ભારતની મનપસંદ એમ્પ્લોયર બ્રાન્ડ– માઇક્રોસોફ્ટ, મર્સિડિઝ, એમેઝોન

  • કંપનીની પસંદગીમાં મુખ્ય પરિબળ તરીકે આકર્ષક પગાર કરતાં કાર્ય-જીવન સંતુલન મુખ્ય પરિબળ બની રહ્યું
  • રોજગારી ગુમાવવાનો ડર વાસ્તવિક છે, પોતાની રોજગારી ગુમાવવાનો ડર ધરાવતા 51 ટકા કર્મચારીઓ વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેમની નોકરી બદલવાની યોજના ધરાવે છે
  • દર 10 ભારતીય કર્મચારીઓમાંથી 9 કર્મચારીઓ તેમના માટે તાલીમ અને અંગત કારકિર્દીમાં વૃદ્ધિ અતિ મહત્વપૂર્ણ ગણે છે

બેંગલોર: દુનિયામાં સૌથી વધુ વિસ્તૃત, સ્વતંત્ર અને ઊંડાણપૂર્વકના એમ્પ્યોલર બ્રાન્ડ રિસર્ચ રેન્ડસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ (આરઇબીઆર) 2022ના તારણોમાં ટેકનોલોજી ક્ષેત્રની ટોચની કંપની માઇક્રોસોફ્ટ ઇન્ડિયા ભારતની સૌથી વધુ ‘આકર્ષક એમ્પ્યોલર બ્રાન્ડ’ તરીકે બહાર આવી છે. સર્વે મુજબ, કંપની માટે ટોચના 3 એમ્પ્લોયી વેલ્યુ પ્રોપોઝિશન (ઇવીપી) – નાણાકીય સ્થિતિ, મજબૂત સાખ તથા આકર્ષક પગાર અને બેનિફિટ પર માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ સૌથી વધુ સ્કોર મેળવ્યો હતો. ચાલુ વર્ષે મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયાનું રેન્કિંગ સુધર્યું છે અને ફર્સ્ટ રનર-અપ બની છે અને ત્રીજું સ્થાન ઇ-કોમર્સની ટોચની કંપની એમેઝોન ઇન્ડિયાએ મેળવ્યું છે. આરઇબીઆર રિપોર્ટ દુનિયાભરમાં 22 સફળ વર્ષમાં કંપનીઓને તેમની એમ્પ્યોલર બ્રાન્ડને મદદરૂપ થવા કિંમતી ઉપયોગી માહિતી પ્રદાન કરી છે અને ચાલુ વર્ષે ભારતમાં 12મી એડિશન છે. ચાલુ વર્ષે સંશોધનમાં 31 સહભાગી દેશો સાથે વૈશ્વિક અર્થતંત્રના 70 ટકાથી વધારે હિસ્સાને આવરી લેવામાં આવ્યો છે તથા દુનિયાભરમાંથી 1.63 લાખ ઉત્તરદાતાઓ પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવ્યાં છે. વર્ષ 2021માં દર 3 ભારતીય કર્મચારીઓમાંથી 2 કર્મચારીઓ (66 ટકા) કામ અને કારકિર્દીના અર્થ અને ઉદ્દેશને વધારે મહત્વપૂર્ણ ગણે છે. આ દ્રષ્ટિએ પુરુષો કરતાં મહિલાઓ વધારે મજબૂત લાગણી ધરાવે છે (62% vs. 72%), જે ઉચ્ચશિક્ષત (70 ટકા) અને 25થી 34 વર્ષની વયજૂથ (72 ટકા) કર્મચારીઓમાં વધારે જોવા મળે છે. ઉપરાંત, ચાલુ વર્ષે પણ ભારતીય વર્કફોર્સ કંપનીની પસંદગીના સમયે કાર્ય-જીવન સંતુલન (63 ટકા)ને સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળ ગણે છે. આ પ્રવાહ ઉચ્ચ-શિક્ષત (66 ટકા) અને 35+ વર્ષના કર્મચારીઓ (66 ટકા)માં વધારે જોવા મળે છે. ત્યારબાદ સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળો છે – આકર્ષક પગાર અને બેનિફિટ (60 ટકા) અને કંપનીની સારી સાખ (60 ટકા). સર્વેમાં એવી જાણકારી પણ મળી હતી કે, કંપનીની પસંદગીમાં જ્યારે 66 ટકા વ્હાઇટ કોલર કર્મચારીઓ કાર્ય-જીવન સંતુલનને સૌથી મહત્વપૂર્ણ પરિબળ ગણે છે, ત્યારે 54 ટકા બ્લૂ કોલર વર્કર્સ સાખ અને નાણાકીય સ્થિતિને સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળ ગણે છે, જેમની વચ્ચે કાર્ય-જીવન સંતુલન તથા પગાર અને બેનિફિટનાં પરિબળો પછી મહત્વ ધરાવે છે.

રિમોટ વર્કિંગમાં વિવિધ પ્રવાહો:

રસપ્રદ બાબત એ છે કે, ભારતમાં રિમોટ વર્કિંગ વર્ષ 2021માં 84 ટકાથી ઘટીને વર્ષ 2022માં 73 ટકા થયું છે. રિમોટ વર્કિંગ પુરુષો કરતાં મહિલાઓ વચ્ચે વધારે જોવા મળે છે (69% vs 76%). રિમોટ વર્કર્સમાંથી મોટા ભાગના લોકો (98 ટકા) માને છે કે, તેઓ ભવિષ્યમાં આ જ રીતે કામ કરવાનું ચાલુ રાખશે, ભલે હાલ જેટલા પ્રમાણમાં આ સુવિધાનો લાભ લે છે એનાથી ઓછી મળે.

નોકરી બદલવાનો અભિગમ અને નોકરી ગુમાવવાના ડર પર ધ્યાન કેન્દ્રિત:

ભારતમાં 24 ટકા કર્મચારીઓએ વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં તેમની કંપનીઓ બદલી હતી. ઉપરાંત દર 3માંથી 1 કર્મચારી (37 ટકા) વર્ષ 202ના પ્રથમ 6 મહિનામાં તેમની કંપની બદલવાનો ઇરાદો ધરાવે છે. રોજગારી ગુમાવવાનો ડર ધરાવતા 51 ટકા કર્મચારીઓ વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેમની નોકરી બદલવાની યોજના ધરાવે છે.

વર્ષ 2022 માટે ભારતમાં ટોચની 10 સૌથી વધુ આકર્ષક એમ્પ્યોલર બ્રાન્ડ્સ:

માઇક્રોસોફ્ટ
મર્સિડિઝ-બેન્ઝ
એમેઝોન
હેવ્લેટ્ટ પેકાર્ડ
ઇન્ફોસિસ
વિપ્રો
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ
ટાટા સ્ટીલ
ટાટા પાવર કંપની
સેમસંગ

આરઇબીઆર 2022 સર્વે ઇનસાઇટ્સ રજૂ કરતાં રેન્ડસ્ટેડ ઇન્ડિયાના એમડી અને સીઇઓ વિશ્વનાથ પી એસએ કહ્યું હતું કે, હવે કંપનીઓને સમજાયું છે કે, મનપસંદ બ્રાન્ડ બનવા અને ટોચની એમ્પ્લોયર બ્રાન્ડ બનવા માટે પ્રસ્તુત જોડાણ અને અનુભવ આવશ્યક છે.

આરઇબીઆર 2022ના અન્ય મુખ્ય તારણો:

મોટી સંખ્યામાં કંપનીઓ (89 ટકા) તેમના કર્મચારીઓને પુનઃકૌશલ્ય સંપાદન અને/અથવા કૌશલ્ય સંવર્ધનની તક પૂરી પાડવાના મહત્વને સમજે છે તથા આ પ્રવાહ મુખ્યત્વે 25થી 34 વર્ષના (90 ટકા) વયજૂથના અને ઉચ્ચ-શિક્ષિત કર્મચારીઓ (93 ટકા)માં જોવા મળે છે.

ભારતમાં કર્મચારીઓની સૌથી વધુ પસંદગીના 4 ટોચના ક્ષેત્રો:

સર્વેમાં એ બાબત પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે, ભારતીય વર્કફોર્સ IT, ITeS અને ટેલીકોમ (1), એફએમસીજી, રિટેલ અને ઇ-કોમર્સ (2), ઓટોમોટિવ (3) અને બીએફએસઆઇ (4) જેવા ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓ માટે કામ કરવાનું પસંદ કરે છે.