મિરે એસેટ નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈટીએફ રજૂ કર્યું

મે 2022માં સેબી દ્વારા નવી માર્ગદર્શિકા રજૂ કરી તેને ધ્યાનમાં રાખીને મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સે આ નવી આવશ્યકતાઓનું પાલન કર્યું છે. વૈશ્વિક માનક માર્ગદર્શિકાને અનુસરીને પ્રવાહિતા, ટ્રેકિંગ ભૂલો અને અન્ય મુખ્ય ઈટીએફ સૂચકાંકોનું સંચાલન કરવા માટે, મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રા. લિ. એ તેની સિસ્ટર કંપની મિરે એસેટ કેપિટલ માર્કેટ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ સાથે ભારતમાં 2018 માં માર્કેટ મેકિંગ સિસ્ટમ બનાવી છે. કંપની પાસે હવે કુલ ત્રણ માર્કેટ-મેકર્સ છે, જેમાં મિરે એસેટ કેપિટલ માર્કેટ (ઈન્ડિયા) પ્રા. લિ., જે એક્સચેન્જ પર ઈટીએફ ઉપર સક્રિયપણે દેખરેખ રાખે છે.

તેના નવીન ઈટીએફ પ્રોડક્ટ્સ માટે જાણીતી, મિરે એસેટે ભારતમાં સૌપ્રથમ ઈએસજી થીમ આધારિત ઈટીએફ મિરે એસેટ નિફ્ટી 100 ઈએસજી સેક્ટર લીડર્સ ઈટીએફ રજૂ કરવાની સાથે મિરે એસેટ નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈટીએફ પણ રજૂ કર્યું છે. મે 2022માં, એએમસીએ ચાર અલગ-અલગ ફંડ ઑફ ફંડ્સ ફાઇલ કર્યા છે જે અંતર્ગત વિકસિત થતી ટેક્નોલોજી થીમેટિક ઈટીએફ જેમ કે ઈવી અને ઓટોનોમસ, એઆઈ અને ક્લાઉડ કમ્પ્યુટિંગનો સમાવેશ છે. તેની માતૃ કંપની, મિરે એસેટ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સ, વૈશ્વિક સ્તરે 14મી સૌથી મોટી ઈટીએફ પ્રોવાઈડર છે અને તેની ભારત ઑફિસ (ડિસેમ્બર 2021 મુજબ) સહિત નવ દેશોમાં 400 થી વધુ ઈટીએફ પ્રોડક્ટ્સનું સંચાલન કરે છે.

રોકાણકારો માટે મુખ્ય શું  ફેરફાર થશે?

– રોકાણકારો તેની વેબસાઇટ પર એએમસી દ્વારા જાહેર કરાયેલ ટ્રેકિંગ ભૂલો અને ટ્રેકિંગના તફાવત ડેટા જોઈ શકે છે.

– ઈટીએફ/ઇન્ડેક્સ ફંડ્સ (ડેબ્ટ ઈટીએફ/ઇન્ડેક્સ ફંડ્સ સિવાય)ની ટ્રેકિંગ ભૂલ બે ટકાથી વધુ ન હોવી જોઈએ. ડેબ્ટ ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ્સ માટે, એક વર્ષમાં સરેરાશ વાર્ષિક ટ્રેકિંગ તફાવત 1.25 ટકાથી વધુ ન હોવો જોઈએ.

– જો મૂલ્ય રૂ. 25 કરોડથી વધુ હોય તો જ રોકાણકારો સીધા જ એએમસી સાથે ઈટીએફ યુનિટને સબ્સ્ક્રાઇબ અને રિડીમ કરી શકે છે. .

– એએમસી દરેક ઈટીએફ માટે ઓછામાં ઓછા બે માર્કેટ મેકર્સની નિમણૂક કરશે.

– એએમસી, સ્કીમ ટીઈઆરની મહત્તમ અનુમતિપાત્ર મર્યાદાની અંદર, માર્કેટ મેકરને પ્રોત્સાહન પૂરું પાડી શકે છે. એએમસી તરફથી તેની વેબસાઈટ પર અને ઈટીએફના સ્કીમ ઈન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસઆઈડી)માં આ વિશે પૂરતી જાહેરાત જરૂરી છે.

– એક્સચેન્જ પર ઇટીએફની તરલતા વધુ સારી થવાની સંભાવના છે

– ઈન્ડિકેટિવ નેટ એસેટ વેલ્યુ (I-NAV) સ્ટોક એક્સચેન્જો દ્વારા નિયત આવર્તન સાથે ફરજિયાતપણે દર્શાવવી પડશે. આનાથી રોકાણકારોને એ જાણવામાં મદદ મળશે  કે તેમણે ઈટીએફમાં સંભવિતપણે કયા ભાવે વેપાર કરવો જોઈએ, એવી ધારણા છે.