Corporate News at a glance……
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સે ડીએફસી પાસેથી 250 ડોલરનું ફંડ મેળવ્યું
કમર્શિયલ વ્હિકલ ફાઇનાન્સર અને શ્રીરામ ગ્રૂપની કંપની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ (એસટીએફસી)એ અમેરિકાની સરકારની યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએફસી) પાસેથી 250 મિલિયનનું લાંબા ગાળાનું સીક્યોર્ડ ફંડ મેળવ્યું છે. 250 મિલિયન ડોલરનું એક્ષ્ટર્નલ કમર્શિયલ બોરોઇંગ (ઇસીબી) એસટીએફસીના સોશિયલ ફાઇનાન્સ માળખા અંતર્ગત 10 વર્ષની નિશ્ચિત દર ધરાવી 10 વર્ષની લોન છે. અમેરિકાની સરકારની ડેવલપમેન્ટ ફાઇનાન્સ સંસ્થા ડીએફસી પાસેથી ફંડ પ્રાપ્ત થવાથી એસડીએફસી સમગ્ર ભારતમાં નવા અને વપરાશ થયેલા વાહનો માટે ધિરાણ પ્રદાન કરવા સક્ષમ બનશે. ડીએફસીના ફંડનો ઉપયોગ આ માટે થઈ શકે છેઃ વાણિજ્યિક ઉદ્દેશો માટે વ્હિકલ ફાઇનાન્સ, સીએનજી, એલપીજી અને ઇલેક્ટ્રિક વાહનો દ્વારા વૈકલ્પિક ઇંધણ ધરાવતા વાહનોને ધિરાણ કરવા, એમએસએમઇ લોન મારફતે રોજગારીનું સર્જન, ખાસ કરીને મહિલા ઉદ્યોગસાહસિકોને ધિરાણ કરવા, દેશના પછાત રાજ્યોમાં ધિરાણ વધારવા તથા ભારતમાં વંચિત સમુદાયોના સામાજિક અને આર્થિક દરજ્જાને વધારવા. ડીએફસીની લોન ઉપરાંત એસટીએફસીએ વર્ષ 2022ની શરૂઆત દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાંથી 144એ બોન્ડ મારફતે 475 મિલિયન ડોલરનું ફંડ સફળતાપૂર્વક મેળવ્યું છે, જેથી એના ફંડની પ્રોફાઇલનું ડાઇવર્સિફિકેશન જળવાઈ રહેશે તેવું
આ ફંડ ઊભું કરવા વિશે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના વીસી અને એમડી ઉમેશ રેવાન્કરે કહ્યું હતું. ડીએફસીના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર એન્ડ્રૂ હર્સ્કોવિત્ઝે કહ્યું કે, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાં ડીએફસીનું રોકાણ સમગ્ર ભારતમાં આર્થિક વૃદ્ધિ,વિકાસ અને નાણાકીય સર્વસમાવેશકતાને વેગ આપવામાં મદદરૂપ થયું છે. ડીએફસીના ધિરાણથી ઑનર-ઓપરેટર્સ અને અન્ય નાનાં વ્યવસાયોને કમર્શિયલ વાહનોની ખરીદી કરવા માટે ધિરાણની સુલભતા વધારવામાં મદદરૂપ થશે – જેમાં ગ્રામીણ અને વંચિત સમુદાયના વ્યવસાયના માલિકો સામેલ છે. ડીએફસીની લોન સાથે એસટીએફસી વૈકલ્પિક ઇંધણ અને ઓછું ઉત્સર્જન કરતાં વાહનો માટે ધિરાણ પૂરું પાડીને કાર્બનના ઉત્સર્જનને ઘટાડવાના મુશ્કેલ ક્ષેત્રમાં ભારતના કમર્શિયલ પરિવહન ક્ષેત્રને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં પણ મદદરૂપ થશે.
અલ્ગો ટ્રેડિંગમાં ચાલતી સટ્ટાખોરીથી સાવધાની વર્તવા SEBIની સલાહ
રાતોરાત કરોડપતિ થઇ જવાની લ્હાયમાં ટીપ્સ અને ડે ટ્રેડિંગના રવાડે ચડેલા રોકાણકારો ઉપરાંત એક વર્ગ એવો પણ છે કે, જે SEBIના નિયંત્રણ હેઠળ ના હોય તેવાં અલ્ગો ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉપર પણ હાથ અજમાવી ઓપરેટરોનો હાથો બની મૂડી ગુમાવતા હોય છે. SEBIને અવાર નવાર આવી ફરિયાદો મળતી જ રહે છે. તેને ધ્યાનમાં રાખીને SEBIએ રોકાણકારોને અલ્ગો ટ્રેડિંગ કરતાં બિનનિયંત્રિત પ્લેટફોર્મ્સથી સાવચેત રહેવા અપીલ કરી છે. આ પ્લેટફોર્મ્સ સાથે પોતાની સેન્સિટિવ અને બિઝનેસની information શેર ન કરવા કહ્યું છે. અલ્ગો ટ્રેડિંગ કરતાં આ પ્લેટફોર્મ્સ અનઓર્ગેનાઇઝ્ડ અને અમાન્ય છે. જેમાં રોકાણકારોની ફરિયાદના ઉકેલના નિવારણ માટે કોઈ જોગવાઈ નથી. આવાં પ્લેટફોર્મ સેન્સિટિવ informationનો દુરપયોગ કરી શકે છે. બિનનિયંત્રિત પ્લેટફોર્મ્સ તેના રોકાણકારોને અલ્ગોરિધમિક ટ્રેડિંગ સર્વિસિઝ અને અને અસાધારણ ઓફરો કરે છે. અલ્ગોરીધમ એ ઓટોમેટેડ પ્રિ-પ્રોગ્રામ છે. જે ટ્રેડિંગ માટે સૂચનો આપે છે. જેમાં ઘણી વખત પ્લેટફોર્મ દ્વારા જ અગાઉથી નિશ્ચિત સ્ક્રિપ્સ અને લોભામણી સ્કીમ્સમાં રોકાણ કરવા સલાહ આપી રોકાણકારો સાથે છેતરપિંડી થતી હોય છે. જેમાં મૂડી ગુમાવવા સાથે રોકાણકારની સેન્સિટિવ informationનો દુરપયોગ થવાનું જોખમ છે.