CORPORATE NEWS
હોન્ડા મોટરસાયકલનું ટેકનોલોજી પાર્ટનર તરીકે કેન્ડ્રિલ સાથે જોડાણ
નવી દિલ્હી: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઈ)એ તાજેતરમાં વિશ્વની સૌથી મોટી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ પ્રોવાઇડર કેન્ડ્રિલ (NYSE: KD) સાથે એના વિશિષ્ટ જોડાણની જાહેરાત કરી છે. આ જોડાણ એચએમએસઆઈના તમામ ઉત્પાદન પ્લાન્ટમાં એના આઇટી અને સીક્યોરિટી પરિવર્તનની સફરને સુધારશે. અત્યારે કેન્ડ્રિલ પ્લાન્ટ ઉત્પાદન એપ્લિકેશન્સ, તમામ ડિલર્સ માટે એન્ટપ્રાઇઝ અને ડિલર મેનેજમેન્ટ સિસ્ટમ્સ માટે માળખાગત સેવાઓનું વ્યવસ્થાપન કરે છે. આ જોડાણ પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે, એચએમએસઆઈની વ્યવસાયિક કામગીરીની તેમની ઊંડાણપૂર્વકની જાણકારી જટિલ આઇટી વ્યવસ્થાઓનો આધારસ્તંભ છે, જે તેમને ભારતમાં અમારી કામગીરીઓ માટે સચોટ અને વિશ્વસનિય સલાહકાર બનાવે છે. આગળ જતાં નવો સમન્વય અમને વ્યવસાયની શ્રેષ્ઠ ઉપલબ્ધતા અને કામગીરીની ધારણક્ષમતા સાથે સક્ષમ બનાવશે. આ જોડાણ પર કેન્ડ્રિલ ઇન્ડિયાના પ્રેસિડન્ટ લિંગારાજુ સાવકારે કહ્યું કે, કેન્ડ્રિલ માળખાગત વ્યવસ્થાપન, ઓટોમેશન અને ક્લાઉડ ટ્રાન્સફોર્મેશનમાં કુશળતા ધરાવે છે તથા એચએમએસઆઈની મહત્વપૂર્ણ કામગીરીઓની સારી સમજણ અમને ભવિષ્ય માટે મજબૂત અને ચપળ માળખું ઊભુ કરવાની સુવિધા આપે છે. કોઈ પણ આફત દરમિયાન કેન્ડ્રિલનું ક્લાઉડ રિસાઇલન્સી ઓર્કેસ્ટ્રેશન ટૂલ એચએમએસઆઈના મુખ્ય ડેટા સેન્ટરને ગણતરીની સેકન્ડમાં સંપૂર્ણપણે કાર્યરત કરશે તથા એનું મજબૂત માળખું કસ્ટમર ડિમાન્ડમાં વધારા દરમિયાન સિસ્ટમની ફ્લેક્સિબિલિટી દારવા સેઇસ્મિક ઝોન વધારશે.
સ્પાર્ક મિન્દાએ પ્રોટેક્ટિવ હેડ ગીયર (હેલ્મેટ્સ) લોંચ કરી
દિલ્હી/એનસીઆર: સ્પાર્ક મિન્દા ગ્રૂપની ફ્લેગશિપ કંપની મિન્દા કોર્પોરેશન લિમિટેડે ભારતીય રિટેલ બજારમાં 145 વેરિઅન્ટ સાથે 17 હેલ્મેટ મોડલ પ્રસ્તુત કર્યા હતા. જ્યારે ભારત દુનિયાભરમાં સૌથી મોટા અને સૌથી ઝડપથી વૃદ્ધિ કરતાં હેલ્મેટ બજાર તરીકે વિકસી રહ્યું છે, ત્યારે સ્પાર્ક મિન્દાએ બી2સી સ્પેસમાં પ્રવેશ કર્યો છે. આગામી થોડા વર્ષ દરમિયાન કંપનીએ 200+ વિતરકો ઉમેરવાની અને સમગ્ર દેશમાં સ્પાર્ક મિન્દ્રા બ્રાન્ડેડ આઉટલેટ ખોલવાની યોજના બનાવી છે, જેથી વિતરણ નેટવર્ક વધારે મજબૂત બનશે. પ્રોટેક્ટિવ હેડ ગીયર પણ ત્રણ કસ્ટમર સેગમેન્ટ – ઇકોનોમી (નાઇટ સીરિઝ), મિડ (ગેરિસન સીરિઝ) અને પ્રીમિયમ (આર્મોર્ડ સીરિઝ) કેટેગરીમાં ઉપલબ્ધ થશે. સ્પાર્ક મિન્દાએ 1500 ફાઇબર પાર્ટ્સ (ટૂ-વ્હીલર્સ માટે પ્લાસ્ટિક-મોલ્ડેડ, પેઇન્ટેડ કમ્પોનેન્ટ્સ) પ્રસ્તુત કરવાની પણ જાહેરાત કરી હતી, જેથી સમગ્ર દેશમાં 2 વ્હીલર રાઇડર્સની વધતી માગને પૂર્ણ કરી શકાય. આ આંકડો આગામી બે વર્ષમાં વધારીને 2400 કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે દેશમાં ફાઇબર પાર્ટ્સની સૌથી મોટી રેન્જનું પ્રતિનિધિત્વ કરે છે. મિન્દા કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અશોક મિન્દાએ કહ્યું કે છેલ્લાં છ દાયકામાં સ્પાર્ક મિન્દાએ ઓટોમોટિવ ઉદ્યોગમાં અગ્રણી સમાધાનો પ્રસ્તુત કર્યા છે. જ્યારે ભવિષ્ય માટે ઉત્પાદનો વિકસાવવાની વાત આવે છે, ત્યારે ગ્રૂપના સઘન સંશોધન અને એના અનુભવના સમન્વયનો ઉપયોગ તેને સ્પર્ધામાં આગળ રાખે છે.
વેદાંતાએ AI આધારિત સલામતી ટેકનોલોજી માટે IIT મદ્રાસે ઇન્કયુબેટ કરેલા સ્ટાર્ટ-અપ સાથે જોડાણ કર્યું
નવી દિલ્હી/મુંબઈ: ભારતમાં ધાતુઓ અને ઓઇલ એન્ડ ગેસની અગ્રણી ઉત્પાદક વેદાંતાએ આઇઆઇટી મદ્રાસે ઇન્ક્યુબેટ કરેલા સ્ટાર્ટઅપ ડિટેક્ટ ટેકનોલોજીસ સાથે જોડાણ કર્યું છે, જે વેદાંતા સ્પાર્ક પ્રોગ્રામની વિજેતા છે. આ જોડાણ દ્વારા સ્ટાર્ટઅપ વેદાંતાના તમામ વ્યવસાયિક એકમોમાં ટી-પલ્સ® એચએસએસઇ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરીને એઆઈ આધઆરિત સલામતીની ઘટનાઓનું નિદાન કરશે. આ જોડાણ વેદાંતા ગ્રૂપની કાર્યસ્થળોના એઆઈ સક્ષમ સલામતી નિરીક્ષણનો અમલ કરીને ઝીરો નુકસાન કરવાની કટિબદ્ધતાને સુસંગત છે, જે એની ડિજિટલ પરિવર્તનની રૂપરેખામાં ચાવીરૂપ પહેલ છે. વેદાંતા ગ્રૂપના સીઇઓ સુનિલ દુગ્ગલે કહ્યું કે આ જોડાણ ટેકનોલોજી સક્ષમ સલામતીને સક્ષમ બનાવવા પર વેદાંતાની ક્ષમતામાં વધારો કરશે. ડિટેક્ટ ટેકનોલોજીસનું એઆઈ અને કમ્પ્યુટર વિઝન સોલ્યુશન્સ અમને તમામ વ્યવસાયિક એકમોમાં અમારી ડિજિટલ સલામતી નિરીક્ષણને વધારવામાં મદદરૂપ થશે. ટી-પલ્સ® પ્લગ એન્ડ પ્લે ડિપ્લૉયમેન્ટ માટે ડિઝાઇન કરેલું સેન્ટ્રલાઇઝ અને સ્કેલેબ્લ ટેકનોલોજી સ્ટેક ઓફર કરે છે. ઉપયોગી જાણકારી દ્વારા જોખમ લઘુતમ કરવા અને ઘટાડવા માટે એન્જિનીયર્ડ ટી-પલ્સ®એ નિર્માણ, પેટ્રોકેમિકલ્સ, લોજિસ્ટિક્સ, પાવર, મેટલ્સ, માઇનિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને ફેબ્રિકેશન યાર્ડ જેવા મુખ્ય ચેતવણી સમાન કાર્યસ્થળોમાં વિસ્તૃત સ્થાપના જોવા મળી છે. વેદાંતાની તમામ સુવિધાઓમાં આ ડિપ્લોયમેન્ટ ઓનશોર ડ્રિલિંગથી ઝિંકના ઉત્પાદન સુધી પર્યાવરણીય રેન્જમાં અસરકારક પ્રતિભાવો આપવા સક્ષમ બનાવીને નિયમનોનું વિસ્તરણ કરવામાં ચાવીરૂપ છે. ડિટેક્ટ ટેકનોલોજીસ એક આઇઆઇટી મદ્રાસ દ્વારા ઇન્ક્યુબેટ કરેલું સ્ટાર્ટઅપ છે અને વેદાંતા સ્પાર્ક 1.0 પહેલની વિજેતા છે. આ અગ્રણી ઔદ્યોગિક એઆઈ એન્ટરપ્રાઇઝ છે, જે એસેટની 100 ટકા સલામતી અને ઝીરો ડાઉનટાઇમ હાંસલ કરવા રિ-એન્જિનીયરિંગ અને ઓટોમેટિંગ ઔદ્યોગિક પ્રક્રિયાઓ પર SaaS આધારિત સોલ્યુશનો ઓફર કરે છે.