલ્સથી સજજ છે અને તેની ઉત્પાદન ક્ષમતા દરરોજ 23 ટનની છે. આ સુવિધામાં અત્યાધુનિક ટેક્સટાઇલ મશીનરી અને ઓન-લાઇન ગુણવત્તા નિયંત્રણ ઉપકરણો છે જે ક્મ્પ્યુટરાઇઝ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ સાથે જોડાયેલા છે. આ યુનિટ કોટન-પોલિએસ્ટર મિશ્રિત યાર્ન, કોટન-એકસેલ બ્લેન્ડ યાર્ન, સુપીમાં ટેન્સેલ યાર્ન વગેરેનું ઉત્પાદન કરશે. 200 કરોડ રૂપિયાના રોકાણ સાથે, જેમાંથી 75 ટકા પહેલેથી જ કરવામાં આવ્યું છે અને સપ્ટેમ્બર 2022ના અંત સુધીમાં બાકીની રકમનું રોકાણ કરવામાં આવશે, આ એકમ લગભગ 300 કામદારો માટે રોજગાર પેદા કરશે. નવા યુનિટની સ્થાપના સાથે, કંપનીના યાર્ન યુનિટની સ્થાપિત ક્ષમતા 2,24,000 રિંગ સ્પિન્ડલ્સ હશે અને તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોને પહોંચી વળવા માટે સક્ષમ હશે. માનપરાઇ ખાતે કારથાગાઇ એકમનું ઉદ્ધાટન કરતા આનંદ થાય છે. તેની અત્યાધુનિક મશીનરી સાથે, આ સુવિધા શ્રેષ્ઠ ગુણવત્તા અને યાર્નના સંપૂર્ણ મિશ્રણનું ઉત્પાદન કરવામાં સક્ષમ હશે તેવું  કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આર એસ જલાને જણાવ્યું હતું.