PSU શેર્સમાં કરેક્શન અને FMCG, ફર્ટિલાઇઝર્સ સ્ટોક્સમાં સુધારાની સંભાવના
અમદાવાદ, 5 જૂનઃ બહુમતી મેળવવામાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા ટૂંકા ગાળા માટે શેરબજારોને રેન્જબાઉન્ડ રાખે તેવી ધારણા છે. ચૂંટણીઓ સમાપ્ત થવાથી, ધ્યાન હવે બજેટ અને નીતિની ઘોષણાઓ, ખાસ કરીને અગાઉની નીતિઓનું ચાલુ રાખવા જેવા અન્ય ટ્રિગર્સ બજારનું ધ્યાન ડાઇવર્ટ થશે.
નિફ્ટી 21,000-21,200 એ ડાઉનસાઇડ પર સપોર્ટ ઝોન ધરાવે છે. તેનાથી નીચેનો કોઈપણ ઘટાડો ભાવ મુજબ કરેક્શનને ટ્રિગર કરશે અને તેના પરિણામે લગભગ 1,000-1,500 પોઈન્ટ્સનો વધુ ઘટાડો થઈ શકે છે. સામે રિકવરી દરમિયાન નિફ્ટી 23400-23500 ઝોન તરફ આગળ વધી શકે છે, જે મજબૂત રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે.
NDA લીડ નંબર 300ની નીચે આવતાં બજારનું સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે નકારાત્મક બન્યું છે. નિફ્ટી લગભગ બજેટ સુધી 22,000-23,000ની રેન્જમાં સ્થિર થવાની ધારણા રાખી શકાય. નિફ્ટી કેલેન્ડર 2024 દરમિયાન માત્ર 142 પોઈન્ટ ઉપર છે, પરંતુ 3 જૂને 23,338.7ની નવી ઓલ-ટાઇમ હાઈ બનાવી હતી તે પણ હકીકત છે.
શેરબજારોમાં અસ્થિરતા વચ્ચે કેવી રાખશો વ્યૂહરચના
સરકારના વિકાસ એજન્ડાની પ્રગતિ અંગેની અસ્થિરતા અને અનિશ્ચિતતા વચ્ચે ચોમાસાની અપેક્ષા અને ગ્રામીણ માંગમાં બદલાવને કારણે ખાસ કરીને FMCG, આઈટી અને ખાનગી ક્ષેત્રની બેંકિંગ સેક્ટર્સ તેમની સુધારાની ચાલ જાળવી રાખે તેવી સંભાવના છે.
ડિફેન્સ અને રેલવેને ફટકો પડી શકે છે. તમામ ક્ષેત્રો કે જ્યાં સરકાર અગાઉ ફોકસ ધરાવતી હતી, જેમ કે સંરક્ષણ અને પીએસયુ સ્ટોક્સ ઉપર પ્રેશર વધી શકે છે. ઉદાહરણ તરીકે છેલ્લા એક વર્ષમાં HAL લગભગ ત્રણ ગણો વધી ગયો હતો. પરંતુ 4 જૂને તે 18 ટકા જેટલો ઘટી ગયો હતો, કારણ કે ભાજપ એક પક્ષની બહુમતીથી ઓછો હતો.
એ જ રીતે છેલ્લા એક વર્ષમાં 156 ટકા ઉછળનાર ભારત ડાયનેમિક્સ પણ 10 ટકા ઘટ્યો હતો. પીએસયુ બેંકના શેરો, જેમણે છેલ્લા એક વર્ષમાં ખૂબ જ સારો દેખાવ કર્યો છે, તે ઘટવા સામે ખાનગી બેંકો આઉટપરફોર્મ કરી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)