વિક્રમ સોલારે નવા સીઇઓ તરીકે ઇવાન સાહાની નિમણૂક કરી

અમદાવાદ:  ઇપીસી સોલર સોલ્યુશન્સ પ્રોવાઇડર વિક્રમ સોલારે કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે ઇવાન સાહાની નિમણૂક કરી છે. ઇવાન સાહા કલકત્તા યુનિવર્સિટીમાંથી સાયન્સ (સિરામિક ટેકનોલોજી)માં બેચલરની ડિગ્રી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), કાનપુરમાંથી ટેકનોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી (મટિરિયલ્સ સાયન્સ) ધરાવે છે. કંપનીમાં જોડાયા અગાઉ તેઓ રિન્યૂ પાવર પ્રાઇવેટ લિમિટેડ સાથે ચીફ ટેકનોલોજી ઓફિસર (સીટીઓ) તરીકે સંકળાયેલા હતા. તેઓ આઇઆઇટી કાનપુર, ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) અને મોઝર બીઅર ફોટો વોલ્ટેઇક લિમિટેડ જેવી સંસ્થાઓમાં ટેકનોલોજી અને ઓપરેશનમાં કામગીરી કરવાનો અનુભવ ધરાવે છે. તેમણે વર્ષ 2013થી વર્ષ 2020 વચ્ચે વિક્રમ સોલારમાં પ્રેસિડન્ટ અને ચીફ ટેકનિકલ ઓફિસર (સીટીઓ) તરીકે પણ કામ કર્યું હતું. કંપનીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જ્ઞાનેશ ચૌધરીએ કહ્યું હતું કે, અમે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને પ્રકારના સૌર ઊર્જા બજારોમાં પ્રચૂર તકો અને વૃદ્ધિના ગાળા માટે આતુર છીએ.

આઇડીબીઆઈ બેંકની ગોલ્ડ લોન બુકે રૂ. 10,000 કરોડના સીમાચિહ્નને સર કર્યું

મુંબઈ: આઇડીબીઆઈ બેંકની ગોલ્ડ લોન બુકે પ્રતિષ્ઠિત સીમાચિહ્ન સર કર્યું છે અને રૂ. 10,000 કરોડનો આંકડો વટાવી દીધો છે. છેલ્લાં બે વર્ષમાં બેંકની ગોલ્ડ લોન બુક રૂ. 5,000 કરોડથી વધીને બમણી એટલે કે રૂ. 10,000 કરોડ થઈ ગઈ છે. આઇડીબીઆઈ બેંકની લોન પ્રોસેસિંગ સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે અને એનાથી ગોલ્ડ લોન બુકની વૃદ્ધિને મદદ મળી છે. સામાન્ય રીતે ગ્રાહકો 10થી 15 મિનિટમાં નાણાકીય વ્યવહારો પૂર્ણ કરે છે. અત્યારે આઇડીબીઆઈ બેંક ફૂલ સર્વિસ યુનિવર્સલ બેંક તરીકે કામ કરે છે, જે તમામ સેગમેન્ટમાં ગ્રાહકોને સેવા આપે છે. એક બેંક તરીકે આઇડીબીઆઈ બેંક લિમિટેડએ 1880+ શાખાઓ અને 3300+ એટીએમના બહોળા નેટવર્ક મારફતે અદ્યતન બેંકિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ વિકસાવ્યા છે.

ક્યુઆર કોડ સ્કેન કરો અને જીવન વીમા પોલિસીની સેલ્ફ-સર્વિસ થઈ જશે

પૂણે: તાત્કાલિક ક્લોઝર સાથે પોતાની જરૂરિયાતો પોતાની રીતે પૂર્ણ કરવા વધારે ગ્રાહકોને સક્ષમ બનાવવા બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સે ક્યુઆર કોડ અનેબલ્ડ સર્વિસીસ શરૂ કરી છે. આ ઉદ્યોગમાં સૌપ્રથમ પહેલ સરળ અને સલામત છે, તથા ગ્રાહકોને તેમના ફોન પર 15 સેવાઓની સુલભતા પ્રદાન કરે છે. તમામ ગ્રાહકને કંપનીની શાખાઓમાં ઉપલબ્ધ ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે અને તેમની જીવન વીમાપોલિસીની સેલ્ફ-સર્વિસ કરવી પડશે. આ પહેલ પર ઓપરેશન્સ એન્ડ કસ્ટમર એક્સપિરિયન્સના ચીફ રાજેશ ક્રિષ્નને કહ્યું હતું કે, ઉદ્યોગમાં પ્રથમ પહેલ સાથે હવે ક્યુ-કોડ અનેબલ્ડ સર્વિસ સાથે ગ્રાહકો તેમની હથેળીમાં શાખા ધરાવે છે. એનાથી તેમનો વેઇટ ટાઇમ ઘટવાની સાથે તેઓ તેમની રિક્વેસ્ટને તેમની રીતે પૂર્ણ કરશે એટલે તેમને સરળ અને આનંદદાયક અનુભવ મળશે. ક્યુ-આર કોડ અનેબલ્ડ સર્વિસ એક વિશિષ્ટ ડિજિટલ સેલ્ફ-સર્વિસ ફીચર છે, જે બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સની તમામ 509 શાખાઓમાં ઉપલબ્ધ છે. તેઓ ઓનલાઇન પ્રીમિયમની ચુકવણી કરી શકે છે, પોલિસી સાથે સંબંધિત ડોક્યુમેન્ટ વ્યૂ કે ડાઉનલોડ કરી શકે છે (જેમ કે પોલિસી બોન્ડ્સ, આઇટી સર્ટિફિકેટ્સ અને ફંડ પર્ફોર્મન્સ સ્ટેટમેન્ટ્સ), તેમની પસંદગી મુજબ સ્વિચ ફંડ વગેરે.