સિગ્નિટી ટેકનોલોજીસની આવક રૂ. 377.97 કરોડ, ચોખ્ખો નફો રૂ. 31 કરોડ


મુંબઈ: એઆઈ અને આઇપી-સંચાલિત ડિજિટલ એશ્યોરન્સ અને એન્જિનીયરિંગ સર્વિસીસ કંપની સિગ્નિટી ટેકનોલોજીસ લિમિટેડએ 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે કુલ નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 31.00 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 22.60 કરોડના ચોખ્ખા નફાથી 37 ટકા વધારે હતો. કુલ આવક 10 ટકા વધીને રૂ. 377.97 કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ 2021-22માં ચોથા નાણાકીય વર્ષમાં રૂ. 344.08 કરોડ હતી. 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા અને વર્ષ માટે ઇબીઆઇડીટીએ રૂ. 44.55 કરોડ હતું. ટોચના 5 ક્લાયન્ટની આવક આવકમાં અંદાજે 22.34 ટકા પ્રદાન કર્યું હતું. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે આવકમાં સૌથી વધુ પ્રદાન કરનાર ક્ષેત્રો હતા – બીએફએસઆઇ, રિટેલ અને ઇ-કોમર્સ તથા ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રો. ભૌગોલિક રીતે વહેંચાયેલી આવકઃ ઉત્તર અમેરિકા અને કેનેડા – 85%, બ્રિટન અને યુરોપ– 8%, દુનિયાના બાકી દેશો 7%.

પિરામલ એન્ટરપ્રાઇઝીસની આવકો 22 ટકા વધી


મુંબઇઃ પિરામલ એન્ટરપ્રાઇસિસે જૂન-22ના અંતે પુરાં થયેલા પ્રથમ ત્રિમાસિક માટે આવક વાર્ષિક ધોરણે 22 ટકા વધીને રૂ. 3,548 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 486 કરોડ નોંધાવ્યા છે. કંપનીની કુલ એયુએમ વાર્ષિક ધોરણે +37 % વધીને રૂ. 64,590 કરોડ; રિટેલ લોન બુક વાર્ષિક ધોરણે 332 ટકા વધીને રૂ. 22,267 કરોડ નોંધાઇ છે. કંપનીનો ફાર્મા વ્યવસાય વાર્ષિક ધોરણે 9 ટકા વધીને રૂ. 1,485 કરોડ થયો છે. જ્યારે ઇન્ડિયા કન્ઝ્યુમર હેલ્થકેરમાં વાર્ષિક ધોરણે 17 ટકાનો વધારો અને કોમ્પ્લેક્સ હોસ્પિટલ જેનેરિક્સ વ્યવસાયમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો થયો છે. પરીણામ અંગે કંપનીના ચેરમેન અજય પિરામલે કહ્યું કે, “અમે સાતત્યપૂર્ણ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 3,548 કરોડની આવક અને રૂ. 486 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. અમે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધીમાં રૂ. 2,500 કરોડથી રૂ. 3,500 કરોડના વિતરણના સ્તરને હાંસલ કરવાના અમારા લક્ષ્યાંક તરફ અગ્રેસર રહીશું.

પંજાબ નેશનલ બેન્કનો ચોખ્ખો નફો 53.48 ટકા વૃદ્ધિ સાથે રૂ. 308 કરોડ


પંજાબ નેશનલ બેન્કે જૂન-22નાં અંતે પૂરાં થયેલા ક્વાર્ટર માટે ચોખ્ખો નફો ₹308 કરોડ નોંધાવ્યો છે. જે ત્રિમાસિક-દર-ક્વાર્ટરના આધારે 52.48% ની વૃદ્ધિ દર્શાવે છે. ગ્લોબલ ગ્રોસ એડવાન્સિસ વાર્ષિક ધોરણે 10.21% વધીને ₹800177 કરોડ થઈ છે. રિટેલ ક્રેડિટ 10.77% વધીને ₹146321 થઈ. CASA શેર 119 bps વધીને 46.34% અને બચત થાપણો 6.61% વધીને ₹447258 કરોડ થયા છે. ઓપરેટિંગ નફો ₹5379 કરોડ, ચોખ્ખી વ્યાજ આવક વાર્ષિક ધોરણે 4.27% વધીને ₹7543 કરોડ થઈ છે. ફી આધારિત આવક વાર્ષિક ધોરણે 25.68% વધીને ₹2055 કરોડ થઈ છે. વૈશ્વિક NIM જૂન 21 માં 2.74% થી Q1 FY’23 માં 5 bps વધીને 2.79% થયો. GNPA રેશિયો જૂન 21 માં 14.33% થી જૂન 22 માં 306 bps વધીને 11.27% થયો. NNPA રેશિયો જૂન 21 માં 5.84% થી જૂન 22 માં 156 bps વધીને 4.28% થયો. TWO સહિત PCR જૂન 21 માં 80.26% થી જૂન 22 માં 278 bps વધીને 83.04% થયો. CRAR માર્ચ 22 માં 14.50% થી જૂન 22 માં 14.82% સુધી સુધરી ગયો. સીડી રેશિયો વાર્ષિક ધોરણે 425 bps સુધરી જૂન 22 માં 70.39% થયો જે જૂન 21 માં 66.14% હતો.

પૂનાવાલા ફિનકોર્પનો કુલ પીએટી 118 ટકા વધીને ₹ 141 કરોડ થયો


પૂણે: ઉપભોક્તા અને એમએસએમઇ ફાઇનાન્સ પર કેન્દ્રિત નોન-ડિપોઝિટ લેતી સિસ્ટેમેટિકલી ઇમ્પોર્ટન્ટ એનબીએફસી પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ (કંપની)ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે એના બિનહિસાબી પરિણામોની આજે જાહેરાત કરી હતી. તે અનુસાર એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) વાર્ષિક ધોરણે 22.4 ટકા અને ત્રિમાસિક ધોરણે 6.5 ટકા વધીને ₹ 17,660 કરોડ થઈ હતી, તો વિતરણ વાર્ષિક ધોરણે 98.3 ટકા અને ત્રિમાસિક ધોરણે 3 ટકા વધીને ₹3,436 કરોડ થયું હતું. એનઆઇએમ વાર્ષિક ધોરણે 155 બીપીએસ વધીને 9.5 ટકા હતું. ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 118 ટકા અને ત્રિમાસિક ધોરણે 18.5 ટકા વધીને ₹ 141 કરોડ થયો હતો. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સીએ અભય ભૂટડાએ કહ્યું કે, “અમે ચાલુ નાણાકીય વર્ષમાં સારી શરૂઆત કરી હતી. અમારી કાર્યકુશળતાએ સુનિશ્ચિત કર્યું છે, કે આ ત્રિમાસિક ગાળો (નાણાકીય વર્ષ 2022-23નો પ્રથમ ત્રિમાસિક ગાળો) અગાઉના ત્રિમાસિક ગાળા (નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળા)થી વધારે શ્રેષ્ઠ પુરવાર થયો છે.