એનએસઈ એકેડમી લિમિટેડે એએસયુ ખાતે થંડરબર્ડ સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટ સાથે સહયોગ કર્યો
મુંબઇ, 3 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એનએસઈ એકેડમી લિમિટેડે (એનએએલ) ટેક્નોલોજી, ફાઇનાન્સ અને બિઝનેસ એજ્યુકેશન પર કેન્દ્રિત જોઇન્ટ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ ઓફર કરવા માટે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી (એએસયુ) ખાતેની થંડરબર્ડ સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટ (થંડરબર્ડ) સાથે કરાક કર્યો છે.
આ સહયોગ હેઠળ એનએસઈ એકેડમી લિમિટેડ અને થંડરબર્ડ એઆઈ અને ફાઇનાન્સ, એજાઇલ લીડરશિપ, ડિજિટલ ફાઇનાન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં એપ્લિકેશન સંબંધિત પ્રોગ્રામ્સ પૂરા પાડવા માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત, સંશોધન આધારિત અભ્યાસક્રમ સાથે સ્થાનિક શિક્ષણ અને તાલીમ નિપુણતાને ભેળવશે.
આ સહયોગ ટેક્નોલોજી લીડરશિપ પર કેન્દ્રિત વ્યાપક પ્રોગ્રામ્સ પૂરા પાડશે જેનો હેતુ નવી ટેક્નોલોજીઓ અપનાવીને ટકાઉ બિઝનેસ પ્રેક્ટિસીસ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરવા નવી પેઢીના લીડર્સને સજ્જ કરવાનો છે. આ પ્રોગ્રામ્સ થંડરબર્ડના ગ્લોબલ હેડક્વાર્ટર્સ ખાતે ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ અને ઇમર્સિવ અનુભવોનો સમાવેશ કરશે જેનાથી સહભાગીઓ ટેક્નોલોજી અને લીડરશિપની તેમજ આવશ્યક ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઇનોવેટિવ એપ્લિકેશન્સની વ્યાપક સમજ કેળવશે.
આ પ્રસંગે થંડરબર્ડના ડિરેક્ટર જનરલ અને ડીન ચાર્લા ગ્રિફી-બ્રાઉને જણાવ્યું હતું કે એનએસઈ એકેડેમી સાથે મળીને, અમે ન કેવળ અત્યાધુનિક પ્રોગ્રામ્સ ઓફર કરી રહ્યા છે પરંતુ ભવિષ્ય માટે તૈયાર લીડર્સને આકાર આપી રહ્યા છીએ જે સમગ્ર ભારતમાં અને અન્ય દેશોમાં પણ નવીનતા, ટકાઉ વ્યવસાયિક પ્રથાઓ અને આર્થિક વૃદ્ધિને આગળ ધપાવશે.
