TVSએ પ્રથમ રિવર્સ એલસીડી ક્લસ્ટર સાથે TVS રેડીયોન લોન્ચ કર્યું

  • ભારતનું પ્રથમ 110 સીસી મોટરસાયકલ, જે રિયલ-ટાઇમ માઇલેજ ઇન્ડિકેટર સાથે રિવર્સ એલસીડી ક્લસ્ટર ધરાવે છે
    • ભારતનું એકમાત્ર 110 સીસી મોટરસાયકલ, જે મલ્ટિ-કલર રિવર્સ એલસીડી ક્લસ્ટર સાથે આવે છે
    • ક્લાસમાં અગ્રણી માઇલેજ અને સવારીના શ્રેષ્ઠ અનુભવ માટે પ્રોપ્રાઇટરી ટીવીએસ ઇન્ટેલિગો (ISG અને ISS ટેક)  
    • વ્યવહારિક સુવિધા – ઇન્ટિગ્રેટેડ યુએસબી ચાર્જર અને સુવિધા માટે સેગમેન્ટમાં સૌથી લાંબી સીટ

હોસુર:  ટીવીએસએ નવા ટીવીએસ રેડીયોન રિફ્રેશને લોન્ચ કરી છે. નવું ટીવીએસ રેડીયોન ભારતનું પ્રથમ 110 સીસી મોટરસાયકલ છે, જે RTMi* (રિયલ ટાઇમ માઇલેજ ઇન્ડિકેટર)* સાથે મલ્ટિ-કલર રિવર્સ એલસીડી ક્લસ્ટર ધરાવે છે. નવું ટીવીએસ રેડીયોન પ્રોપ્રાઇટરી ટીવીએસ ઇન્ટેલિગો (ISG અને ISS સિસ્ટમ) સાથે સજ્જ છે, જે સવારીનો વિશિષ્ટ અનુભવ અને શ્રેષ્ઠ માઇલેજ આપે છે. RTMi ઉપરાંત અન્ય 17 ઉપયોગી ખાસિયતો ડિજિટલ ક્લસ્ટરમાં ઇન-બિલ્ટ છે, જેમ કે ક્લોક, સર્વિસ ઇન્ડિકેટર, લૉ બેટરી ઇન્ડિકેટર, ટોપ સ્પીડ અને એવરેજ સ્પીડ. ટીવીએસ રેડીયોન નેક્સ્ટ-જેન ઇકોથ્રસ્ટ ફ્યુઅલ ઇન્જેક્શન (ET-Fi) ટેકનોલોજી ધરાવે છે, જે 15 ટકા વધારે માઇલેજ, સંવર્ધિત એન્જિન પર્ફોર્મન્સ, ટકાઉક્ષમતા અને સવારીનો સરળ અનુભવ પ્રદાન કરે છે. ટીવીએસ રેડીયોન પાવર અને ફ્યુઅલ ઇકોનોમીનો મહત્તમ સમન્વય ઓફર કરવા લાંબો સમય ચાલતા 109.7 સીસી ડ્યુરા-લાઇફ એન્જિન ધરાવે છે. મોટરસાયકલ 8.7 Nm @ 5,000 rpmના ટોર્ક સાથે 8.4 PS પાવર power @ 7,000 rpm પેદા કરે છે. ટીવીએસ રેડીયોન 10-લિટરની ટાંકી સાથે સજ્જ છે. ટીવીએસ રેડીયોન 4 અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે – રિવર્સ એલસીડી ક્લસ્ટર સાથે બેઝ એડિશન અને ડ્યુઅલ ટોન એડિશન, રિવર્સ એલસીડી ક્લસ્ટર અને આઇએસજી/આઇએસએસ સાથે ડ્યુઅલ ટોન એડિશન ડ્રમ અને ક્લસ્ટર સાથે ડ્યુઅલ ટોન એડિશન ડિસ્ક, જેની બેઝ એડિશનના કલર્સ (સ્ટારલાઇટ બ્લૂ, મેટલ બ્લેક, રૉયલ પર્પલ અને ટાઇટેનિયમ ગ્રે) ઉપરાંત ડ્યુઅલ ટોન રેડ અને બ્લેક, ડ્યુઅલ ટોન બ્લૂ અને બ્લેકમાંથી પસંદગી કરી શકાશે. ટીવીએસ રેડીયોન 110 ES MAG BSVI રૂ. 59,925માં અને ટીવીએસ રેડીયોન BSVI ડિજી ડ્રિમ ડ્યુઅલ ટોન રૂ. 71,966 (એક્સ શોરૂમ દિલ્હી)માં ઉપલબ્ધ થશે.

શિયા લક્સના ઉપક્રમે અમદાવાદ ખાતે ક્રેસન્ટ મૂન એક્ઝિબિશન યોજાશે

  • 1 જુલાઈના રોજ હયાત હોટલ,વસ્ત્રાપુર ખાતે ક્રેસન્ટ મૂન એક્ઝિબિશન 
  • 22-24 જુલાઈએ વાયમએમસી ક્લબ ખાતે જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશન

અમદાવાદ: શિયા લક્સ અમદાવાદમાં 1 જુલાઈ 2022ના રોજ વસ્ત્રાપુર હયાત હોટલમાં ક્રેસન્ટ મૂન એક્ઝિબિશન અને 22-24 જુલાઈ 2022ના રોજ વાયએમસી ક્લબ ખાતે જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશન લઈને આવી રહ્યું છે. ભારતીય જ્વેલર અને ડાયમંડ એક્સપર્ટ ભવ્યા શાહે કુટુંબના મશીનરી બિઝનેસમાંથી જ્વેલરી બનાવવાના સાધનો અને મશીનોથી ઘેરાયેલા હોવાથી તેમણે આ કળા યુવાનીમાં જ શીખી હતી. યૂકેમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ ભવ્યાએ પોતાની ડિઝાઈન બનાવવાની દિશામાં આગળ વધતા પહેલા જ્વેલરીની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. શિયા લક્સના અનોખા કલેક્શન માટે ભારત ડિઝાઈનનું સેન્ટર છે. સીઈઓ ભવ્યા અને તેમની ખાસ ટીમ બ્રાન્ડનું ઉત્પાદન ભારત, તૂર્કી અને ઈટાલીમાં કરે છે અને પારંપરિક હસ્તનિર્મિત ટેક્નિક અને આધુનિક ડિઝાઈન સાધનોનો સંયોગ કરીને બેસ્પોક જ્વેલરી તૈયાર કરવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારની શૈલીઓને પણ જોવા મળે છે. શિયા લક્સના સ્થાપક અને સીઈઓ ભવ્યા શાહે જણાવ્યું હતું કે, ‘શિયા લક્સમાં મુખ્ય ત્રણ સ્તંભો છે જેના આધારે અમારું કલેક્શન તૈયાર કરવામાં આવે છે. તમામ જ્વેલરી આધુનિક, ટ્રેન્ડી અને રોજિંદા વપરાશ માટે યોગ્ય હોવી જોઈએ. અમારી ડિઝાઈન શાશ્વત અને પરંપરાગત છે, પરંતુ આધુનિક ટ્વીસ્ટ સાથે વિવિધ ઉંમરની અને વિવિધ ક્ષેત્રોની મહિલાને આકર્ષિત કરે છે.’

મહિન્દ્રા લોજિસ્ટિક્સ ડીએન્ડઆઇ ઉમેદવારોની કુશળતા વધારવા ધ્યાન કેન્દ્રિત કરશે

મુંબઈ: સંકલિત 3પીએલ (થર્ડ પાર્ટી લોજિસ્ટિક્સ) સોલ્યુશન પ્રોવાઇડર્સ મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (એમએલએલ) ચાલુ નાણાકીય વર્ષ માટે ભરતીમાં વિવિધતાનો રેશિયો 15 ટકા રાખી રહી છે. કંપનીએ સમગ્ર દેશમાં વિવિધ કૌશલ્યોમાં 200 વ્યક્તિઓને તાલીમ આપવા જીટીટી ફાઉન્ડેશન સાથે એના જોડાણની પણ જાહેરાત કરી હતી, જેથી વણખેડાયેલી પ્રતિભાઓનો ઉપયોગ કરીને, તેમની સાથે જોડાણ વધારીને અને વધારે મહત્વપૂર્ણ, ભારતની વસ્તીનો લાભ લેવા એકતાની ભાવના અપનાવીને ડીએન્ડઆઇ ભરતીની પ્રક્રિયા મજબૂત થશે. 200 વ્યક્તિઓને તાલીમ આપવા એમએલએલનાં જીટીટી ફાઉન્ડેશન સાથે જોડાણમાં LGBTQIA સમુદાયની વ્યક્તિઓને તાલીમ સામેલ છે. કંપની ડિજિટલ માર્કેટિંગ, ડેટા એન્ટ્રી, ટેલી કોલિંગ જેવી કુશળતાઓ ઊભી કરવા, તેમની સોફ્ટ સ્કિલ વધારવા આ સમુદાયમાંથી વ્યક્તિને તાલીમ આપશે. મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રામપ્રવીણ સ્વામિનાથને કહ્યું કે, “અમે LGBTQIA સમુદાયમાંથી વ્યક્તિઓને, દિવ્યાંગ વ્યક્તિઓને અને સાધારણ પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલાઓની કુશળતા વિકસાવવા અને તેમને તાલીમ આપવામાં એકથી વધારે વર્ષ રોકાણ કરવા કટિબદ્ધ છીએ. 200 વ્યક્તિઓને તાલીમ આપવા જીટીટી ફાઉન્ડેશ સાથે અમારું જોડાણ આ કટિબદ્ધતાનો પ્રથમ તબક્કો છે.