અમેરિકન બજારમાં ટેક સ્ટોક્સની લોકપ્રિયતા રોકાણકારો વચ્ચે જળવાઈ રહી

  • ભારતીય રોકાણકારોમાં ઇન્ડેક્સ ઇટીએફમાં રોકાણ વધ્યું: વેસ્ટેડ ફાઇનાન્સ
  • સૌથી વધુ લોકપ્રિય ઇટીએફ – એસએન્ડપી 500 ઇન્ડેક્સનું ટ્રેકિંગ કરતું વેનગાર્ડ એસએન્ડપી 500 ઇટીએફ (વીઓઓ) અને નાસ્ડેક-100નું ટ્રેકિંગ કરતું ઇન્વેસ્કો ક્યુક્યુક્યુ ઇટીએફ (ક્યુક્યુક્યુ)
  • વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતીય રોકાણકારોએ 11,000થી વધારે ડીઆઇવાય વેસ્ટ પોર્ટફોલિયો બનાવ્યાં

મુંબઈ: અમેરિકાનું અગ્રણી પ્લેટફોર્મ વેસ્ટેડ ફાઇનાન્સ ભારતીય રોકાણકારોને અમેરિકાના સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે. આ પ્લેટફોર્મ પર વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં બીજા ત્રિમાસિક ગાળામાં ટ્રેડિંગ વોલ્યુમમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ગાળા દરમિયાન રોકાણકારો વેચાણના વોલ્યુમથી 2 ગણી વધારે ખરીદી કરીને ચોખ્ખા ગ્રાહકો તરીકે જળવાઈ રહ્યા હતાં. વેસ્ટેડના પ્લેટફોર્મ પર ટ્રેડિંગ થયેલા ટોચના સ્ટોક આ કંપનીઓના હતા – ટેસ્લા, એમેઝોન, એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક અને ટ્વિટર. જ્યારે ટોપ ટેકનોલોજી સ્ટોકમાં રોકાણ લોકપ્રિય રહ્યું છે, ત્યારે રોકાણકારોએ ઇટીએફ રુટ પણ અપનાવ્યો છે, ખાસ કરીને ઇન્ડેક્સ ઇટીએફનો, જેથી તેમનો પોર્ટફોલિયો ડાઇવર્સિફાય થાય અને અમેરિકન બજારોમાં રોકાણ કરી શકાય. એસએન્ડપી 500 ઇન્ડેક્સનું ટ્રેકિંગ કરનાર વેનગાર્ડ એસએન્ડપી 500 ઇટીએફ (વીઓઓ) અને નાસ્ડેક-100નું ટ્રેકિંગ કરનાર ઇન્વેસ્કો ક્યુક્યુક્યુ ઇટીએફ (ક્યુક્યુક્યુ) પ્લેટફોર્મ પર સૌથી વધુ ટ્રેડિંગ થયેલા ઇટીએફમાં સામેલ છે.

વેસ્ટેડએ માર્ચ, 2022માં ટૂ-ઇટ-યોરસેલ્ફ (ડીઆઇવાય) વેસ્ટ્સ પ્રસ્તુત કર્યું હતું, જે યુઝર્સને તેમનો પોતાનો પોર્ટફોલિયો બનાવવાની અને તેમાં રોકાણ કરવાની સુવિધા આપે છે. જૂન ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં આશરે 7,0000 યુઝર્સે પ્લેટફોર્મ પર 11,000થી વધારે ડીઆઇવાય વેસ્ટ્સ બનાવ્યાં હતાં.

1 એપ્રિલ, 2022ના રોજ ક્રિપ્ટો ગેઇન્સ પર 30 ટકા કરવેરો લાગુ થયા પછી વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં બીજા ત્રિમાસિક ગાળામાં રોકાણકારોને બિટકોઇનમાં રોકાણ કરવા સક્ષમ બનાવતાં પ્રોશેર્સ બિટકોઇન સ્ટ્રેટેજી ઇટીએફની ખરીદીના વોલ્યુમમાં 33 ટકાનો વધારો થયો હતો.

હવે વેસ્ટેડના પ્રીમિયમ યુઝર્સ ગ્રેસ્કેલ સીક્યોરિટીઝમાં રોકાણ કરીને બિટકોઇન, ઇથેરિયમ, લાઇટકોઇન અને અન્ય જેવી ક્રિપ્ટો-એસેટ્સમાં પરોક્ષ રીતે રોકાણ પણ કરી શકે છે. દુનિયામાં સૌથી મોટા ડિજિટલ એસેટ મેનેજર ગ્રેસ્કેલ મારફતે અમેરિકન સ્ટોક ખરીદવાની જેમ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની તક મળે છે. જ્યારે રોકાણકારો ક્રિપ્ટોમાં રોકાણ કરવા માટે આ રુટ પસંદ કરે છે, ત્યારે તેમણે ક્રિપ્ટો ગેઇન્સ પર 30 ટકા વેરો ચુકવવાની જરૂર નથી અને તેમના કેપિટલ ગેઇન્સ ટેક્ષ મુજબ કરવેરો ચુકવવો પડે છે. ઉપરાંત રોકાણકારો તેમના હોલ્ડિંગ્સનું વેચાણ કરે છે તો એના પર 1 ટકા ટીડીએસ પણ લાગતો નથી. વેસ્ટેડ પ્લેટફોર્મ મારફતે અત્યાર સુધી ગ્રેસ્કેલ ઉત્પાદનોમાં રૂ. 1 કરોડથી વધારેનું રોકાણ થયું છે.

વેસ્ટેડ ફાઇનાન્સના સીઇઓ અને સહ-સ્થાપકના વિરમ શાહે કહ્યું હતું કે, ફેડએ વ્યાજદરોમાં વધારો કરતાં, મોંઘવારીના ઊંચા દર અને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે અનિશ્ચિતતાને કારણે છેલ્લાં થોડા મહિનાઓમાં અમેરિકન બજારોમાં વધઘટ જોવા મળે છે. અમે ટેક સ્ટોક્સમાં મોટા પાયે વેચાણ જોયું છે. જોકે એનો અર્થ એ છે કે, અત્યારે ઘણી બિગ ટેક કંપનીઓના સ્ટોક વધારે સારાં મૂલ્યાંકનો પર ઉપલબ્ધ છે અને રોકાણકારો તેની ખરીદી કરી રહ્યાં છે. ઉપરાંત ઇન્ડેક્સ ઇટીએફ બજારોમાં રોકાણ કરવાની ઓછા ખર્ચની રીત છે અને લાંબા ગાળાના રોકાણકારોમાં લોકપ્રિય છે. ડીઆઇવાય વેસ્ટ્સ બનાવવા અને તેમાં રોકાણ કરવામાં યુઝરનો રસ દર્શાવે છે કે, જ્યારે અમેરિકન બજારોમાં રોકાણ કરવાની વાત આવે છે, ત્યારે ભારતીય રોકાણકારો નોંધપાત્ર રીતે પરિપક્વ થયા છે તથા પોતાની રીતે સંશોધન કરીને પોર્ટફોલિયો બનાવી શકે છે. અમને અમારા યુઝર્સને ક્રિપ્ટો-એસેટ્સમાં રોકાણ કરવા વૈકલ્પિક કરદક્ષ રીતો પ્રદાન કરવાની ખુશી છે અને અમે અમારા પ્લેટફોર્મ પર રોકાણકારના રસમાં સતત વધારો જોઈ રહ્યાં છીએ.”

વેસ્ટેડ ફાઇનાન્સના યુઝર્સ સમગ્ર દેશમાં પથરાયેલા છે, જેમાં મુંબઈ (10 ટકા), બેંગલોર (9 ટકા), પૂણે (5 ટકા) અને હૈદરાબાદ (4 ટકા) હિસ્સા સાથે ટોચના 4 શહેરોમાં સામેલ છે.