ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજીપટેલે રેફકોલ્ડ ઈન્ડિયાનો પ્રારંભ કર્યો


તા.8 થી 10 ડિસેમ્બર દરમ્યાન ગાંધીનગરમાં કોલ્ડ ચેઈન અને રેફ્રિજરેશન ઉદ્યોગના સોલ્યુશન્સ અંગે ય યોજાનાર સૌથી મોટા પ્રદર્શન અને કોન્ફરન્સમાં ઈનોવેટીવ ટેકનોલોજીસ દર્શાવાશે

અમદાવાદઃ રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઈન્ડસ્ટ્રી સોલ્યુશન્સ અંગે દક્ષિણ એશિયાનું સૌથી મોટું પ્રદર્શન અને કોન્ફરન્સ તા.8 થી 10 ડિસેમ્બર દરમ્યાન યોજાશે. રેફકોલ્ડ ઈન્ડિયાની આગામી એડીશનનો એક સમારંભરમાં ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલના હસ્તે બુધવારે પ્રારંભ કરાયો હતો. અમૂલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર અમિત વ્યાસ અને ગ્લોબલ એગ્રી સિસ્ટમના ગોકુલ પટનાયકે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે “ખેત પેદાશો અને અન્ય નાશવંત ચીજોને થતું નુકશાન અટકાવવા માટે તથા ખેડૂતોની આવક વધારવા માટે મજબૂત કોલ્ડ ચેઈન વ્યવસ્થા અત્યંત આવશ્યક છે. ગુજરાતે તાજેતરના વર્ષોમાં ઘણું મૂડીરોકાણ આકર્ષ્યું છે અને હાલમાં  પણ મૂડીરોકાણ ચાલુ છે. ગુજરાત સરકાર કોલ્ડ ચેઈનની માળખાકીય વ્યવસ્થામાં વધુ મૂડીરોકાણને સહયોગ આપવા માટે કટિબધ્ધ છે. આ મૂડીરોકાણથી ગ્રામ્ય અર્થતંત્રને ભારે ગતિ મળશે. આ પ્રસંગે ‘રાષ્ટ્રનિર્માણમાં રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઉદ્યોગની ભૂમિકા અંગે પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.’ આ સમારંભના આયોજકો ઈન્ડિયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેટીંગ એન્ડ એરકન્ડીશનીંગ એન્જીનિયર્સ (ISHRAE) 40થી વધુ ચેપ્ટર્સ અને આશરે 29,000 સભ્યો ધરાવે છે. રેફકોલ્ડ ઈન્ડિયામાં ભારત અને આંતરરાષ્ટ્રિય રેફ્રિજરેશન ઉદ્યોગ મારફતે ખોરાકનો બગાડ નિવારી શકાય તેવી ઈનોવેટીવ ટેકનોલોજીની રજૂઆત થશે. ISHRAE અને ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક કંપની રેડીકલ કોમ્યુનિકેશન્સ દ્વારા આયોજીત રેફકોલ્ડ ઈન્ડિયામાં ટેકનિકલ વર્કશોપ્સ અને પેનલ ચર્ચાઓ ઉપરાંત જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી બાયર ડેલિગેશન્સ અને વિવિધ ઔદ્યોગિક એસોસિએશન રેફકોલ્ડ ઈન્ડિયામાં સામેલ થશે તેવી અપેક્ષા છે. પ્રદર્શનના ભાગરૂપે ઈનોવેટીવ પ્રોડક્ટસ અને સ્ટાર્ટઅપ ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આ વિષયને સમર્પિત સ્ટાર્ટઅપ પેવેલિયનની રચના કરવામાં આવશે. IIR પેરિસ થીમ અને તુર્કીના પ્રતિનિધી મંડળ પણ આ સમારંભમાં ભાગ લેશે. સમારંભમાં દુનિયાભરના ઔદ્યોગિક નિષ્ણાંતો સફળ કેસ સ્ટડીંઝ અને બિઝનેસ મોડેલ્સ ઉદ્યોગસાહસિકો સમક્ષ રજૂ કરશે. રેફકોલ્ડ ઈન્ડિયામાં વેક્સીન કોલ્ડ ચેઈન અંગે તથા મર્યાદિત માળખાકિય સુવિધાઓ ધરાવતા વિકાસમાન દેશો માટે વૈકલ્પિક ઉપાયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરતો સંવાદ યોજાશે.

રેફકોલ્ડ ઈન્ડિયાના ચેરમેન શ્રી પંકજ ધારકર જણાવે છે કે “અમે ફૂડ મેન્યુફેક્ચરર્સ અને સપ્લાય, માંસ અને ડેરી, ફ્રોઝન અને ચીલ્ડ ફૂડ્ઝ, જથ્થાબંધ વિતરણ અને રિટેઈલ, ફાર્મા અને હેલ્થકેર, પોર્ટસ, શિપીંગ કંપનીઓ અને અન્ય ક્ષેત્રોમાંથી 1000 કરતાં વધુ મુલાકાતીઓ સામેલ થશે તેવી અમને અપેક્ષા છે. રેફકોલ્ડ ઈન્ડિયામાં રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઈન્ડસ્ટ્રીની કેટલીક અદ્યતન ટેકનોલોજીસ અને ઈનોવેશન્સ રજૂ થશે.”

ગ્લોબલ કોલ્ડ ચેઈન માર્કેટ 2028 સુધીમાં 15.8 ટકાના વૃધ્ધિ દર સાથે આગળ વધશે

ગ્લોબલ કોલ્ડ ચેઈન માર્કેટ વર્ષ 2020માં 4.4 અબજ ડોલરથી વધીને વર્ષ 2028માં એકંદર સરેરાશ 15.8 ટકાના વૃધ્ધિ દર સાથે આગળ વધશે તેવી અપેક્ષા છે. ભારતનું કોલ્ડ ચેઈન માર્કેટ પણ 2022માં રૂ.1.28 લાખ કરોડથી વધીને વર્ષ 2027 સુધીમાં રૂ.2.86 લાખ કરોડ થઈ 14.3 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દર સાથે વિકાસની ક્ષમતા ધરાવે છે. રેફકોલ્ડ ઈન્ડિયાને વિવિધ આંતરરાષ્ટ્રિય સંગઠનો અને વૈશ્વિક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે, જેમાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ રેફ્રિજરેશન (IIR), એરકન્ડીશનીંગ એન્ડ રેફ્રિજરેશન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISKID), ફેડરેશન ઓફ યુરોપિયન હીટીંગ, વેન્ટીલેશન એન્ડ એરકન્ડીશનીંગ એસોસિએશન્સ (REHVA), ઈન્સ્ટીટ્યુટ ઓફ રેફ્રિજરેશન (IOR), UNEP, ધ ચાઈનીઝ એસોસિએશન ઓફ રેફ્રિજરેશન  જેવી અન્ય ઘણી સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત થયું છે. આ સંસ્થાઓ ભાગ લેનાર સભ્યો માટે વિવિધ વિષયોને આવરી લેતા પરામર્શ અને સંવાદનું આયોજન કરશે.